Royal Challengers Bangalore vs Gujarat Titans: ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022ની 67મી મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 8 વિકેટે જીત થઇ હતી. આ મેચ જીત્યા બાદ RCBએ પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. આ જીત બાદ હવે આરસીબીના 16 પોઈન્ટ થઈ ગયા છે.






કોહલી ફોર્મમાં પાછો ફર્યો


169ના સ્કોરનો પીછો કરવા ઉતરેલી આરસીબીએ શાનદાર શરૂઆત કરી હતી. કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ અને વિરાટ કોહલીએ પ્રથમ વિકેટ માટે 14.3 ઓવરમાં 115 રનની ભાગીદારી કરી હતી. રાશિદ ખાને આ પાર્ટનરશીપ તોડી હતી. પ્લેસિસ 44 રનના સ્કોર પર આઉટ થયો હતો. પ્લેસિસે 38 બોલમાં 44 રન ફટકાર્યા હતા. બાદમાં વિરાટ કોહલીએ બાજી સંભાળી હતી.


કોહલી આજે શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. તેણે પોતાની અડધી સદી પુરી કરી હતી. તેણે 53 બોલમાં 73 રનની ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગ દરમિયાન તેણે 8 ચોગ્ગા અને બે સિક્સ ફટકારી હતી. બાદમાં મેક્સવેલ અને દિનેશ કાર્તિકે ટીમને જીત અપાવી હતી. વિરાટ કોહલીએ આ ઇનિંગ સાથે મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. ટી-20 ક્રિકેટમાં કોહલીએ આરસીબી માટે 7000 રન પુરા કર્યા હતા.


હાર્દિકે તોફાની ઇનિંગ રમી હતી


આ અગાઉ પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી 168 રન બનાવ્યા હતા. કેપ્ટન હાર્દિક પંડ્યાએ અણનમ 62 રનની આક્રમક ઇનિંગ રમી હતી. ટીમ માટે કેપ્ટન હાર્દિક અને ડેવિડ મિલરે 47 બોલમાં 61 રનની ભાગીદારી કરી હતી.


 


પતિ-પત્નીના ઝઘડામાં થયેલા ફાયરિંગમાં રોડ પરથી પસાર થતા વ્યક્તિની હત્યા, જાણો શું છે સમગ્ર મામલો


સાઉથ હસીના સંયુક્તા હેગડેનો બ્લૂ બિકીનીમાં HOT અવતાર, બીચ પરથી વાયરલ થઇ તસવીરો........


Road Rage Case: નવજોત સિંહ સિદ્ધુને સુપ્રીમ કોર્ટનો આંચકો, 34 વર્ષ જૂના કેસમાં 1 વર્ષની સજા ફટકારી


SBIના કરોડો ગ્રાહકો માટે મોટા સમાચાર, શું તમારું એકાઉન્ટ પણ બ્લોક થઈ ગયું છે, જાણો અહીં...