LSG vs CSK: વરસાદે બગાડ્યો લખનૌ-ચેન્નાઈ વચ્ચેની મેચનો રોમાંચ, બન્ને ટીમોને 1-1 પોઈન્ટ આપવામાં આવ્યો

LSG vs CSK Score: આઇપીએલમાં આજે લખનઉ અને ચેન્નાઇ વચ્ચે મેચ રમાઇ રહી છે, બન્ને ટીમો આજે જીતના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે, એકબાજુ ધોનીની ટીમ છે, તો બીજીબાજુ કેએલ રાહુલની સેના છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 03 May 2023 07:12 PM
વરસાદે બગાડ્યો લખનૌ-ચેન્નાઈ વચ્ચેની મેચનો રોમાંચ

લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ રદ કરવામાં આવી છે. વરસાદના કારણે મેચ રદ્દ કરવામાં આવી હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા લખનૌની ટીમે 19.2 ઓવરમાં સાત વિકેટે 125 રન બનાવ્યા હતા. આયુષ બદોની 33 બોલમાં 59 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.

આયુષ બદોનીની આક્રમક ફિફ્ટી

લખનઉના યુવા સ્ટાર બેટ્સમેન આયુષ બદોનીની આક્રમક બેટિંગ જોવા મળી છે, બદોનીએ ચેન્નાઇ સામે લખનઉની ટીમને મુશ્કેલીમાંથી ઉગારતી બેટિંગ કરી છે, બદોનીએ તોફાની બેટિંગ કરતાં 33 બૉલમાં 4 છગ્ગા અને 2 ચોગ્ગા સાથે આક્રમક 59 રનની ઇનિંગ રમી હતી. 19.2 ઓવર બાદ ટીમનો સ્કૉર 7 વિકેટના નુકશાને 125 રન પર પહોંચ્યો હતો, જોકે, મેચ વરસાદના કારણે રોકાઇ હતી.

લખનઉનો સ્કૉર 100 રનને પાર

લખનઉ સુપર જાયન્ટ્સનો સ્કૉર 100 રનને પાર થઇ ચૂક્યો છે. 18 ઓવરના અંતે ટીમનો સ્કૉર 6 વિકેટના નુકશાને 105 રન પર પહોંચ્યો છે, અત્યારે ક્રિઝ પર આયુષ બદોની 39 રન અને કૃષ્ણાપ્પા ગૌતમ 1 રન બનાવીને રમી રહ્યાં છે.

લખનઉનો સ્કૉર 50 રનને પાર

લખનઉની ટીમ ચેન્નાઇ સામે લથડી ગઇ છે, પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી લખનઉની ટીમની બેટિંગ નબળી સાબિત થઇ હતી. 14 ઓવરના અંતે ટીમે 5 વિકેટો ગુમાવીને 62 રન બનાવ્યા છે. હાલમાં ક્રિઝ પર નિકોલસ પૂરન 14 રન અને આયુષ બદોની 9 રન બનાવીને ક્રિઝ પર છે.

પાંચ ઓવર બાદ લખનઉ

પાંચ ઓવરના અંતે લખનઉની ટીમનો સ્કૉર 1 વિકેટના નુકશાને 25 રન પર પહોંચ્યો છે. અત્યારે ક્રિઝ પર મનન વોહરા 9 રન અને કરણ શર્મા 2 રન બનાવીને રમી રહ્યાં છે, આ પહેલા ઓપનર કાયલી મેયર્સને મોઇન અલીએ 14 રનના અંગત સ્કૉર પર પેવેલિયન મોકલી દીધો હતો.

ચેન્નાઇ સુપર કિંગ્સની પ્લેઇંગ ઇલેવન

ઋતુરાજ ગાયકવાડ, ડેવૉન કૉન્વે, અજિંક્યે રહાણે, મોઇન અલી, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (કેપ્ટન, વિકેટકીપર), દીપક ચાહર, મથીશા પથીરાના, તુષાર દેશપાન્ડે, મહેશ તીક્ષ્ણા.

