KKR vs RCB Score: કોહલી-સોલ્ટની અડધી સદીની મદદથી RCBએ પ્રથમ મેચ જીતી, KKRને 7 વિકેટથી હરાવ્યું

આઈપીએલ 2025 આજથી શરૂ થઈ રહી છે. 18મી સિઝનની પ્રથમ મેચ RCB અને KKR વચ્ચે છે.

gujarati.abplive.com Last Updated: 22 Mar 2025 10:52 PM
KKR vs RCB Full Highlights: બેંગલુરુએ કોલકાતાને 7 વિકેટે હરાવ્યું

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ IPLની 18મી સિઝનની શરૂઆત જીત સાથે કરી છે. પ્રથમ વખત કેપ્ટનશીપ કરી રહેલા રજત પાટીદારે પહેલા કેપ્ટનશિપમાં પોતાની ચતુરાઈ બતાવી અને પછી બેટથી 16 બોલમાં 34 રનની શાનદાર ઈનિંગ રમી. પ્રથમ રમત રમીને KKRએ RCBને 175 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં આરસીબીએ માત્ર 6 ઓવરમાં 80 રન બનાવી લીધા હતા. બેંગલુરુએ 16.2 ઓવરમાં લક્ષ્યનો પીછો કર્યો હતો. ફિલ સોલ્ટે 31 બોલમાં 56 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી 36 બોલમાં 59 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. આ સાથે RCBએ KKR પાસેથી 18 વર્ષ જૂનો બદલો લીધો. વાસ્તવમાં 18 વર્ષ બાદ આ બંને ટીમો વચ્ચે ઓપનિંગ મેચ રમાઈ હતી. 2008માં કેકેઆરએ આરસીબીને હરાવ્યું હતું. હવે 2025માં RCBએ બદલો લીધો.

KKR vs RCB Live Score: કોહલીની અડધી સદી

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ શાનદાર બેટિંગ કરતા 2 વિકેટ ગુમાવી 127 રન બનાવી લીધા છે. બેંગ્લુરુને જીતવા 48 રનની જરુર છે. કોહલીએ શાનદાર ઈનિંગ રમતા અડધી સદી ફટકારી છે. 

KKR vs RCB Live Score: વરુણ ચક્રવર્તીને સફળતા મળી

વરુણ ચક્રવર્તીએ 9મી ઓવરમાં કોલકાતાને પ્રથમ સફળતા અપાવી હતી. ફિલ સોલ્ટ 31 બોલમાં 56 રન બનાવીને આઉટ થયો હતો. બેંગલુરુએ 95 રનમાં પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી.

KKR vs RCB Live Score: RCB સ્કોર 91/0 

માત્ર 8 ઓવર બાદ RCBનો સ્કોર કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 91 રન પર પહોંચી ગયો છે. સોલ્ટે આક્રમક ઈનિંગ રમતા અડધી સદી ફટકારી છે. કોહલી પણ શાનદાર બેટિંગ કરી રહ્યો છે. 

KKR vs RCB Live Score: RCB સ્કોર 80/0 

માત્ર 6 ઓવર બાદ RCBનો સ્કોર કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 80 રન પર પહોંચી ગયો છે. સોલ્ટ 23 બોલમાં 49 રન બનાવી મેદાનમાં છે જ્યારે   વિરાટ કોહલી 13 બોલમાં 29 રન બનાવી રમી રહ્યો છે. 

KKR vs RCB Live Score: RCB સ્કોર 75/0 

માત્ર 5 ઓવર બાદ RCBનો સ્કોર કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 75 રન પર પહોંચી ગયો છે. સોલ્ટ  અને વિરાટ કોહલી ખૂબ જ શાનદાર બેટિંગ કરી રહ્યા છે. 

