IPL 2022: આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની મેચ રમાઈ રહી છે. સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમ્સને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કોલકાતાની ટીમની શરુઆત ખરાબ રહી હતી. ટીમના ઓપનર બેટ્સમેન વેંકટેશ ઐયર (6 રન) અને એરોન ફિંચ (7 રન) સસ્તામાં આઉટ થઈ ગયા હતા. ત્યાર બાદ કોલકાતાની ટીમનો કેપ્ટન શ્રેયસ અય્યર રમવા ઉતર્યો હતો.


ઉમરાન મલિકની ફાસ્ટ બોલિંગઃ
શ્રેયસ અય્યરે સારી શરુઆત કરી હતી. શ્રયસે શરુઆતમાં જ 25 બોલમાં 3 ચોક્કા ફટકારીને 28 રનનો સ્કોર કરી લીધો હતો. ત્યાર બાદ દસમી ઓવર નાખવા સનરાઈઝર્સ હૈદરાબાદનો ફાસ્ટ બોલર ઉમરાન મલિક આવ્યો હતો. ઉમરાન મલિકે 145 થી 150 કિમી પ્રતિ કલાકની ઝડપથી બોલિંગ કરતો હતો. દરમિયાન 10મી ઓવરના છેલ્લા બોલ પર 148 કિમી પ્રતિ કલાકની ઝડપથી આવેલા યોર્કર બોલ પર શ્રેયસે રમવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ બોલ બેટ પર ના આવતાં સ્ટમ્પ પર પહોંચી ગયો હતો અને શ્રેયસ અય્યર આઉટ થઈ ગયો હતો. 






ઉમરાન મલિકની પ્રસંશાઃ
કોલકાતાના કેપ્ટન શ્રેયસ અય્યર પોતાના પગ જમાવે તે પહેલાં જ તેને આઉટ કરવામાં સફળતા મળતાં સનરાઈઝર્સ હૈદારાબાદની ટીમમાં ખુશીની લહેર જોવા મળી હતી. બાઉન્ડ્રી બહાર મેચ જોઈ રહેલ હૈદરાબાદની ટીમનો બોલિંગ કોચ ડેલ સ્ટેન ખુશીથી ઉછળી પડ્યો હતો. ડેલ સ્ટેનની આ ખુશીની ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ઉમરા મલિક જમ્મુ-કાશ્મીરથી આવે છે અને તેની ઉંમર 22 વર્ષ છે. છેલ્લી મેચોમાં ઉમરાન મલિકે કરેલી 150 કિમી પ્રતિ કલાકની ઝડપની ફાસ્ટ બોલિંગથી તેની ઘણી પ્રસંશા થઈ હતી.