RCB vs LSG Score: લખનઉ સુપર જાયન્ટ્સે બેંગ્લુરુને 28 રને હરાવ્યું, મયંક યાદવની ઘાતક બોલિંગ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે ટક્કરની વાત કરીએ તો, બંને ટીમો અત્યાર સુધીમાં IPLમાં ચાર વખત સામસામે આવી ચુકી છે.
IPL 2024ની 15મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 28 રનથી હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગલુરુની ટીમ 19.4 ઓવરમાં 153 રનમાં સમેટાઈ ગઈ હતી.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લુુરુની ટીમને સાતમાં ઝટકો લાગ્યો છે. દિનેશ કાર્તિક માત્ર 4 રન બનાવી આઉટ થયો છે. હાલમાં ટીમનો સ્કોર 17 ઓવરમાં 136 રન છે.
નવ ઓવર પછી બેંગલુરુએ ચાર વિકેટ ગુમાવીને 60 રન બનાવ્યા છે. હાલમાં અનુજ રાવત અને રજત પાટીદાર ક્રિઝ પર છે. બેંગલુરુની ટીમ સારી શરૂઆતનો ફાયદો ઉઠાવવામાં સફળ રહી નથી. મયંક યાદવે ફરી એકવાર પોતાની ફાસ્ટ બોલિંગથી તબાહી મચાવી છે.
ફાફ ડુ પ્લેસિસ છઠ્ઠી ઓવરના પ્રથમ બોલ પર રન આઉટ થયો હતો. આરસીબીનો સ્કોર હવે 5.1 ઓવરમાં 2 વિકેટે 42 રન છે.
બેંગલુરુની ટીમને પહેલો ફટકો 40 રનના સ્કોર પર લાગ્યો છે. સિદ્ધાર્થે વિરાટ કોહલીને 22 રનના અંગત સ્કોર પર પેવેલિયન મોકલ્યો હતો. હાલમાં ફાફ ડુપ્લેસીસ અને રજત પાટીદાર ક્રિઝ પર છે.
લખનૌ સુપર જાયન્ટ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 182 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા હતા. નિકોલસ પુરને 21 બોલમાં એક ફોર અને પાંચ સિક્સરની મદદથી 40 રનની ઇનિંગ રમી હતી. લખનૌએ છેલ્લી પાંચ ઓવરમાં બે વિકેટ ગુમાવીને 50 રન બનાવ્યા હતા. જેમાં 19મી ઓવરમાં 20 રન અને 20મી ઓવરમાં 13 રન સામેલ છે.
લખનૌને 143ના સ્કોર પર ચોથો ઝટકો લાગ્યો હતો. ક્વિન્ટન ડી કોક 56 બોલમાં આઠ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 81 રન બનાવીને આઉટ થયો હતો. હાલમાં નિકોલસ પુરન અને આયુષ બદોની ક્રિઝ પર છે. 17 ઓવર પૂરી થઈ ગઈ છે.
129ના સ્કોર પર લખનૌને ત્રીજો ઝટકો લાગ્યો હતો. માર્કસ સ્ટોઇનિસ 15 બોલમાં 24 રન બનાવીને આઉટ થયો હતો. સ્ટોઇનિસે પોતાની ઇનિંગમાં એક ફોર અને બે સિક્સર ફટકારી હતી. 14 ઓવર પછી લખનૌનો સ્કોર ત્રણ વિકેટે 129 રન છે. હાલમાં ડી કોક અને નિકોલસ પૂરન ક્રિઝ પર છે.
લખનૌની ટીમને નવમી ઓવરમાં 73ના સ્કોર પર બીજો ઝટકો લાગ્યો હતો. સિરાજે દેવદત્ત પડિકલને વિકેટકીપર અનુજ રાવતના હાથે કેચ કરાવ્યો હતો. તે 11 બોલમાં છ રન બનાવી શક્યો હતો. હાલમાં ડી કોક 43 રન બનાવી ચુક્યો છે અને સ્ટોઈનીસ ક્રીઝ પર છે. આ પહેલા મેક્સવેલે કેએલ રાહુલ (20)ને આઉટ કર્યો હતો.