KKR vs RCB Live Score: વરુણ ચક્રવર્તીની ઓવરમાં 21 રન આવ્યા 

માત્ર 4 ઓવરમાં RCBનો સ્કોર કોઈ પણ વિકેટ વિના 58 રન પર પહોંચી ગયો છે. વરુણ ચક્રવર્તીની ઓવરમાં 21 રન આવ્યા હતા. ફિલ સોલ્ટ 19 બોલમાં 44 રન અને વિરાટ કોહલી પાંચ બોલમાં 12 રન બનાવીને રમતમાં છે. 

KKR vs RCB Live Score: ત્રીજી ઓવરમાં 20 રન આવ્યા

3 ઓવરના અંતે RCBએ એકપણ વિકેટ ગુમાવ્યા વિના 39 રન બનાવી લીધા છે. વૈભવ અરોરાએ ઇનિંગની ત્રીજી ઓવરમાં 20 રન આપ્યા, આ ઓવરમાં 3 ફોર અને એક સિક્સ પણ આવી. ફિલ સોલ્ટે 24 અને વિરાટ કોહલીએ 11 રન બનાવ્યા છે. આરસીબીને જીતવા માટે હજુ 138 રન બનાવવાના છે.

KKR vs RCB Live Score: આરસીબી પ્રથમ ઓવરમાં 12/0

KKR માટે વૈભવ અરોરા પ્રથમ ઓવર નાખવા આવ્યો હતો. ફિલ સોલ્ટે ઓવરના પહેલા જ બોલ પર  ચોગ્ગો ફટકાર્યો. વિરાટ કોહલીએ પણ ચોગ્ગો ફટકાર્યો હતો. પ્રથમ ઓવરમાં RCBએ કોઈ વિકેટ ગુમાવ્યા વિના 12 રન બનાવી લીધા છે.

KKR vs RCB Live Score: કોલકાતાએ બેંગલુરુને 175 રનનો ટાર્ગેટ આપ્યો 

પ્રથમ રમતા  કોલકાતા નાઈટ રાઈડર્સે 20 ઓવરમાં 8 વિકેટે 174 રન બનાવ્યા હતા. એક સમયે KKRનો સ્કોર 9.5 ઓવરમાં એક વિકેટે 107 રન હતો. જો કે રહાણે અને સુનીલ નારાયણ આઉટ થતાની સાથે જ KKRના બેટ્સમેનોને નસીબે સાથ ન આપ્યો. કોલકાતા તરફથી કેપ્ટન રહાણેએ સૌથી વધુ 56 રન બનાવ્યા હતા. આરસીબી તરફથી કૃણાલ પંડ્યાએ 3 સફળતા મળી.

KKR vs RCB Live Score: કોલકાતાનો સ્કોર 165/6

18 ઓવરમાં KKRનો સ્કોર 6 વિકેટે 165 રન છે. અંગક્રૃષ રઘુવંશી 19 બોલમાં 29 રન બનાવીને રમતમાં છે. તેણે બે ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા છે. આ ઉપરાંત રમનદીપ સિંહ સાત બોલમાં ચાર રન પર છે.

KKR vs RCB Live Score: કોલકાતાનો સ્કોર 151/6

16 ઓવરમાં KKRનો સ્કોર 6 વિકેટે 151 રન છે. અંગક્રૃષ રઘુવંશી 12 બોલમાં 19 રન બનાવીને રમતમાં છે. તેણે બે ચોગ્ગા ફટકાર્યા છે. તેમજ રમનદીપ સિંહ બે બોલમાં એક રન પર છે.

KKR vs RCB Live Score: રિંકુ સિંહ પણ આઉટ

કોલકાતાએ 13મી ઓવરમાં 145ના સ્કોર પર પાંચમી વિકેટ ગુમાવી દીધી છે. રિંકુ સિંહ 10 બોલમાં 12 રન બનાવીને આઉટ થયો હતો. તે કૃણાલ પંડ્યાના હાથે બોલ્ડ આઉટ થયો હતો. કૃણાલની ​​આ ત્રીજી વિકેટ હતી.

