IPL 2022: આઈપીએલમાં આજની મેચ પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાઈ. ગુજરાત ટાઈટન્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. આજની આ મેચમાં હાર્દિક પંડ્યા ફોર્મમાં જોવા મળ્યો હતો. હાર્દિક પટેલે બીજી જ ઓવરમાં વિકેટ પણ લીધી હતી. આ સાથે આજની મેચમાં ગુજરાત ટાઈટન્સ માટે રમી રહેલા યુવા બોલર દર્શન નાલકંડેએ પોતાનું ડેબ્યુ કર્યું છે. આ યુવા બોલરે આજે એકબાદ એક એમ બે વિકેટ ઝડપી લીધી હતી. જો કે દર્શન પોતાની હેટ્રિક ચુક્યો હતો.


23 વર્ષના યુવાન બોલર દર્શન નાલકંડેએ 2018-19માં વિજય હઝારે ટ્રોફીમાં વિદર્ભ માટે મેચ રમી હતી. આજની મેચમાં દર્શન નાલકંડે પંજાબ ઉપર ભારે પડ્યો હતો. દર્શને 3 ઓવર બોલિંગ કરી હતી જેમાં 37 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. પહેલાં પંજાબના બેટ્સમેન જીતેશ શર્મા જે 23 રન કરી ચુક્યો હતો તેને દર્શને આઉટ કર્યો હતો. ત્યાર બાદ બીજા બોલ પર ઓડીન સ્મિથને પણ આઉટ કર્યો હતો. જો કે ત્રીજા બોલ પર કોઈ વિકેટ ના મળતાં દર્શન નાલકંડે પોતાની હેટ્રિક ચુક્યો હતો.


આ પહેલાં આજની મેચમાં ડેબ્યુ કરનાર દર્શન નાલકંડેને ગુજરાત ટાઈટન્સની ટીમે વેલક્મ કર્યું હતું અને કેપ પહેરાવી હતી. 






પંજાબે ગુજરાતને 190 રનનો ટાર્ગેટ આપ્યોઃ


પંજાબના ખેલાડીઓએ તોફાની બેટિંગ કરતાં ગુજરાતને જીતવા માટે 190 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ 190 રનમાં લિવિંગસ્ટોને તોફાની બેટિંગ કરતાં 27 બોલમાં 64 રન કર્યા હતા. સાથે જ શિખર ધવને 30 બોલમાં 35 રન અને જીતેશ શર્માએ 11 બોલમાં 23 રન કર્યા હતા.