Elon Musk and Shubman Gill: જ્યારથી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કે માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર ખરીદ્યું છે ત્યારથી ટ્વિટર પર લોકો વધુ સક્રિય થવા લાગ્યા છે. ખુદ ઈલોન મસ્કે અનેક ટ્વિટ કરીને લોકોને ચોંકાવી દીધા છે. ટ્વિટર પર લોકોએ એલોન મસ્કને અન્ય કંપનીઓ ખરીદવા માટે અપીલ કરવાનું શરૂ કર્યું છે. આ યાદીમાં ભારતીય ટીમના યુવા બેટ્સમેન શુભમન ગિલનું નામ પણ જોડાઈ ગયું છે.


ગિલે ટ્વિટ કરીને શું લખ્યું


શુભમન ગિલે રાત્રે 11:1 મિનિટે ટ્વિટ કર્યું. જેમાં તેણે એલોન મસ્કને પણ ટેગ કર્યા છે. ગિલે ટ્વિટ કરીને લખ્યું, "એલોન મસ્ક,  કૃપા કરીને સ્વિગી ખરીદો જેથી તે સમયસર ડિલિવરી કરે.






એલોન મસ્ક શુભમન ગિલનું આ ટ્વિટ કદાચ વાંચી શક્યા ન હોય, પરંતુ ફૂડ ડિલિવરી સ્ટાર્ટઅપ સ્વિગીએ ગિલના મેસેજનો જવાબ આપ્યો છે.


સ્વિગીએ શું આપ્યો જવાબ


સ્વિગીના ટ્વિટર એકાઉન્ટમાંથી ગિલના જવાબમાં, તેણે લખ્યું, "હાય શુભમન, , અમે ફક્ત તમારા ઓર્ડર ઈચ્છીએ છીએ અને તમારા ઓર્ડર સાથે બધું જ પરફેક્ટ હોય તેવું ઇચ્છીએ છીએ. તમારી વિગતો સાથે DM માં અમારો સંપર્ક કરો, અમે ઝડપથી કાર્યવાહી કરીશું.




થોડા સમય પછી બીજું ટ્વિટ આવ્યું, જેમાં લખ્યું હતું કે અમને તમારો સંદેશ મળ્યો છે. જલદી મળીશું.


માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક દ્વારા $44 બિલિયનમાં ખરીદી લેવામાં આવ્યું છે.


આઈપીએલમાં નથી કરી શક્યો શાનદાર દેખાવ


શુભમન ગિલ આઈપીએલમાં હાર્દિક પંડ્યાના નેતૃત્વવાળી ગુજરાત ટાઈટન્સમાં રમી રહ્યો છે. પરંતુ તે ધાર્યા પ્રમાણેનો શાનદાર દેખાવ કરી શક્યો નથી.