MI vs PBKS : રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સનો વિજય, મુંબઇ ઇન્ડિયન્સની સતત પાંચમી હાર
MI vs PBKS, IPL 2022 LIVE Updates: આ સિઝનમાં મુંબઇની શરૂઆત એકદમ ખરાબ રહી છે. જ્યારે પંજાબની શરૂઆત સારી રહી હતી.
પુણેમાં રમાયેલી IPL 2022 ની 23મી મેચમાં પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 12 રનથી હાર આપી હતી. આ સિઝનમાં મુંબઈની આ સતત પાંચમી હાર છે. આ સાથે જ પંજાબ કિંગ્સની આ ત્રીજી જીત છે. પંજાબ કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 198 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 186 રન જ બનાવી શકી હતી. પંજાબ કિંગ્સ તરફથી ઓડિયન સ્મિથે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.
પૂણેમાં રમાઇ રહેલી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સને જીતવા માટે પંજાબ કિંગ્સે 199 રનનો ટાર્ગેટ આપ્યો છે. પંજાબ કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી 198 રન ફટકાર્યા હતા. પંજાબ તરફથી શિખર ધવને સૌથી વધુ 70 અને મયંક અગ્રવાલે 52 રન બનાવ્યા હતા. જીતેશ શર્મા 15 બોલમાં 30 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. મુંબઈ તરફથી બેસિલ થમ્પીએ બે વિકેટ ઝડપી હતી. આ સિવાય જયદેવ ઉનડકટ, જસપ્રિત બુમરાહ, મુરુગન અશ્વિન અને મિલ્સને એક-એક વિકેટ ઝડપી હતી.
શિખર ધવન અને મયંક અગ્રવાલે પંજાબ કિંગ્સ માટે જોરદાર શરૂઆત અપાવી છે. પાવરપ્લે પૂરો થયા બાદ ટીમનો સ્કોર એક પણ વિકેટ ગુમાવ્યા વિના 65 રન થયો છે. મયંક અગ્રવાલ 21 બોલમાં 38 રન અને ધવન 15 બોલમાં 18 રન બનાવીને રમી રહ્યા છે.
મયંક અગ્રવાલ, શિખર ધવન, જોની બેયરસ્ટો, લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા, ઓડિયન સ્મિથ, શાહરૂખ ખાન, કગીસો રબાડા, રાહુલ ચહર, વૈભવ અરોરા, અર્શદીપ સિંહ
રોહિત શર્મા, ઈશાન કિશન ડેવાલ્ડ બ્રેવિસ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, કિરોન પોલાર્ડ, જયદેવ ઉનડકટ, મુરુગન અશ્વિન, જસપ્રિત બુમરાહ, ટાઈમલ મિલ્સ, બાસિલ થમ્પી
મુંબઈ ઈન્ડિયન્સે પંજાબ કિંગ્સ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
મુંબઈ ઈન્ડિયન્સે પંજાબ કિંગ્સ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
બ્રેકગ્રાઉન્ડ
IPL 2022: આઇપીએલની 15મી સિઝનમાં આજે સાંજે રોહિત શર્માની આગેવાની વાળી મુંબઇ ઇન્ડિયન્સની ટક્કર મંયક અગ્રવાલની કેપ્ટનશીપ હેઠળની પંજાબ કિંગ્સ સામે થશે. બન્ને ટીમો આમ તો શાનદાર અને દમદાર ખેલાડીઓથી ભરેલી છે, પરંતુ આ સિઝનમાં મુંબઇની શરૂઆત એકદમ ખરાબ રહી છે. જ્યારે પંજાબની શરૂઆત સારી રહી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -