RR vs GT Score: રોમાંચક મેચમાં ગુજરાતે રાજસ્થાનને ત્રણ વિકેટથી આપી હાર

જયપુરમાં રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ રમાશે. રાજસ્થાને આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે IPL 2024માં કુલ ચાર મેચ રમી છે અને તે તમામમાં જીત મેળવી છે.

abp asmita Last Updated: 10 Apr 2024 11:53 PM
GT vs RR લાઇવ સ્કોર: ગુજરાતે રાજસ્થાનને હરાવ્યું

ગુજરાત ટાઇટન્સે રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સને 3 વિકેટે હરાવ્યું હતું. આ સિઝનમાં રાજસ્થાનની આ પ્રથમ હાર છે. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 196 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે 7 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. છેલ્લા બોલ પર ટીમે મેચ જીતી લીધી હતી. રાજસ્થાન તરફથી સંજુ સેમસને 68 રનની અણનમ ઇનિંગ રમી હતી. રિયાન પરાગે 76 રન બનાવ્યા હતા. આ દરમિયાન ગુજરાત તરફથી ઉમેશ યાદવ, રાશિદ ખાન અને મોહિત શર્માએ એક-એક વિકેટ લીધી હતી.

RR vs GT લાઈવ સ્કોર: શાહરૂખ 14 રન બનાવીને આઉટ

અવેશ ખાને ગુજરાતને છઠ્ઠો ઝટકો આપ્યો હતો. તેણે શાહરૂખ ખાનને LBW આઉટ કર્યો હતો. તે 14 રન બનાવીને પરત ફર્યો હતો. તેની ટૂંકી ઇનિંગ્સમાં તેણે એક ફોર અને એક સિક્સર ફટકારી હતી. રાશિદ ખાન આઠમા નંબર પર બેટિંગ કરવા આવ્યો છે. હવે ટીમને 13 બોલમાં 36 રનની જરૂર છે.

RR vs GT લાઈવ સ્કોર: ગિલે અડધી સદી પૂરી કરી 

ગિલે પોતાની અડધી સદી 35 બોલમાં પૂરી કરી હતી. આ તેની ટી20 કારકિર્દીની 24મી ફિફ્ટી છે. હાલમાં તે 36 બોલમાં 51 રન બનાવીને અણનમ અને વિજય શંકર નવ બોલમાં 16 રન બનાવીને અણનમ રમી રહ્યો છે.

RR vs GT લાઈવ સ્કોર: વરસાદ ફરી શરુ

જયપુરનું હવામાન પ્રશંસકો અને ખેલાડીઓ માટે સમસ્યા બની રહ્યું છે. ફરી એકવાર વરસાદ આવ્યો છે, જેના કારણે મેચ અધવચ્ચે જ અટકાવી દેવામાં આવી છે. 10 ઓવરની રમત પૂર્ણ થઈ ગઈ છે, ગિલ અને મેથ્યુ વેડ ક્રિઝ પર હાજર છે. ટીમનો સ્કોર 77/1 છે.

RR vs GT Live Score: રાજસ્થાને ગુજરાતને 197 રનનો ટાર્ગેટ આપ્યો

IPL 2024 ની 24મી મેચ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ રહી છે. વરસાદથી પ્રભાવિત આ મેચમાં રાજસ્થાને પ્રથમ બેટિંગ કરતા ત્રણ વિકેટ ગુમાવીને 196 રન બનાવ્યા હતા અને ગુજરાતને 197 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. આ મેચમાં યશસ્વી જયસ્વાલ અને જોસ બટલર વચ્ચે પ્રથમ વિકેટ માટે 32 રનની ભાગીદારી નોંધાઈ હતી. જયસ્વાલ પાંચ ચોગ્ગાની મદદથી 24 રન બનાવીને આઉટ થયો હતો જ્યારે છેલ્લી મેચમાં અણનમ સદી ફટકારનાર બટલર માત્ર આઠ રન બનાવી શક્યો હતો. રાશિદ ખાને તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. સ્પિનરે ટી20 ક્રિકેટમાં પાંચમી વખત અનુભવી બેટ્સમેનને આઉટ કર્યો. આ પછી ઇનિંગ્સ સંજુ સેમસન અને રેયાન પરાગે સંભાળી હતી. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 130 રનની જોરદાર ભાગીદારી થઈ હતી.

