IPL 2022: રવિવારે પંજાબ કિંગ્સ સામે પાંચ વિકેટથી હારનો સામનો કર્યા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે કહ્યું કે, ઓડિયન સ્મિથનો કેચ છોડવો તેની ટીમને ઘણો ભારે પડ્યો. મેન ઓફ ધ મેચ સ્મિથે માત્ર આઠ બોલમાં અણનમ 25 રનની ઇનિંગ રમીને પંજાબને જંગી સ્કોર ચેઝ કરવામાં સફળતા અપાવીને મેચ જીતી લીધી હતી.
વિજય માટે 206 રનના લક્ષ્યાંકનો પીછો કરતા પંજાબના બેટ્સમેનનો કેચ 17મી ઓવરમાં છુટ્યો હતો. ઇનિંગ્સની 17મી ઓવરમાં અનુજ રાવતે હર્ષલ પટેલના બોલ પર ઓડિયન સ્મિથનો કેચ છોડ્યો હતો. આ પછી, સ્મિથે આગલી ઓવરમાં મોહમ્મદ સિરાજ સામે ત્રણ છગ્ગા અને એક ચોગ્ગો ફટકારીને મેચને પલટી દીધી હતી.
ડુ પ્લેસિસે કહ્યું ક્યાં ચૂક થઈઃ
મેચમાં 57 બોલમાં 88 રનની શાનદાર ઇનિંગ રમનાર ડુ પ્લેસિસે કહ્યું, અમારી બોલિંગ સારી હતી. જો સ્મિથે તે કેચ પકડ્યો હોત, તો અમારી પાસે છેલ્લી ઓવરમાં બચાવ માટે 10-15 રન હોત. અમે ઘણી વાર કહીએ છીએ કે કેચ તમે મેચ જીતાડે છે. ડુ પ્લેસિસે વધુ ઉમેર્યું કે, "ઝાકળને કારણે પાછળથી બોલિંગ કરવી પડકારજનક હતી અને પંજાબે પાવર પ્લેમાં સારી બેટિંગ કરીને અમારી મુશ્કેલીઓમાં વધારો કર્યો.
સિઝનની જીત સાથે શરૂઆત કરનાર પંજાબના કેપ્ટન મયંક અગ્રવાલે પણ સ્વીકાર્યું કે બીજી ઇનિંગમાં બેટિંગ કરવી સરળ હતી. તેણે કહ્યું, "ઝાકળને કારણે બીજી ઇનિંગ્સમાં બેટિંગ કરવી સરળ હતી, પરંતુ પિચ પર કેટલાક બોલ અટકી-અટકીને આવી રહ્યા હતા જેના કારણે સમસ્યા થઈ રહી હતી." અમારી ટીમે 15-20 રન વધુ આપ્યા, પરંતુ એ ટાર્ગેટનો પીછો કરવો સારો રહ્યો.
આ પણ વાંચોઃ