લખનઉ સુપર જાયન્ટ્સની પ્લેઇંગ ઇલેવન 

કાઇલી મેયર્સ, મનન વોહરા, કરણ શર્મા, આયુષ બદોણી, માર્કસ સ્ટૉઇનિસ નિકોલસ પૂરન (વિકેટકીપર), કૃણાલ પંડ્યા (કેપ્ટન), કૃષ્ણપ્પા ગૌતમ, નવીન-ઉલ-હક, રવિ બિશ્નોઇ, મોહસિન ખાન.

ચેન્નાઇ-લખનઉ, ધોનીએ જીત્યો ટૉસ

ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આજની મેચમાં ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો ફેંસલો કર્યો છે. ચેન્નાઇની ટીમમાં દીપક ચાહરની વાપસી થઇ છે, તો વળી, આજે લખનઉની કમાન કૃણાલ પંડ્યાના હાથમાં સોંપવામાં આવી છે. 

મુંબઇ સ્કેનિંગ માટે પહોંચશે કેએલ રાહુલ

સૂત્રએ કહ્યું હતું કે, 'કેએલ રાહુલ હાલમાં તેની ટીમ સાથે લખનઉમાં છે. પરંતુ તે બુધવારે ચેન્નઈ સામેની મેચ બાદ ગુરુવારે એલએસજી કેમ્પ છોડી દેશે. મુંબઈમાં બીસીસીઆઈ મેડિકલ ફેસિલિટીમાં તેનું સ્કેન કરવામાં આવશે. જ્યારે કોઈને આ પ્રકારની ઈજા થાય છે, ત્યારે ખૂબ દુખાવો અને સોજો આવે છે. સોજો ખતમ થવામાં લગભગ 24 થી 48 કલાકનો સમય લાગે છે. આ પછી જ સ્કેન કરી શકાશે.


સૂત્રના જણાવ્યા અનુસાર, 'તે ભારતીય ટેસ્ટ ટીમનો મહત્વનો ખેલાડી હોવાથી તે વધુ સારું રહેશે જો તે IPLમાં ભાગ ન લે. સ્કેન પછી જ્યારે ઈજાની ગંભીરતા જાણી શકાશે ત્યારે BCCIની મેડિકલ ટીમ નક્કી કરશે કે આગળ શું થઈ શકે છે. કેએલ રાહુલ સોમવારે (1 મે) રાત્રે રમાયેલી મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. આરસીબી સામેની આ મેચની બીજી જ ઓવરમાં તે ખરાબ રીતે ઘાયલ થયો હતો.

લખનઉ સુપર જાયન્ટ્સે કર્યુ ટ્વીટ

લખનઉ સુપર જાયન્ટ્સ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, કેએલ રાહુલ ફક્ત સીએસકે સામેની આજની મેચમાંથી બહાર રહેશે, પરંતુ બીસીસીઆઈના સૂત્રએ પીટીઆઈને જણાવ્યું હતું કે કેએલ રાહુલ ભાગ્યે જ આ સીઝનમાં ભાગ લઈ શકે છે.




 






લખનઉ સુપર જાયન્ટ્સને મોટો ફટકો

KL Rahul Ruled out of IPL: લખનઉ સુપર જાયન્ટ્સનો કેપ્ટન KL રાહુલ IPLની આ સીઝનમાં બહાર થઇ શકે છે.  તેનું ટુર્નામેન્ટમાંથી બહાર થવું નિશ્ચિત છે. તે ચેન્નઇ સુપર કિંગ્સ સામેની મેચમાંથી બહાર થઇ ગયો છે. નોંધનીય છે કે લોકેશ રાહુલને બેગ્લોર સામે ફિલ્ડિંગ ભરતા સમયે પગમાં ઇજા પહોંચી હતી. 

ચેન્નાઇ અને લખનઉ વચ્ચે થોડીવારમાં શરૂ થશે મેચ

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે, 3 મે ડબલ હેડર મેચો રમાશે, આમાં પહેલી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમો આમને-સામને ટકરાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ લખનઉના હૉમ ગ્રાઉન્ડ ઇકાના સ્ટેડિયમાં રમાશે. કેએલ રાહુલની ટીમ આ મેચમાં ગઇ મેચની હારનો બદલો લેવા માંગશે. તો વળી બીજીબાજુ ધોનીની ટીમ લખનઉ સામેની મેચ જીતીને પ્લેઓફ માટેનો પોતાનો દાવો મજબૂત કરવા પ્રયાસ કરશે. 

