IPL 2022: આઈપીએલમાં આજે ગુજરાત ટાઈટન્સ (GT) અને સન રાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે મેચ રમાઈ રહી છે. ટોસ જીતીને સન રાઈઝર્સ હૈદરાબાદે પહેલાં બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. ત્યાર બાદ બેટિંગ કરવા ઉતરેલી ગુજરાતની ટીમની શરુઆત ખરાબ રહી હતી. ટીમનો મહત્વનો ઓપનર બેટ્સમેન શુભમન ગીલ અને ત્યાર બાદ સાંઈ સુંદર તરત આઉટ થઈ ગયા હતા. બીજી ઓવરના બીજા બોલ પર શુભમન ગીલની મહત્વની વિકેટ ઝડપવામાં ભુવનેશ્વર કુમારને સફળતા મળી હતી. 


ત્રિપાઠીનો કેચ ઓફ ટુર્નામેન્ટઃ
બીજી ઓવરમાં હૈદરાબાદના કેપ્ટન વિલિયમ્સને ભુવનેશ્વર કુમારને બોલિંગ કરવા આવી હતી. આ ઓવરમાં શુભમન ગીલ 9 બોલમાં 7 રન કરીને રમી રહ્યો હતો ત્યારે ઓવરના બીજા બોલ પર શુભમને બોલને ખુબ જ સુંદર રીતે અપર લેગ સાઈડમાં ફટકાર્યો હતો પરંતુ બોલ ઉંચે ના જતાં નીચો રહી ગયો હતો. આ દરમિયાન સતર્કતાથી ફિલ્ડીંગ કરી રહેલા રાહુલ ત્રિપાઠીએ ખુબ જ સુંદર રીતે કુદકો મારીને બોલને ઝડપી લીધો હતો. આ કેચ જોઈને તમામ દર્શકો પણ ચોંકી ગયા હતા. આમ ગુજરાત ટાઈટન્સના મહત્વના બેટ્સમેન શુભમન ગીલને 9 રનમાં જ આઉટ કરીને સનરાઈઝર્સ હૈદારાબાદના ભુવનેશ્વર કુમારને સફળતા મળી હતી. આ સુંદર કેચની સોશિયલ મીડિયામાં પણ પ્રસંશા થઈ હતી. એક યુઝર્સે આ કેચનો વીડિયો ટ્વીટ કરતાં લખ્યું કે, "કેચ ઓફ ટુર્નામેન્ટ"




ગુજરાત ટાઇટન્સ પ્લેઇંગ 11: મેથ્યુ વેડ, શુભમન ગિલ, સાઇ સુદર્શન, હાર્દિક પંડ્યા, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, અભિનવ મનોહર, રાશિદ ખાન, દર્શન નલકાંડે, મોહમ્મદ શમી, લોકી ફર્ગ્યુસન


સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઈંગ 11: અભિષેક શર્મા, કેન વિલિયમસન, રાહુલ ત્રિપાઠી, નિકોલસ પૂરન, એડન માર્કરામ, શશાંક સિંહ, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, માર્કો યેન્સન, ઉમરાન મલિક, ટી નટરાજન.