IPL 2022, PBKS vs GT Score : રોમાંચક મુકાબલામાં રાહુલ તેવટિયાએ સિક્સ ફટકારી ગુજરાત ટાઈટન્સને અપાવી જીત
IPL 2022 માં આજે ચાહકોને એક હાઇ-વોલ્ટેજ મેચ જોવા મળશે, જ્યારે પંજાબ કિંગ્સ (PBKS) અને ગુજરાત ટાઇટન્સ (GT) ની ટીમો એકબીજા સામે ટકરાશે. આ મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે.
પંજાબ તરફથી છેલ્લી ઓવર ઓડિયન સ્મિથે કરી હતી. હાર્દિક પંડ્યા પ્રથમ બોલ પર 27 રનના અંગત સ્કોર પર આઉટ થયો હતો. આ પછી રાહુલ તેવટિયા બેટિંગ કરવા આવ્યો હતો. ડેવિડ મિલરે ત્રીજા બોલ પર સિક્સર ફટકારી હતી. જે બાદ એક રન લેવામાં આવ્યો હતો. ગુજરાતને જીતવા માટે છેલ્લા બે બોલમાં 12 રનની જરૂર હતી. રાહુલ તેવટિયાએ સતત બે છગ્ગા ફટકારીને ગુજરાતને 6 વિકેટે જીત અપાવી હતી. તેવટિયા 3 બોલમાં 13 અને ડેવિડ મિલર 6 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. ગુજરાત તરફથી શુભમન ગિલે 96 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
ગુજરાત ટાઈટન્સની પંજાબ કિંગ્સ સામે 6 વિકેટથી શાનદાર જીત થઈ છે. છેલ્લી ઓવરમાં ગુજરાતને જીત માટે એક બોલમાં 6 રનની જરુર હતી. રાહુલ તેવટિયાએ છેલ્લા બોલ પર સિક્સ ફટકારી ટીમને શાનદાર જીત અપાવી હતી. આ મેચમાં શુભમન ગિલે શાનદાર ઈનિંગ રમતા 96 રન બનાવ્યા હતા. ગિલ સદી ચૂકી ગયો હતો.
કાગિસો રબાડાએ નો બોલથી આ ઓવરની શરૂઆત કરી હતી. શુભમન ગિલે પ્રથમ બોલ પર એક રન લીધો હતો. હાર્દિક પંડ્યાએ ઓવરના બીજા અને ત્રીજા બોલ પર સતત બે ચોગ્ગા ફટકાર્યા હતા. પંડ્યાએ ચોથા બોલ પર એક રન લીધો હતો. શુબમન ગિલ ઓવરના પાંચમા બોલ પર 96 રન બનાવીને આઉટ થયો હતો. રબાડાના બોલ પર મયંક અગ્રવાલે ગિલનો કેચ લીધો હતો. હવે ડેવિડ મિલર બેટિંગ કરવા આવ્યો છે. ગુજરાતને જીતવા માટે છેલ્લી ઓવરમાં 19 રનની જરૂર છે. ગુજરાતનો સ્કોર 19 ઓવર પછી 171/3
ફરી એકવાર વૈભવ અરોરા બોલિંગ કરવા આવ્યો. ઓવરના ત્રીજા બોલ પર શુભમન ગિલ ચોગ્ગો ફટકારીને સ્કોરને આગળ લઈ ગયો. ધીમે ધીમે ગિલ તેની સદી તરફ આગળ વધી રહ્યો છે. હવે ગુજરાતને જીતવા માટે 42 બોલમાં 71 રનની જરૂર છે. 13 ઓવર પછી ગુજરાતનો સ્કોર 119/1 છે.