RR vs GT લાઈવ સ્કોર: 12 ઓવર પછી રાજસ્થાનનો સ્કોર 89/2

રાજસ્થાન રોયલ્સના સંજુ સેમસન અને રિયાન પરાગ વચ્ચે મજબૂત ભાગીદારી જોવા મળી રહી છે. બંને વચ્ચે 47 રનની ભાગીદારી થઈ છે. 12 ઓવર પછી ટીમનો સ્કોર 89/2 છે.

RR vs GT લાઈવ સ્કોર: રાજસ્થાનને પહેલો ઝટકો લાગ્યો

ઉમેશ યાદવે રાજસ્થાનને પહેલો ઝટકો આપ્યો હતો. તેણે યશસ્વી જયસ્વાલને પાંચમી ઓવરના બીજા બોલ પર મેથ્યુ વેડના હાથે કેચ આઉટ કરાવ્યો. યુવા બેટ્સમેને 19 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 24 રન બનાવ્યા હતા. યશસ્વી અને બટલર વચ્ચે પ્રથમ વિકેટ માટે 32 રનની ભાગીદારી થઈ હતી. સંજુ સેમસન ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવ્યો છે.

રાજસ્થાન રોયલ્સ ટીમ

રાજસ્થાન રોયલ્સ: યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (વિકેટકીપર/કેપ્ટન), રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, અવેશ ખાન, નવદીપ સૈની, યુઝવેન્દ્ર ચહલ.

ગુજરાત ટાઇટન્સ ટીમ

ગુજરાત ટાઇટન્સઃ શુભમન ગિલ (કેપ્ટન), સાઇ સુદર્શન, વિજય શંકર, અભિનવ મનોહર, મેથ્યુ વેડ (વિકેટકીપર), રાહુલ તેવટિયા, રાશિદ ખાન, ઉમેશ યાદવ, સ્પેન્સર જોન્સન, નૂર અહેમદ, મોહિત શર્મા.

ગુજરાતે ટોસ જીત્યો

આજે IPL 2024 ની 24મી મેચ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે જયપુરમાં રમાઈ રહી છે. ગુજરાતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને રાજસ્થાનને પ્રથમ બેટિંગ કરવાની તક આપી.

બ્રેકગ્રાઉન્ડ

RR vs GT Score Live, IPL 2024: જયપુરમાં રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ રમાશે. રાજસ્થાને આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે IPL 2024માં કુલ ચાર મેચ રમી છે અને તે તમામમાં જીત મેળવી છે. જ્યારે ગુજરાતે 5માંથી 2 મેચ જીતી છે. 


જયપુરમાં રાજસ્થાનની આ સિઝનની ચોથી મેચ હશે. તેણે અહીં રમાયેલી છેલ્લી ત્રણ મેચ જીતી છે. રાજસ્થાને પ્રથમ મેચમાં લખનૌને હરાવ્યું હતું. આ પછી દિલ્હી અને બેંગ્લોરનો પરાજય થયો હતો. રાજસ્થાન પાસે સંજુ સેમસન, જોસ બટલર અને રેયાન પરાગ જેવા શાનદાર ખેલાડીઓ છે, જેઓ ગુજરાતની મુશ્કેલીઓ વધારી શકે છે. યુઝવેન્દ્ર ચહલે આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેઓ ગુજરાતની સમસ્યાઓ પણ વધારી શકે છે. યશસ્વી જયસ્વાલ હજુ સુધી કંઈ ખાસ કરી શક્યો નથી. તે આ સિઝનમાં સંઘર્ષ કરતો જોવા મળ્યો છે.


શુભમન ગિલની કપ્તાનીવાળી ટીમ ગુજરાત લખનૌ સામે છેલ્લી મેચ રમી હતી. જેમાં તેને 33 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. પંજાબે પણ તેને હરાવ્યા હતા. હવે ટીમ રાજસ્થાન સામે મેદાનમાં ઉતરશે. ગુજરાતમાં ઘણા અનુભવી ખેલાડીઓ છે જે અજાયબી કરી શકે છે. ઉમેશ યાદવ અને મોહિત શર્મા રાજસ્થાન પર પ્રભુત્વ જમાવી શકે છે. સાઈ સુદર્શને બેટ વડે કમાલ કરી શકે છે. આ સિઝનમાં ટીમ માટે સૌથી વધુ રન બનાવવાના મામલે તે નંબર વન સ્થાન પર છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.