Man Rides Scooter in Middle of Pitch: ક્રિકેટના મેદાન પર ઘણી વખત દર્શકોને ચોંકાવનારી ઘટનાઓ જોવા મળે છે. આવો જ નજારો ઈંગ્લેન્ડની ક્લબ ક્રિકેટમાં પણ જોવા મળ્યો હતો. જ્યાં એક વ્યક્તિ પોતાનું સ્કૂટર લઈને મેદાનમાં ઘુસી ગયો હતો. જે બાદ મેચને રોકવી પડી હતી. આ ઘટનાનો વીડિયો ઈંગ્લેન્ડની બાર્મી આર્મીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે.


વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલઃ
સોમવારે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પરંતુ વીડિયોને જોતા એવું લાગે છે કે, આ ઘટના 30 એપ્રિલે બની હતી. 30 એપ્રિલે આ ઘટનાની એક તસવીર સોટન યુનિવર્સિટી ક્રિકેટના ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવી હતી. જેમાં કેપ્શન લખ્યું હતું કે "પોમ્પી બોયઝમાં આપનું સ્વાગત છે, જોબ સેન્ટર બીજી બાજુ છે.






ભારતમાં પણ બની હતી આવી જ ઘટનાઃ
આવી બીજી ઘટના ભારતમાં પણ બની હતી. વર્ષ 2017માં દિલ્હી અને ઉત્તર પ્રદેશ વચ્ચે રમાઈ રહેલી રણજી ટ્રોફીની મેચ દરમિયાન એક શખ્સ પોતાની કાર લઈને મેદાનમાં પહોંચી ગયો હતો. જે બાદ પોલીસે તે શખ્સની ધરપકડ કરી હતી. આ ઘટના સમયે ગૌતમ ગંભીર, ઈશાંત શર્મા અને ઋષભ પંત જેવા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ મેદાનમાં હાજર હતા. આવી સ્થિતિમાં આ ખેલાડીઓની સુરક્ષાને લઈને પણ અનેક સવાલો ઉભા થયા હતા. જોકે બાદમાં મેચ રેફરીએ પિચ જોઈને મેચ ફરી શરૂ કરવાની સૂચના આપી હતી.


આ પણ વાંચોઃ


શ્રીલંકાઃ વિરોધ પ્રદર્શનો વચ્ચે હવે જાહેર સંપત્તિને નુકસાન કરનારને ગોળી મારવાનો લશ્કરને આદેશ અપાયો


કોંગ્રેસની ચિંતન શિબીરઃ કોંગ્રેસમાં મોટા પરિવર્તનના એંધાણ, પરિવાર અને સંગઠન માટે લાગુ થઈ શકે છે આ નિયમો