પંજાબના કેપ્ટન મયંક અગ્રવાલે ઓડિયન સ્મિથને બોલિંગ પર મૂક્યો હતો. ઓડિયનની આ ઓવરના ચોથા બોલ પર સાઈ સુદર્શને ચોગ્ગો ફટકાર્યો હતો. શુભમન ગિલ 59 અને સુદર્શન 27 રને રમી રહ્યા છે. ગુજરાતનો સ્કોર 10 ઓવર પછી 94/1
શુબમન ગિલે લિયામ લિવિંગસ્ટોનની ઓવરના બીજા બોલ પર ચોગ્ગો ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ સાથે જ બંને બેટ્સમેન વચ્ચે 50 રનની ભાગીદારી પૂર્ણ થઈ હતી. ચોથા બોલ પર પણ ગિલે ચોગ્ગો ફટકાર્યો હતો. ગુજરાતનો સ્કોર 9 ઓવર પછી 88/1
આ ઓવરમાં ઓડિયન સ્મિથ બોલિંગ કરવા આવ્યો હતો. શુભમન ગિલે ઓવરના બીજા બોલ પર સિક્સર ફટકારી હતી. શુભમન ગિલ તેની અડધી સદીથી માત્ર 3 રન દૂર છે. ગુજરાતનો સ્કોર 8 ઓવર પછી 76/1
બોલિંગમાં ફેરફાર કરીને રાહુલ ચહરને આક્રમણ પર મૂકવામાં આવ્યો હતો. સાઈ સુદર્શને ઓવરના પહેલા બોલ પર સિક્સર ફટકારી હતી. રાહુલ ચહરની આ ઓવર મોંઘી હતી અને બેટ્સમેનોએ તેમાંથી 13 રન બનાવ્યા હતા. ગુજરાતનો સ્કોર 7 ઓવર પછી 66/1
ફરી એકવાર વૈભવ અરોરા બોલિંગ કરવા આવ્યો. મેથ્યુ વેડે ઓવરના બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. બંને બેટ્સમેન સારી લયમાં છે અને સારી બેટિંગ કરી રહ્યા છે. ગુજરાતનો સ્કોર 3 ઓવર પછી 31/0
અર્શદીપ સિંહે પંજાબ માટે આ ઓવર કરી હતી. તેની આ ઓવરમાં શુભમન ગિલે તોફાની બેટિંગ કરી હતી. ગિલે ઓવરના પહેલા, ત્રીજા અને પાંચમા બોલ પર ચોગ્ગા ફટકાર્યા હતા. 2 ઓવર પછી ગુજરાતનો સ્કોર 24/0
ગુજરાત માટે હાર્દિક પંડ્યાએ છેલ્લી ઓવર કરી હતી. રાહુલ ચહરે ઓવરના પહેલા બોલ પર સિક્સર ફટકારી હતી. ચોથા બોલ પર ચહરે ચોગ્ગો ફટકારીને સ્કોરને આગળ વધાર્યો. છેલ્લી ઓવરમાં બેટ્સમેનોએ 16 રન બનાવ્યા હતા. રાહુલ ચહર 22 અને અર્શદીપ સિંહે 10 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. પંજાબે નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 189 રન બનાવ્યા છે. પંજાબ માટે લિવિંગસ્ટોને સૌથી વધુ 64 રનની ઇનિંગ રમી હતી. ગુજરાત તરફથી રાશિદ ખાને 3 અને દર્શન નલકાંડેએ 2 વિકેટ ઝડપી હતી. લોકી ફર્ગ્યુસન, હાર્દિક પંડ્યા અને મોહમ્મદ શમીને એક-એક વિકેટ મળી હતી. ગુજરાતને જીતવા માટે 20 ઓવરમાં 190 રન બનાવવાની જરૂર છે.
લોકી ફર્ગ્યુસનની આ ઓવરના બીજા બોલ પર રાહુલ ચહરે ચોગ્ગો ફટકાર્યો હતો. પંજાબે છેલ્લી કેટલીક ઓવરોમાં ઘણી વિકેટ ગુમાવી હતી. હવે છેલ્લી જોડી મેદાનમાં છે. અર્શદીપ સિંહે છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. ફર્ગ્યુસનની આ ઓવરમાં બેટ્સમેનોએ 9 રન બનાવ્યા હતા. પંજાબનો સ્કોર 19 ઓવર પછી 173/9
રાશિદ ખાને આ ઓવરમાં ઘાતક બોલિંગ કરતા પહેલા 64 રનના અંગત સ્કોર પર લિયામ લિવિંગસ્ટોનને ડેવિડ મિલરના હાથે કેચ કરાવ્યો હતો. આ પછી પાંચમા બોલ પર રાશિદે શાહરૂખ ખાનને 15 રનના અંગત સ્કોર પર આઉટ કર્યો હતો. રાશિદ ખાને આ ઓવરમાં માત્ર 3 રન આપ્યા હતા. હવે કાગિસો રબાડા અને રાહુલ ચહર ક્રિઝ પર હાજર છે. પંજાબનો સ્કોર 16 ઓવર પછી 155/7
મોહમ્મદ શમીની આ ઓવર ઘણી મોંઘી હતી. શાહરૂખ ખાને ઓવરના ત્રીજા અને ચોથા બોલ પર સતત બે સિક્સર ફટકારી હતી. લિવિંગસ્ટોને છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને પંજાબનો સ્કોર 150ની પાર પહોંચાડ્યો હતો. લિવિંગસ્ટોન 64 અને શાહરૂખ ખાન 14 રન બનાવીને રમી રહ્યા છે. 15 ઓવર પછી પંજાબનો સ્કોર 152/5 છે.
