KKR vs PBK, IPL 2023: પંજાબ કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને હાર આપી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સ સામે પંજાબ કિંગ્સે ડકવર્થ-લુઈસના નિયમ અનુસાર 7 રનથી જીત મેળવી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સને જીતવા માટે 192 રનનો ટાર્ગેટ હતો, પરંતુ વરસાદને કારણે મેચ રોકવામાં આવી ત્યારે ટીમ 16 ઓવરમાં 7 વિકેટે 146 રન બનાવીને સંઘર્ષ કરી રહી હતી. જો કે આ પછી મેચ રમાઇ નહોતી. બાદમાં પંજાબ કિંગ્સને 7 રનથી વિજયી જાહેર કરવામાં આવ્યું હતું.






કોલકાતા નાઈટ રાઈડર્સના બેટ્સમેનોએ નિરાશ કર્યા


કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી ઓલરાઉન્ડર આન્દ્રે રસેલે 19 બોલમાં 35 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 3 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. જ્યારે વેંકટેશ અય્યર 28 બોલમાં 34 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ ખેલાડીએ પોતાની ઇનિંગમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન નીતિશ રાણાએ 17 બોલમાં 24 રનનું યોગદાન આપ્યું હતું.






બીજી તરફ પંજાબ કિંગ્સ તરફથી અર્શદીપ સિંહે સૌથી વધુ વિકેટ ઝડપી હતી. અર્શદીપ સિંહે 3 ઓવરમાં 19 રન આપીને 3 ખેલાડીઓને આઉટ કર્યા હતા. જ્યારે આ સિવાય સેમ કુરન, નાથન એલિસ, સિકંદર રઝા અને રાહુલ ચાહરને 1-1 સફળતા મળી હતી.


કોલકાતા નાઈટ રાઈડર્સને 192 રનનો ટાર્ગેટ મળ્યો હતો


આ પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન નીતિશ રાણાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે 20 ઓવરમાં 5 વિકેટે 191 રન બનાવ્યા હતા. પંજાબ કિંગ્સ તરફથી ભાનુકા રાજપક્ષે 32 બોલમાં સૌથી વધુ 50 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 5 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. આ સિવાય પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવને 29 બોલમાં 40 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 6 ચોગ્ગા ફટકાર્યા હતા. કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી ટિમ સાઉથીએ સૌથી વધુ 2 વિકેટ લીધી હતી. જ્યારે ઉમેશ યાદવ સિવાય સુનીલ નરેન અને વરુણ ચક્રવર્તીને 1-1 સફળતા મળી હતી.


IPL 2023: ગુજરાત ટાઇટન્સને મોટો ઝટકો, IPL 2023માંથી બહાર થયો કેન વિલિયમ્સન, CSK વિરુદ્ધ પહોંચી હતી ઇજા


ગુજરાત ટાઇટન્સને IPL 2023ની પહેલી જ મેચ બાદ મોટો ફટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર બેટ્સમેન કેન વિલિયમ્સન ઘૂંટણની ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. શુક્રવારે ચેન્નઇ સુપર કિંગ્સ સામે રમાયેલી પ્રથમ મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે વિલિયમ્સનને ઘૂંટણમાં ઈજા થઈ હતી. વિલિયમ્સન ઈજા બાદ મેદાનની બહાર ગયો હતો.


વિલિયમ્સન આ વખતે ગુજરાત ટાઇટન્સનો ભાગ બન્યો હતો. આઈપીએલ 2022માં તે સનરાઈઝર્સ હૈદરાબાદનો કેપ્ટન હતો, પરંતુ ટીમના ખરાબ પ્રદર્શનને કારણે હૈદરાબાદે તેને ટીમની બહાર કરી દીધો હતો. હવે ગુજરાત માટે રમવું તેના માટે સફળ રહ્યું ન હતું. પહેલી જ મેચ બાદ તેને ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થવું પડ્યું હતું.


વિલિયમ્સન પહેલી જ મેચમાં બેટિંગ કરી શક્યો નહોતો


ફિલ્ડીંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલો કેન વિલિયમ્સન મેચમાં બેટિંગ કરી શક્યો ન હતો. તેના સ્થાને સાઈ સુદર્શનને 'ઈમ્પેક્ટ પ્લેયર' તરીકે પસંદ કરાયો હતો. નોંધનીય છે કે IPL 2022 કેન વિલિયમ્સન માટે ખરાબ હતું. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતા તેણે 13 મેચમાં માત્ર 19.64ની એવરેજથી 216 રન બનાવ્યા હતા. જેમાં તેણે માત્ર એક જ અડધી સદી ફટકારી હતી