રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. જેમાં મુંબઈએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાને સારી શરૂઆત કરી હતી. તેણે પ્રથમ બે વિકેટ ઝડપથી ગુમાવી દીધી હતી, પરંતુ ઓપનર જોસ બટલરે તોફાની બેટિંગ કરી હતી. આ મેચમાં મુંબઈના કેપ્ટન રોહિત શર્માના નામે એક મહત્વનો રેકોર્ડ નોંધાયો છે. રોહિત શર્માએ IPLમાં 150 કેચ પૂરા કર્યા છે.


રાજસ્થાન તરફથી બટલર અને યશસ્વી ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન યશસ્વી માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે તે પછી તરત જ દેવદત્ત પડિકલ 7 રનના સ્કોર પર આઉટ થયો હતો. દેવદત્તને ટાઇમલ મિલ્સે આઉટ કર્યો હતો અને તેનો કેચ રોહિતે ઝડપ્યો હતો. આ કેચ ઝડપીને રોહિતે T20 મેચમાં પોતાના 150 કેચ પૂરા કર્યા છે. 150થી વધુ કેચ કરનાર તે ચોથો ભારતીય ખેલાડી બની ગયો છે. રોહિત પહેલા ત્રણ ભારતીય ખેલાડીઓએ 150થી વધુ કેચ ઝડપ્યા છે.


ટી20 મેચમાં સૌથી વધુ કેચ લેવાના રેકોર્ડમાં ભારતીય ખેલાડીઓની યાદીમાં મહેન્દ્ર સિંહ ધોની પ્રથમ સ્થાન પર છે. ધોનીએ 200 કેચ પકડ્યા છે. જ્યારે દિનેશ કાર્તિક બીજા સ્થાને છે. કાર્તિકે 192 કેચ પકડ્યા છે. ત્રીજા ક્રમે સુરેશ રૈનાએ 172 કેચ લીધા છે. આ સાથે જ મુંબઈનો કેપ્ટન રોહિત ચોથા સ્થાન પર આવી ગયો છે. રોહિતે 150 કેચ પકડ્યા છે.


T20 મેચમાં સૌથી વધુ કેચ પકડનાર ભારતીય ખેલાડી -


મહેન્દ્ર સિંહ ધોની - 200 કેચ
દિનેશ કાર્તિક - 192
સુરેશ રૈના - 172
રોહિત શર્મા - 150


આ પણ વાંચોઃ


IPL 2022: સુરેશ રૈનાએ પ્રીતિ ઝિન્ટા પર કોમેન્ટ કરી તો ઈરફાન પઠાણ વિફર્યો, પછી શું થયું જુઓ વીડિયોમાં