રાહુલ તેવટિયાની ઓવરને લિયામ લિવિંગસ્ટોને ફોર સાથે તેનુ સ્વાગત કર્યું. આ પછી એક સિંગલ રન લીધો. ત્યારબાદ જીતેશ શર્માએ સતત બે સિક્સર ફટકારી હતી. લિવિંગસ્ટોને છેલ્લા બોલ પર સિક્સર ફટકારીને માત્ર 21 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેવટિયાની ઓવર ઘણી મોંઘી હતી અને તેણે 24 રન આપ્યા હતા. પંજાબનો સ્કોર 13 ઓવર પછી 124/3
હાર્દિક પંડ્યા તેની ત્રીજી ઓવર નાખવા આવ્યો. જીતેશ શર્માએ બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. પંડ્યાની ઓવરના છેલ્લા બોલ પર લિવિંગસ્ટોને સિંગલ ફટકારીને પંજાબનો સ્કોર 100 સુધી પહોંચાડ્યો હતો. પંજાબનો સ્કોર 12 ઓવર પછી 100/3
રાશિદ ખાને આ ઓવરના પહેલા બોલ પર જ શિખર ધવનને મેથ્યુ વેડના હાથે કેચ આઉટ કરાવીને પેવેલિયન મોકલી દીધો હતો. ધવને 30 બોલમાં 35 રન બનાવ્યા હતા. હવે જીતેશ શર્મા બેટિંગ કરવા આવ્યો છે. પંજાબનો સ્કોર 11 ઓવર પછી 90/3
લિયામ લિવિંગસ્ટોન આજે પણ સારી લયમાં હોય તેવું લાગે છે. દર્શન નલકાંડેની ઓવરના પહેલા બોલ પર લિવિંગસ્ટોને બીજા બોલ પર સિક્સર અને એક ફોર ફટકારી હતી. લિવિંગસ્ટોને છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકાર્યો અને તેની સાથે જ શિખર ધવન સાથે તેની 50 રનની ભાગીદારી પૂરી થઈ. લિવિંગસ્ટોન 36 અને ધવન 35 રન બનાવીને રમી રહ્યા છે. પંજાબનો સ્કોર 10 ઓવર પછી 86/2
રાશિદ ખાનની આ ઓવરમાં લિયામ લિવિંગસ્ટોને લાંબો શોટ ફટકાર્યો હતો, પરંતુ બાઉન્ડ્રીલાઈન પર ઉભેલા હાર્દિક પંડ્યાએ તેનો કેચ પકડ્યો હતો. જ્યારે અમ્પાયરે તપાસ કરી તો જાણવા મળ્યું કે તેનો પગ બાઉન્ડ્રી લાઇનને સ્પર્શ્યો હતો અને લિવિંગસ્ટોનને જીવનદાન આપવામાં આવ્યું હતું. પંજાબનો સ્કોર 9 ઓવર પછી 70/2
ગુજરાત તરફથી IPLમાં પદાર્પણ કરનાર દર્શન નલકાંડે તેની પ્રથમ ઓવર નાખવા આવ્યો હતો. તેણે વાઈડ બોલથી શરૂઆત કરી. લિવિંગસ્ટોને ચોથા બોલ પર સિક્સર ફટકારી હતી. આ ઓવરમાં બંને બેટ્સમેનોએ 11 રન બનાવ્યા હતા. પંજાબનો સ્કોર 8 ઓવર પછી 60/2
પંજાબ કિંગ્સને બીજો ઝટકો લાગ્યો છે. બેયરસ્ટો માત્ર 8 રન બનાવીને આઉટ થયો છે. પંજાબની ટીમે 5.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 40 રન બનાવી લીધા છે. હાલ ધવન 21 રને રમતમાં છે.
