CSK vs LSG: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે આ સિઝનમાં છઠ્ઠી મેચ ચેન્નાઇ અને લખનઉ વચ્ચે રમાશે. એકબાજુ ધોની અને બીજીબાજુ રાહુલની બ્રિગેડ આમને સામને ટકરાશે. ખાસ વાત છે કે, આ સિઝનમાં બન્ને ટીમો પહેલીવાર આમને સામને ટકરાઇ રહી છે, ગત સિઝનની વાત કરીઓ તો લખનઉ ચેન્નાઇને એક વાર હાર આપી ચૂક્યું છે, અને આ વખતે ફરી એકવાર હાર આપીને આ સિઝનની બીજી જીત હાંસલ કરવા  પ્રયાસ કરશે.


ચેન્નાઇ પહેલી મેચમાં હાર્યુ, લખનઉ જીતી ચૂકી છે પ્રથમ મેચ -
ચેન્નાઈ સુપર કિંગ્સનો મુકાબલો લખનઉ સુપર જાયન્ટ્સ સામે થશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ચેન્નાઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. IPL 2023માં બંને ટીમોની આ બીજી મેચ હશે. આ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સે પોતાની પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ સામે હારનો સામનો કરી ચૂકી છે, તો વળી, લખુ પોતાની પ્રથમ મેચમાં દિલ્હી સામે જીતીને આવ્યુ છે. ધોનીની ટીમ આજે જીતી સાથે વાપસી કરવા માંગશે, તો વળી, કેએલ રાહુલ ફરી એકવાર ટીમને જીત સાથે આગળ લઇ જવા માટે પ્રયાસ કરશે. મેચ પહેલા જાણો આજે કેવી રહેશે પીચ, ને કોણે કરશે મદદ....


જાણો આજે શું છે પીચનો મિજાજ - 
ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે આજે રમાનારી આ મેચ ચેન્નાઈના એમ ચિદમ્બરમ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ ચેન્નાઈ સુપર કિંગ્સનું હૉમ ગ્રાઉન્ડ છે. બીજીતરફ અહીંની પીચની વાત કરીએ, તો આ મેદાનની પીચ ખૂબ જ ધીમી છે, આવી સ્થિતિમાં અહીં સ્પિનરોનું પલડું ભારે જણાશે. CSK કેમ્પમાં એકથી વધુ સ્પિનર ​​પણ ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં ચેન્નાઇને તેના હૉમ ગ્રાઉન્ડ પર હરાવવું ખુબ મુશ્કેલ રહેશે.