લખનૌ સુપરજાયન્ટ્સને પહેલો ઝટકો 53ના સ્કોર પર લાગ્યો હતો. કેપ્ટન કેએલ રાહુલ 14 બોલમાં 20 રન બનાવીને આઉટ થયો હતો. તે મેક્સવેલના હાથે મયંક ડાગરના હાથે કેચ આઉટ થયો હતો. હાલમાં દેવદત્ત પડિક્કલ અને ક્વિન્ટન ડી કોક ક્રિઝ પર છે. છ ઓવર પછી લખનૌનો સ્કોર એક વિકેટે 54 રન છે.
લખનૌ સુપરજાયન્ટ્સ: કેએલ રાહુલ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), દેવદત્ત પડિકલ, આયુષ બદોની, નિકોલસ પૂરન, માર્કસ સ્ટોઈનિસ, ક્રુણાલ પંડ્યા, નવીન ઉલ હક, યશ ઠાકુર, રવિ બિશ્નોઈ, મયંક યાદવ. ઈમ્પેક્ટ પ્લેયર્સ: એમ સિદ્ધાર્થ, શમર જોસેફ, દીપક હુડા, અમિત મિશ્રા, કૃષ્ણપ્પા ગૌતમ.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: ફાફ ડુ પ્લેસીસ (કેપ્ટન), વિરાટ કોહલી, કેમેરોન ગ્રીન, ગ્લેન મેક્સવેલ, રજત પાટીદાર, અનુજ રાવત, દિનેશ કાર્તિક, રીસ ટોપ્લે, મયંક ડાગર, મોહમ્મદ સિરાજ, યશ દયાલ. ઈમ્પેક્ટ પ્લેયર્સ: સુયશ પ્રભુદેસાઈ, મહિપાલ લોમર, માઈકલ કર્ણ શર્મા, વિજયકુમાર વિશાક, સ્વપ્નિલ સિંહ.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લખનૌ સુપર જાયન્ટ્સ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કેપ્ટન ફાફ ડુપ્લેસિસે પ્લેઈંગ-11માં એક ફેરફાર કર્યો છે. ફાસ્ટ બોલર અલઝારી જોસેફની જગ્યાએ ફાસ્ટ બોલર રીસ ટોપ્લેનો સમાવેશ કરવામાં આવ્યો છે. લખનઉના કેપ્ટન કેએલ રાહુલે પણ પ્લેઈંગ-11માં એક ફેરફાર કર્યો છે. મોહસીન ખાનની જગ્યાએ યશ ઠાકુરને પ્લેઇંગ-11માં સામેલ કરવામાં આવ્યો છે.
બ્રેકગ્રાઉન્ડ
Royal Challengers Bengaluru vs Lucknow Super Giants: IPL 2024માં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાશે. આ મેચ RCBના હોમ ગ્રાઉન્ડ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. આ સિઝનમાં આરસીબીનું પ્રદર્શન ખૂબ જ સામાન્ય રહ્યું છે. ટીમે અત્યાર સુધી ત્રણ મેચ રમી છે જેમાં બે મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. RCB પોઈન્ટ ટેબલમાં 9માં નંબર પર છે. લખનૌએ બે મેચ રમી છે, જેમાં તેણે એક જીતી છે અને બીજી હાર્યું છે.
બેંગલુરુ વિ લખનૌ હેડ ટુ હેડ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે ટક્કરની વાત કરીએ તો, બંને ટીમો અત્યાર સુધીમાં IPLમાં ચાર વખત સામસામે આવી ચુકી છે. બેંગલુરુની ટીમ લખનૌ પર પ્રભુત્વ ધરાવે છે. ચાર મેચોમાં આરસીબીએ 3માં જીત મેળવી છે, જ્યારે લખનૌએ માત્ર 1 મેચ જીતી છે. જોકે, લખનૌએ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર મેચમાં બેંગલુરુને હરાવ્યું હતું. આજે પણ બંને વચ્ચેની ટક્કર એમ ચિન્નાસ્વામીમાં જ થશે.
બંને ટીમો ગત સિઝનમાં 1-1 મેચ જીતી હતી
છેલ્લી સિઝનમાં એટલે કે IPL 2023માં RCB અને લખનૌ વચ્ચે બે મેચ રમાઈ હતી, જેમાં બંને ટીમો 1-1થી જીતી હતી. બેંગલુરુમાં રમાયેલી પ્રથમ મેચમાં લખનૌનો 1 વિકેટે વિજય થયો હતો. ત્યારબાદ લખનૌના મેદાન પર રમાયેલી બીજી મેચમાં આરસીબીએ 18 રનથી જીત મેળવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -