KKR vs SRH Score: કોલકાતા નાઈટ રાઈડર્સે રોમાંચક મેચમાં હૈદરાબાદને 4 રને હરાવ્યું

સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.  આજે બીજી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે.

abp asmita Last Updated: 23 Mar 2024 11:29 PM
કોલકાતાએ હૈદરાબાદને ચાર રનથી હરાવ્યું

IPL 2024ની ત્રીજી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો હૈદરાબાદ સામે ચાર રને વિજય થયો હતો. શનિવારે રમાયેલી મેચમાં ટીમે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 208 રન બનાવ્યા હતા. જવાબમાં પેટ કમિન્સની ટીમ 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 204 રન બનાવી શકી હતી. કોલકાતાએ આ ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત જીત સાથે કરી હતી. હવે ટીમ 29 માર્ચે બેંગલુરુમાં RCB સામે ટકરાશે. 

KK vs SRH Live: હૈદરાબાદને ચોથો ઝટકો

હૈદરાબાદને 13મી ઓવરમાં 111ના સ્કોર પર ચોથો ઝટકો લાગ્યો હતો. સુનીલ નારાયણે રાહુલ ત્રિપાઠીને હર્ષિત રાણાના હાથે કેચ કરાવ્યો હતો. તે 20 રન બનાવી શક્યો હતો. હાલમાં હેનરિક ક્લાસેન અને અબ્દુલ સમદ ક્રિઝ પર છે. હૈદરાબાદને 42 બોલમાં 98 રનની જરૂર છે.

KK vs SRH Live: હૈદરાબાદને ત્રીજો ઝટકો

હૈદરાબાદને 107ના સ્કોર પર ત્રીજો ઝટકો લાગ્યો હતો. એડન માર્કરામ 13 બોલમાં 18 રન બનાવીને આઉટ થયો હતો. તેને વરુણ ચક્રવર્તીએ સુનીલ નારાયણના હાથે કેચ કરાવ્યો હતો. હાલ હૈદરાબાદને 48 બોલમાં 101 રનની જરૂર છે.

KKR vs SRH લાઈવ સ્કોર: હૈદરાબાદની બીજી વિકેટ પડી, અભિષેક શર્મા આઉટ

હૈદરાબાદની બીજી વિકેટ 8મી ઓવરમાં 71ના કુલ સ્કોર પર પડી હતી. તોફાની બેટિંગ કરી રહેલો અભિષેક શર્મા 19 બોલમાં 32 રન બનાવીને આઉટ થયો હતો. તેના બેટમાંથી 4 ચોગ્ગા અને 2 છગ્ગા આવ્યા હતા. હવે રાહુલ ત્રિપાઠી અને એડન માર્કરામ ક્રિઝ પર છે.

KKR vs SRH Live Score: હૈદરાબાદની પ્રથમ વિકેટ પડી, મયંક અગ્રવાલ આઉટ

સનરાઈઝર્સ હૈદરાબાદે તેની પ્રથમ વિકેટ છઠ્ઠી ઓવરમાં 60ના સ્કોર પર ગુમાવી હતી. મયંક અગ્રવાલ 21 બોલમાં 32 રન બનાવીને આઉટ થયો હતો. તેને હર્ષિત રાણાએ આઉટ કર્યો હતો.

કોલકાતાએ હૈદરાબાદને 209 રનનો ટાર્ગેટ આપ્યો

આન્દ્રે રસેલની તોફાની ઇનિંગ્સના કારણે કોલકાતાએ 20 ઓવરમાં સાત વિકેટે 208 રન બનાવ્યા હતા. રસેલ 25 બોલમાં 64 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. ફિલ સોલ્ટે પણ 54 રનની ઇનિંગ રમી હતી. રસેલે છેલ્લી ઓવરોમાં એકલા હાથે સ્કોર બોર્ડ ફરતું રાખ્યું હતું.


 





KKR vs SRH Live Score: ફિલ સોલ્ટ આઉટ

કોલકાતાએ 119ના કુલ સ્કોર પર 14મી ઓવરમાં છઠ્ઠી વિકેટ ગુમાવી હતી. હવે રિંકુ સિંહ અને આન્દ્રે રસેલ ક્રિઝ પર છે. ફિલ સોલ્ટ 40 બોલમાં 54 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 3 સિક્સર અને 3 ફોર ફટકારી હતી. 