KKR vs RCB Live Score: કોલકાતાની ચોથી વિકેટ પડી

12.1 ઓવર પછી કોલકાતા નાઈટ રાઈડર્સનો સ્કોર 4 વિકેટે 125 રન છે. કોલકાતાને વધુ એક ઝટકો લાગ્યો છે. વેંકટેશ અય્યર 6 રન બનાવી આઉટ થયો છે. 

KKR vs RCB Live Score: અજિંક્ય રહાણે આઉટ

10.3 ઓવર પછી કોલકાતા નાઈટ રાઈડર્સનો સ્કોર 3 વિકેટે 109 રન છે. અજિંક્ય રહાણે  56 રન બનાવીને આઉટ થયો છે. તેણે વિસ્ફોટક ઈનિંગ રમી ટીમનો સ્કોર 100 રનને પાર પહોંચાડી દિધો છે.  સુનીલ નારાયણ 44 રન બનાવી આઉટ થયો હતો.

KKR vs RCB Live Score: સુનીલ નારાયણ આઉટ

10 ઓવર પછી કોલકાતા નાઈટ રાઈડર્સનો સ્કોર 2 વિકેટે 107 રન છે. અજિંક્ય રહાણે 29 બોલમાં 55 રન બનાવીને રમતમાં છે. સુનીલ નારાયણ 44 રન બનાવી આઉટ થયો છે. 

KKR vs RCB Live Score: રહાણેની વિસ્ફોટક અડધી સદી

9 ઓવર પછી કોલકાતા નાઈટ રાઈડર્સનો સ્કોર એક વિકેટે 96 રન છે. અજિંક્ય રહાણે 27 બોલમાં 54 રન બનાવીને રમતમાં છે. તેને શાનદાર બેટિંગ કરતા વિસ્ફોટક અડધી સદી ફટકારી છે. 

KKR vs RCB Live Score: સુયશ શર્માએ 5 રનની ઓવર ફેંકી

સુયશ શર્માએ સાતમી ઓવરમાં માત્ર પાંચ રન આપ્યા હતા. 7 ઓવર પછી કોલકાતા નાઈટ રાઈડર્સનો સ્કોર એક વિકેટે 65 રન છે. અજિંક્ય રહાણે 22 બોલમાં 44 રન બનાવીને રમતમાં છે. તેણે 6 ફોર અને 3 સિક્સર ફટકારી છે. સુનીલ નારાયણ 15 બોલમાં 17 રન બનાવીને રમતમાં છે. તેના બેટમાંથી બે ચોગ્ગા અને એક છગ્ગો આવ્યો હતો.

KKR vs RCB Live Score: કોલકાતા નાઈટ રાઈડર્સનો સ્કોર 60/1 

6 ઓવર બાદ  કોલકાતા નાઈટ રાઈડર્સનો સ્કોર 1 વિકેટ ગુમાવીને 60 રન છે.સુનીલ નારાયણ અને રહાણે હાલ મેદાનમાં છે. અજિંક્ય રહાણે ખૂબ જ વિસ્ફોટક બેટિંગ કરી રહ્યો છે. તેણે 16 બોલમાં 39 રન બનાવ્યા છે.  

KKR vs RCB Live Score: કોલકાતા નાઈટ રાઈડર્સનો સ્કોર 5/1 

બે ઓવર બાદ  કોલકાતા નાઈટ રાઈડર્સનો સ્કોર 1 વિકેટ ગુમાવીને 5 રન છે.  ક્વિન્ટન ડીકોક 4 રન બનાવી આઉટ થયો હતો. સુનીલ નારાયણ અને રહાણે હાલ મેદાનમાં છે.

KKR vs RCB Live Score: ડીકોક આઉટ 

પ્રથમ ઓવરમાં જ કોલકાતા નાઈટ રાઈડર્સને મોટો ઝટકો લાગ્યો છે. ક્વિન્ટન ડીકોક 4 રન બનાવી આઉટ થયો છે. સુનીલ નારાયણ હાલ મેદાનમાં છે. 

KKR vs RCB Live Score: રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની પ્લેઈંગ ઈલેવન

વિરાટ કોહલી, ફિલ સોલ્ટ (wk), રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા, ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, રસિખ દાર સલામ, સુયશ શર્મા, જોશ હેઝલવુડ, યશ દયાલ.