પંજાબ કિંગ્સનો સ્કોર 4 ઓવર બાદ 1 વિકેટ ગુમાવીને 25 રન થયો છે. શિખર ધવન અને બેયરસ્ટો રમતમાં છે. ધવન 11 રને રમતમાં છે. બેયરસ્ટો 8 રન બનાવીને રમતમાં છે.
પંજાબની ટીમને પ્રથમ ઝટકો લાગ્યો છે. મયંક અગ્રવાલ માત્ર 5 રન બનાવી આઉટ થયો છે. બીજી ઓવરમાં હાર્દિક પંડ્યાએ તેને આઉટ કર્યો છે.
પંજાબ કિંગ્સની ઓપનિંગ જોડી મેદાનમાં ઉતરી છે. કેપ્ટન મયંક અગ્રવાલ અને શિખર ધવને ઇનિંગ્સની શરૂઆત કરી હતી. ગુજરાત તરફથી પ્રથમ ઓવર મોહમ્મદ શમીએ કરી હતી. ઓવરના ચોથા બોલ પર મયંક અગ્રવાલે ચોગ્ગો ફટકારીને ટીમનું ખાતું ખોલાવ્યું હતું. પંજાબનો સ્કોર 1 ઓવર પછી 5/0
મયંક અગ્રવાલ (c), શિખર ધવન, લિયામ લિવિંગસ્ટોન, જોની બેરસ્ટો, ઓડિયન સ્મિથ, શાહરૂખ ખાન, જીતેશ શર્મા (wk), અર્શદીપ સિંહ, વૈભવ અરોરા, કાગીસો રબાડા, રાહુલ ચહર
મેથ્યુ વેડ (wk), શુભમન ગિલ, સાઈ સુદર્શન, હાર્દિક પંડ્યા (c), ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, અભિનવ મનોહર, રાશિદ ખાન, લોકી ફર્ગ્યુસન, મોહમ્મદ શમી, દર્શન નલકાંડે
ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ પંજાબ કિંગ્સ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મયંક અગ્રવાલની આગેવાનીમાં પંજાબની ટીમ પ્રથમ બેટિંગ કરશે.
નમસ્કાર! એબીપી અસ્મિતા ન્યૂઝના લાઈવ બ્લોગમાં આપનું સ્વાગત છે. IPLમાં આજે પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. લાઇવ મેચ સ્કોર્સ અને નવીનતમ અપડેટ્સ માટે અમારા બ્લોગ સાથે જોડાયેલા રહો.
બ્રેકગ્રાઉન્ડ
IPL 2022 માં આજે ચાહકોને એક હાઇ-વોલ્ટેજ મેચ જોવા મળશે, જ્યારે પંજાબ કિંગ્સ (PBKS) અને ગુજરાત ટાઇટન્સ (GT) ની ટીમો એકબીજા સામે ટકરાશે. આ મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે. આ સિઝનમાં પ્રથમ વખત બંને ટીમો વચ્ચે ટક્કર થશે. ગુજરાતની ટીમનું પ્રદર્શન આ સિઝનમાં અત્યાર સુધી શાનદાર રહ્યું છે અને ટીમે તેની બંને મેચ જીતી છે. જ્યારે પંજાબ કિંગ્સની ટીમે પણ શાનદાર પ્રદર્શન કર્યું છે અને ત્રણમાંથી બે મેચ જીતી છે, જ્યારે એક મેચ હારી છે. બંને ટીમો નવા કેપ્ટન સાથે સિઝનમાં રમી રહી છે. મયંક અગ્રવાલને પંજાબની કમાન સોંપવામાં આવી છે જ્યારે હાર્દિક પંડ્યા ગુજરાતનું નેતૃત્વ કરી રહ્યો છે.
બ્રેબોર્ન સ્ટેડિયમની પીચ સામાન્ય રીતે બોલરો અને બેટ્સમેન બંનેને મદદ કરે છે. આ જમીન પર ઝાકળ એક મહત્વપૂર્ણ પરિબળ બનશે. મેદાનની બાઉન્ડ્રી નાની છે અને આઉટફિલ્ડ ઝડપી છે, તેથી આ મેચમાં મોટો સ્કોર થવાની સંભાવના છે. આ વિકેટ પર પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 180 રન છે. બીજા નંબર પર બેટિંગ કરી રહેલી ટીમનો અહીં શાનદાર રેકોર્ડ છે. આ મેદાન પર પીછો કરતી ટીમની જીતની ટકાવારી 60 છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -