RCB vs MI: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે સિઝન 15ની 18મી મેચમાં મુંબઇનો સામનો બેંગ્લૉર સામે થવાનો છે. આ મેચમાં ફરી એકવાર રોહિત સામે કોહલી ટક્કર આપતો દેખાશે. આ મેચમાં પોતાની પહેલી જીત માટે રોહિત શર્મા પ્લાન બનાવશે તો સામે વધુ એક જીત મેળવવા માટે ડુપ્લેસીસ પ્રયાસ કરશે. જાણો કેવી હશે બન્નેની ટીમ ને શું કહે છે પીચ રિપોર્ટ -
મેચ ડિટેલ -
આજની મેચ રાત્રે 7.30 વાગ્યાથી શરૂ થશે, મેચ મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, પુણેમાં રમાશે.
પિચ રિપોર્ટ -
પુણેની પીચ પર બૉલરોની પાસે વધારે કંઇ કરવા જેવુ નથી હોતુ. આવામાં બેટિંગ રવા માટે આ એક સારી પીચ છે. બૉલરો માટે શરૂઆતમાં વિકેટ લેવાનો સારો મોકો મળશે. મેચ જેમ જેમ આગળ વધશે તેમ તેમ ભેજ વધશે બૉલિંગ કરવી બૉલરો માટે મુશ્કેલ બની રહેશે. આ કારણે ટૉસ જીતનારી કોઇપણ ટીમ પહેલા બૉલિંગ કરવાનુ પસંદ કરશે.
સંભવિત પ્લેઇંગ ઇલેવન -
રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર ટીમ -
ફાક ડૂ પ્લેસીસ (કેપ્ટન), અનુજ રાવત, વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), ડેવિડ વિલી, વનિન્દુ હસરંગા, શાહબાજ અહેમદ, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ.
મુંબઇ ઇન્ડિયન્સ ટીમ -
રોહિત શર્મા (કેપ્ટન), ઇશાન કિશન (વિકેટકીપર), ડેવાલ્ડ બ્રેવિસ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, કીરોન પોલાર્ડ, ફેબિયન એલન, મુરુગન અશ્વિન, જસપ્રીત બુમરાહ, મિલ્સ, જયદેવ ઉનડકટ.
કોણ છે જીત માટે ફેવરેટ -
કાગળ પર તો રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની આ ટીમ મુંબઇથી ખુબ મજબૂત છે. આ ઉપરાંત બેંગ્લૉરની ટીમ ગઇ મેચ જીતીને આવી છે, આવામાં RCB આ મેચમાં જીત હાંસલ કરી શકે છે.
આ પણ વાંચો..........
Tips: કામ કરતી વખતે વારંવાર ગરમ થઇ જાય છે લેપટૉપ, તો આ રીતે કરો પ્રૉબ્લમ સૉલ્વ
આ કોમેડી શો સાથે સિદ્ધુની થઈ શકે છે વાપસી, ટીવી પર ફરીથી સાંભળવા મળશે ઠોકો તાલીની ગૂંજ
IPL 2022: સિઝનની શરુઆતમાં જ આઈપીએલની વ્યુરશિપમાં થયો મોટો ઘટાડો, જાણો BARCના રિપોર્ટનો ખુલાસો
ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, ટાઉન પ્લાનર અને આસિસ્ટન્ટ પ્લાનર 15 લાખની લાંચ લેતા ઝડપાયા
PBKS vs GT: તેવટીયાએ છેલ્લા 2 બોલમાં 2 સિક્સ મારી ગુજરાતને જીત અપાવી, વીડિયોમાં જુઓ એ જીતની ક્ષણો