KKR vs RCB Live Score: કોલકાતા નાઈટ રાઈડર્સની પ્લેઈંગ ઈલેવન

ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), વેંકટેશ અય્યર, અજિંક્ય રહાણે (કેપ્ટન), રિંકુ સિંહ, અંગક્રૃષ રઘુવંશી, સુનીલ નારાયણ, આન્દ્રે રસેલ, રમણદીપ સિંહ, સ્પેન્સર જોન્સન, હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તી.

KKR vs RCB Live Score: બેંગલુરુએ ટોસ જીત્યો હતો

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન રજત પાટીદારે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ પ્રથમ બેટિંગ કરશે.  

બ્રેકગ્રાઉન્ડ

Kolkata Knight Riders vs Royal Challengers Bengaluru: આઈપીએલ 2025 આજથી શરૂ થઈ રહી છે. 18મી સિઝનની પ્રથમ મેચ RCB અને KKR વચ્ચે છે. આ મેચ કોલકાતાના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સમાં રમાશે. 18 વર્ષ બાદ IPLમાં કોલકાતા અને બેંગલુરુ વચ્ચે ઓપનિંગ મેચ રમાઈ રહી છે. છેલ્લી વખત બંને ટીમો IPL 2008ની પ્રથમ સિઝનની પ્રથમ મેચમાં સામસામે આવી હતી.


રસપ્રદ વાત એ છે કે બંને ટીમો પાસે નવા કેપ્ટન છે અને આજે બંનેનો લિટમસ ટેસ્ટ છે. આરસીબીએ યુવા રજત પાટીદારને કેપ્ટન બનાવ્યો છે. જ્યારે કેકેઆરની કમાન સિનિયર બેટ્સમેન અજિંક્ય રહાણેના હાથમાં છે. બંને પોતાની  શરૂઆત વિજય સાથે કરવા ઈચ્છે છે.


મેચ પર વરસાદનું સંકટ


ચાહકો માટે નિરાશાજનક અપડેટ છે. KKR અને RCB વચ્ચેની મેચ વરસાદને કારણે ધોવાઈ શકે છે. મેચ દરમિયાન કોલકાતામાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શનિવારે વરસાદની 80 ટકા શક્યતા છે. મેચ દરમિયાન એટલે કે સાંજે 7 વાગ્યાથી મોડી રાત સુધી વરસાદની 50 ટકા શક્યતા છે.


KKR અને RCB વચ્ચે કોનો હાથ ઉપર છે ?


હેડ ટુ હેડની વાત કરીએ તો, KKR અને RCB વચ્ચે કુલ 34 મેચ રમાઈ છે, જેમાંથી કોલકાતાએ 20 મેચ જીતી છે, જ્યારે બેંગલુરુએ 14 મેચ જીતી છે. જો કે કેકેઆરનો હાથ ઉપર છે, આ વખતે આરસીબીની ટીમ ઘણી મજબૂત છે.


કોલકાતા નાઈટ રાઈડર્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન - ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), અજિંક્ય રહાણે, વેંકટેશ ઐયર, અંગક્રૃષ રઘુવંશી, રિંકુ સિંહ, રમનદીપ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, હર્ષિત રાણા, એનરિક નોર્ટજે/સ્પેન્સર જોન્સન અને વરુણ ચક્રવર્તી.


ઈમ્પેક્ટ પ્લેયર- મયંક મારકંડે


RCBના સંભવિત પ્લેઈંગ ઈલેવન- ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, રજત પાટીદાર, જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, લિયામ લિવિંગસ્ટોન, કૃણાલ પંડ્યા, જોશ હેઝલવુડ/રોમારિયો શેફર્ડ, ભુવનેશ્વર કુમાર, રસિખ દાર સલામ અને યશ દયાલ.


ઈમ્પેક્ટ પ્લેયર- સુયશ શર્મા

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.