KKR vs SRH Live Score : રમનદીપ સિંહ 35 રન બનાવીને આઉટ 

કોલકાતાને પાંચમો ફટકો રમનદીપ સિંહના રૂપમાં લાગ્યો હતો. તે 13મી ઓવરના પહેલા બોલ પર મયંક માર્કંડેના હાથે પેટ કમિન્સ દ્વારા કેચ આઉટ થયો હતો. છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવેલા આ બેટ્સમેને 17 બોલમાં એક ફોર અને ચાર સિક્સરની મદદથી 35 રન બનાવ્યા હતા. રિંકુ સિંહ સાતમા નંબર પર બેટિંગ કરવા આવ્યો છે. 13 ઓવર પછી ટીમનો સ્કોર 113/5 છે. 

KKR vs SRH Live Score: માર્કો યાનસેનની ઓવરમાં 14 રન આવ્યા 

11 ઓવર પછી કોલકાતાનો સ્કોર ચાર વિકેટે 91 રન છે. રમનદીપ સિંહ 12 બોલમાં 27 રન અને ફિલ સોલ્ટ 32 બોલમાં એક ફોર અને ત્રણ સિક્સરની મદદથી 43 રન બનાવીને રમી રહ્યો છે. બંને વચ્ચે 21 બોલમાં 40 રનની ભાગીદારી છે.

KKR vs SRH Live Score: પેટ કમિન્સની એક ઓવરમાં 13 રન 

9મી ઓવર પેટ કમિન્સ દ્વારા નાખવામાં આવી હતી. આ ઓવરમાં એક ફોર અને એક સિક્સર લાગી હતી. કેકેઆરનો સ્કોર 4 વિકેટ પર  66 રન છે. સોલ્ટ 27 બોલમાં 33 રન બનાવી રમતમાં છે. રમનદિપ સિંહ પણ રમતમાં છે. 

KKR vs SRH Live Score: નિતીશ રાણા પેવેલિયન પરત ફર્યો 

કોલકાતાએ 8મી ઓવરમાં 51 રનના સ્કોર પર ચોથી વિકેટ ગુમાવી દીધી હતી. નીતિશ રાણા 11 બોલમાં 9 રન બનાવીને આઉટ થયો હતો. તેને મયંક માર્કંડેયે આઉટ કર્યો હતો. હવે રમનદીપ સિંહ બેટિંગ કરવા આવ્યો છે. 

કોલકાતાનો સ્કોર 43/3

6 ઓવર પછી KKRનો સ્કોર ત્રણ વિકેટે માત્ર 43 રન છે. તોફાની શરૂઆત બાદ કેકેઆરની ઇનિંગ્સમાં અચાનક બ્રેક લાગી છે. ફિલ સોલ્ટ 17 બોલમાં 24 રન અને નીતિશ રાણા આઠ બોલમાં સાત રન બનાવીને રમી રહ્યો છે.

કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમનો ધબડકો

KKR vs SRH Live Score: કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમનો ધબડકો થઈ ગયો છે. 32 રનમાં ટીમે ત્રણ વિકેટ ગુમાવી છે. કેપ્ટન શ્રેયસ અય્યર ખાતુ ખોલાવ્યા વગર આઉટ થઈ ગયો છે.  

KKR vs SRH Live Score: ફિલ સોલ્ટે ત્રણ છગ્ગા ફટકાર્યા

KKR vs SRH Live Score: ફિલ સોલ્ટે બીજી ઓવરમાં ત્રણ વિસ્ફોટક છગ્ગા ફટકાર્યા હતા. સોલ્ટ ખૂબ જ આક્રમક ઈનિંગ રમી રહ્યો છે. સુનિલ નારાયણ રન આઉટ થઈ પેવેલિયન પરત ફર્યો છે. 

KKR vs SRH LIVE SCORE : કોલકત્તાને પહેલો ફટકો લાગ્યો

કોલકાતા નાઈટ રાઈડર્સને પહેલો ફટકો સુનીલ નારાયણના રૂપમાં લાગ્યો છે. તે બે રન બનાવીને રનઆઉટ થયો હતો. ટીમને આ ફટકો બીજી ઓવરના છેલ્લા બોલ પર લાગ્યો હતો. હાલમાં ક્રિઝ પર ફિલિપ સોલ્ટ અને વેંકટેશ અય્યર છે. બે ઓવર પછી ટીમનો સ્કોર 23/1 છે.

KKR vs SRH LIVE સ્કોર: ભુવનેશ્વર કુમારે શાનદાર ઓવર ફેંકી

સુનીલ નારાયણ અને ફિલ સોલ્ટ કોલકાતા નાઈટ રાઈડર્સ માટે ઓપનિંગ કરવા આવ્યા છે. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી ભુવનેશ્વર કુમારે પ્રથમ ઓવર ફેંકી હતી. ભુવીની ઓવરમાં માત્ર ત્રણ રન જ આવ્યા હતા.

સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમ

સનરાઈઝર્સ હૈદરાબાદ: મયંક અગ્રવાલ, રાહુલ ત્રિપાઠી, એઈડન માર્કરામ, હેનરિક ક્લાસેન (વિકેટ કિપર), અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, માર્કો જોન્સન, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડેય, ટી નટરાજન. ઈમ્પેક્ટ પ્લેયર : નીતીશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, ઉમરાન મલિક, ગ્લેન ફિલિપ્સ અને અભિષેક શર્મા.

કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ

કોલકાતા નાઈટ રાઈડર્સઃ ફિલિપ સોલ્ટ (wk), વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (કેપ્ટન), નીતિશ રાણા, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, રમનદીપ સિંહ, મિશેલ સ્ટાર્ક, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી. ઇમ્પેક્ટ  પ્લેયર : સુયશ, પાંડે, અરોરા, રઘુવંશી અને ગુરબાઝ.

KKR vs SRH Live Score: હૈદરાબાદે ટોસ જીત્યો 

આજે બીજી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ફિલ સોલ્ટ અને મિશેલ સ્ટાર્ક KKR તરફથી ડેબ્યૂ કરી રહ્યા છે. 

બ્રેકગ્રાઉન્ડ

Kolkata Knight Riders vs Sunrisers Hyderabad: આજે બીજી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. આ મેચ KKRના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સમાં રમાશે. આ મેચમાં શાહરૂખ ખાન પણ આવી શકે છે.  મેચ સાંજે 7:30 વાગ્યે શરુ થશે. સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. 


પિચ રિપોર્ટ


KKR vs SRH મેચ હાઈ-સ્કોરિંગ સાબિત થઈ શકે છે. ભૂતકાળમાં આવું ઘણી વખત બન્યું છે જ્યારે કેપ્ટને ઈડન ગાર્ડન્સમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હોય અને આ વખતે પણ સંજોગો અલગ નહીં હોય. આ મેચમાં ઘણા રન બનાવી શકાય છે, પરંતુ જો બોલિંગની વાત કરીએ તો શરૂઆતથી જ સ્પિન બોલિંગનો દબદબો જોવા મળે છે. KKR પાસે સુનીલ નારાયણ, વરુણ ચક્રવર્તી અને સુયશ શર્માના રૂપમાં 3 ઉત્તમ સ્પિન બોલર છે. આ મેચમાં 180 કે તેથી વધુ રન બનાવવાની આશા છે.


મેચ પ્રિડિક્શન


IPLના ઈતિહાસમાં KKR અને SRH આજ સુધી 25 વખત સામસામે આવી ચુક્યા છે, જેમાંથી કોલકાતા નાઈટ રાઈડર્સે 16 વખત જીત મેળવી છે અને SRH માત્ર 9 વખત જીત મેળવી છે.  પીચ બેટિંગ માટે ઘણી સારી કહી શકાય અને આ બાબતમાં બંને ટીમો બરાબરી પર જોવા મળી રહી છે. KKRમાં રહેમાનુલ્લા ગુરબાઝ, શ્રેયસ ઐયર, નીતીશ રાણા અને રિંકુ સિંહ છે, પરંતુ તેમનું ફોર્મ ખૂબ જ ચિંતાનો વિષય છે. બીજી તરફ SRH પાસે ટ્રેવિસ હેડ, એડન માર્કરામ, હેનરિક ક્લાસેનના રૂપમાં વર્લ્ડ ક્લાસ બેટ્સમેન છે, પરંતુ છેલ્લી સિઝનથી વિપરીત એક બેટ્સમેને જવાબદારી લેવી પડશે. પિચના આધારે સ્પિન બોલિંગનું પ્રભુત્વ રહેશે, જેમાં કોલકાતા વધુ સારી દેખાઈ રહી છે.


કોલકાતા નાઈટ રાઈડર્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન: રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (કેપ્ટન), નીતિશ રાણા, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, મિશેલ સ્ટાર્ક, સુયશ શર્મા, વરુણ ચક્રવર્તી, હર્ષિત રાણા.


સનરાઈઝર્સ હૈદરાબાદની સંભવિત પ્લેઈંગ ઈલેવન: ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, એઈડન માર્કરામ, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અબ્દુલ સમદ, વોશિંગ્ટન સુંદર, પેટ કમિન્સ (કેપ્ટન), શાહબાઝ અહેમદ, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.