Highest score in debut IPL: આજની આઇપીએલની બીજી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમો આમને-સામને છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા લખનઉ સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં 6 વિકેટે 193 રન બનાવ્યા હતા. આ રીતે દિલ્હી કેપિટલ્સ સામે 194 રનનો ટાર્ગેટ છે. લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી ઓપનર કાઈલી મેયર્સે 38 બોલમાં સૌથી વધુ 73 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 2 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. વાસ્તવમાં આઈપીએલમાં કાઈલી મેયર્સની આ પહેલી મેચ હતી. કાઈલી મેયર્સે આ મેચથી આઈપીએલમાં ડેબ્યૂ કર્યું હતું.






IPL ડેબ્યૂ મેચમાં કાઈલી મેયર્સેનો કમાલ


જોકે, કાઈલી મેયર્સે IPL ડેબ્યૂ મેચમાં 73 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આઈપીએલના ઈતિહાસમાં કોઈ ખેલાડીનો આ ચોથો સૌથી મોટો સ્કોર છે. IPL ડેબ્યૂમાં સૌથી વધુ સ્કોર બનાવવાનો રેકોર્ડ બ્રેન્ડન મેક્કુલમના નામે છે. IPL 2008માં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમતા બ્રેન્ડન મેક્કુલમે અણનમ 158 રનની ઇનિંગ રમી હતી. માઇક હસી આ યાદીમાં બીજા નંબર પર છે. માઈક હસીએ તેની IPL ડેબ્યૂ મેચમાં અણનમ 116 રન બનાવ્યા હતા. આ મેચ મોહાલીમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ (કિંગ્સ ઈલેવન પંજાબ) વચ્ચે રમાઈ હતી.


આ બેટ્સમેન પણ આ યાદીમાં સામેલ છે


IPL ડેબ્યૂ મેચમાં સૌથી વધુ સ્કોર બનાવનારા બેટ્સમેનોની યાદીમાં શોન માર્શ ત્રીજા નંબર પર છે. શોન માર્શે પોતાની IPL ડેબ્યૂ મેચમાં 84 રનની ઇનિંગ રમી હતી. આ મેચ IPL 2008માં પંજાબ કિંગ્સ અને હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. આ સાથે જ હવે આ લિસ્ટમાં કાઈલી મેયર્સનું નામ સામેલ થયું છે. IPL ડેબ્યૂ મેચમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં કાઈલી મેયર્સ ચોથા નંબર પર છે. તેણે લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી રમતા દિલ્હી કેપિટલ્સ સામે આજે આઈપીએલની શરૂઆત કરી હતી.


દિલ્હી કેપિટલ્સને જીતવા માટે 194 રનનો ટાર્ગેટ



લખનૌ સુપર જાયન્ટ્સે ધમાકેદાર બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 193 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સને જીતવા માટે 194 રનનો ટાર્ગેટ મળ્યો હતો. લખનૌ તરફથી વેસ્ટ ઈન્ડિઝના કાઈલી મેયર્સે 38 બોલમાં સૌથી વધુ 73 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં બે ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા હતા.