લખનઉ સુપર જાયન્ટ્સની સંભવિત ટીમ -

ક્વિન્ટૉન ડીકૉક (વિકેટકીપર), કાઇલી મેયર્સ, દીપક હુડ્ડા, માર્કસ સ્ટૉઇનિસ, કૃણાલ પંડ્યા, નિકોલસ પૂરન, આયુષ બદોણી, કૃષ્ણાપ્પા ગૌતમ, રવિ બિશ્નોઇ, આવેશ ખાન, અમિત મિશ્રા.

ચેન્નાઇ સુપર કિંગ્સની સંભવિત ટીમ - 

ઋતુરાજ ગાયકવાડ, ડેવૉન કૉન્વે, અજિંક્યે રહાણે, મોઇન અલી, અંબાતી રાયુડુ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (કેપ્ટન/વિકેટકીપર), મથીશા પથીરાના, તુષાર દેશપાન્ડે, મહેશ તિક્ષણા..

LSG vs CSK: કોણ-કોના પર પડ્યું છે ભારે

ચેન્નાઇ-લખનઉ, હેડ ટૂ હેડ રેકોર્ડ - 
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં લખનઉ સુપર જાયન્ટ્સનો ઈતિહાસ બહુ જુનો નથી. IPL 2022થી લખનઉની ટીમે આ લીગમાં એન્ટ્રી કરી. આમાં પહેલા જ વર્ષે કેએલ રાહુલની ટીમ પ્લેઓફમાં જગ્યા બનાવવામાં સફળ રહી હતી. લખનઉ અને ચેન્નાઈ વચ્ચે રમાયેલી આઈપીએલ મેચોની વાત કરીએ તો અત્યાર સુધીમાં બન્ને ટીમો વચ્ચે બે મેચ રમાઈ ચૂકી છે. આ બે મેચમાં એક લખનઉ સુપર જાયન્ટ્સે અને એક ચેન્નાઈ સુપર કિંગ્સે જીતી છે.

કોણ જીતશે મેચ ?

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ગયા વર્ષે લખનઉ અને ચેન્નાઈ વચ્ચે માત્ર એક જ મેચ રમાઈ હતી, જેમાં લખનઉની ટીમની શાનદાર જીત થઇ હતી, વળી, આ વર્ષે બંને ટીમો વચ્ચેની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે લખનઉને હરાવ્યુ છે. આમ જોઇએ તો મનોવૈજ્ઞાનિક રીતે આજે ચેન્નાઈની ટીમ વધુ સ્ટ્રૉન્ગ રહેશે. બીજી મહત્વની બાબત એ છે કે, ચેન્નાઈની ટીમને સ્પિન ટ્રેક પર રમવાની આદત છે. એમએ ચિદમ્બરમ સ્ટેડિયમની પીચ સ્પિન માટે અનુકૂળ રહી છે. આવામાં લખનઉ સામે ચેન્નાઈની જીતની શક્યતાઓ વધુ છે.

ક્યારેને ક્યાંથી જોશો લાઇવ મેચ ?

આજની લખનઉ અને ચેન્નાઇ વચ્ચેની મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની જુદીજુદી ચેનલો પરથી જોઈ શકાય છે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3.30 વાગે શરૂ થશે. આનો ટૉસ અડધા કલાક પહેલા થશે. જે મોબાઇલ યૂઝર્સ પાસે Jio સિનેમા એપ છે. તેઓ આને ઓનલાઈન સ્ટ્રીમિંગ દ્વારા પોતાના મોબાઈલ ફોન પરથી ફ્રીમાં જોઇ શકે છે. 

કેવો હશે આજે પીચનો મિજાજ ?

