Mumbai Indians vs Kolkata Knight Riders Playing 11: IPL 2022 ની 56મી મેચ મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ પ્રથમ બેટિંગ કરશે.
KKR સામેની મેચ પહેલા મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો ભરોસાપાત્ર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને આજે મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ રમનદીપ સિંહને ટીમમાં સામેલ કર્યો છે. આ સાથે જ કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમમાં પણ એક મોટો બદલાવ કરવામાં આવ્યો છે. કોલકાતાએ પોતાની ટીમમાં પાંચ ફેરફાર કર્યા છે.
કોલકાતાની ટીમમાં ફાસ્ટ બોલર પેટ કમિન્સ, વિકેટકીપર શેલ્ડન જેક્સન, મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી અને સિનિયર બેટ્સમેન અજિંક્ય રહાણે આજે પરત ફર્યા છે. વેંકટેશ અય્યર પણ ટીમમાં પાછો ફર્યો છે. KKRની ટીમ ઓપનિંગમાં સતત સંઘર્ષ કરી રહી છે. આ જોતા ફરી એક વખત રહાણેને ટીમમાં પરત લાવવામાં આવ્યો છે.
મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ ઈલેવન - ઈશાન કિશન (wk), રોહિત શર્મા (c), તિલક વર્મા, રમનદીપ સિંહ, કિરોન પોલાર્ડ, ટિમ ડેવિડ, ડેનિયલ સેમ્સ, મુરુગન અશ્વિન, કુમાર કાર્તિકેય, જસપ્રિત બુમરાહ અને રિલે મેરેડિથ.
કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઈંગ ઈલેવન - અજિંક્ય રહાણે, વેંકટેશ ઐયર, શ્રેયસ અય્યર (કેપ્ટન), નીતિશ રાણા, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, શેલ્ડન જેક્સન (WK), પેટ કમિન્સ, ટિમ સાઉથી અને વરુણ ચક્રવર્તી.
મુંબઈ ઈંડિયન્સનો ભરોસાપાત્ર બેટ્સમેન સુર્યકુમાર યાદવ ઈજાગ્રસ્ત થતાં ટૂર્નામેન્ટમાંથી બહાર થયોઃ
મુંબઈ ઈંડિયન્સ ફ્રેન્ચાઈજીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, સુર્યકુમાર યાદવને ડાબા હાથના ઉપરના ભાગની માંસપેશીઓ ખેંચાઈ હતી. ત્યાર બાદ સુર્યકુમારને આરામ આપવા માટે તેને સીઝનમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. બીસીસીઆઈની મેડિકલ ટીમે સુર્યકુમાર યાદવને આરામ કરવાની સલાહ આપી છે. સુર્યકુમાર યાદવે ગત 6 મે રોજ ગુજરાત ટાઈટન્સ સામે રમાયેલી મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો.
સુર્યકુમાર યાદવે આ સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ સીઝનમાં સુર્યકુમારે મુંબઈ ઈંડિયન્સ માટે 8 મેચ રમી છે જેમાં તેમે કુલ 303 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની એવરેજ 43.29 રનની રહી છે. સુર્યકુમારે 8 મેચોમાં ત્રણ અર્ધ શતક લગાવ્યા છે. જો કે હવે આ સીઝનમાં સુર્યકુમારની શાનદાર બેટિંગ નહીં જોવા મળે.