ચેન્નાઇ અને લખનઉની ટક્કર આજે લખનઉના ઇકાના ક્રિકેટ સ્ટેડિયમમાં થવાની છે, અહીં લખનઉના ઇકાના ક્રિકેટ સ્ટેડિયમની પીચ બેટ્સમેનો અઘરી સાબિત થઇ શકે છે, અહીં રન બનાવવાનું આસાન નથી. છેલ્લી કેટલીક મેચોમાં અહીં વધુ રન બન્યા નથી. લખનઉ અને બેંગ્લૉર વચ્ચેની મેચમાં અહીં લૉ સ્કૉરિંગ ટાર્ગેટ જોવા મળ્યો હતો, અને આરસીબીએ જીતી હાંસલ કરી હતી. આ પીચ મોટાભાગે સ્પીનરોને વધુ અનુકૂળ આવે છે. લખનઉમાં પ્રથમ બેટિંગનો સરેરાશ સ્કૉર 147 રન રહ્યો છે. અહીં ટૉસ જીતનારી ટીમ પહેલા બેટિંગ કરવા માંગશે. 

લખનઉ-ચેન્નાઇ વચ્ચે જંગ

આજે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ડબલ હેડર મેચો રમાશે, આજે પ્રથમ મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સની ટક્કર ચેન્નાઇ સુપર કિંગ્સ સામે થવાની છે, તો બીજી મેચમાં મુંબઇ ઇન્ડિન્સની ટીમ પંજાબ કિંગ્સ સામે ટકરાશે. આ બન્ને બન્ને મેચોમાં ભારતીય કેપ્ટનોની કસોટી થવાની છે, જોકે રિપોર્ટ છે કે, આજની મેચમાં લગભગ કેએલ રાહુલ બહાર થઇ શકે છે, ગઇ મેચમાં કેએલ રાહુલને ઇન્જરી થઇ હતી, આ કારણે આજની મેચ ચૂકી શકે છે, જો આમ થશે તો આજે કૃણાલ પંડ્યા ટીમની કમાન સંભાળતો દેખાઇ શકે છે. આજે કેએલ રાહુલની ગેરહાજરીમાં સાઉથ આફ્રિકન સ્ટાર બેટ્સમેન ક્વિન્ટૉન ડીકૉકને પ્લેઇંગ ઇંલેવનમાં એન્ટ્રી મળી શકે છે. 

લખનઉ અને ચેન્નાઇ બન્નેના 10-10 પૉઇન્ટ

લખનઉ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ અત્યારે પૉઇન્ટ ટેબલમાં પૉઇન્ટની રીતે એકસરખા જ છે, બન્નેના 10-10 પૉઇન્ટ છે, પરંતુ નેટ રનરેટના આધારે લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ પૉઇન્ટ ટેબલમાં અત્યારે ત્રીજા નંબર પર છે, જ્યારે ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમ ચોથા નંબર પર છે. આઇપીએલમાં આજે લખનઉ અને ચેન્નાઇ વચ્ચે મેચ રમાઇ રહી છે, બન્ને ટીમો આજે જીતના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે, એકબાજુ ધોનીની ટીમ છે, તો બીજીબાજુ કેએલ રાહુલની સેના છે. આજની મેચ લખનઉના ઇકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. 

બ્રેકગ્રાઉન્ડ

LSG vs CSK Score: આઇપીએલમાં આજે લખનઉ અને ચેન્નાઇ વચ્ચે મેચ રમાઇ રહી છે, બન્ને ટીમો આજે જીતના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે, એકબાજુ ધોનીની ટીમ છે, તો બીજીબાજુ કેએલ રાહુલની સેના છે. આજની મેચ લખનઉના ઇકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. 


લખનઉ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ અત્યારે પૉઇન્ટ ટેબલમાં પૉઇન્ટની રીતે એકસરખા જ છે, બન્નેના 10-10 પૉઇન્ટ છે, પરંતુ નેટ રનરેટના આધારે લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ પૉઇન્ટ ટેબલમાં અત્યારે ત્રીજા નંબર પર છે, જ્યારે ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમ ચોથા નંબર પર છે. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.