IPL 2022, SRH vs GT Best Dream 11: ઈંડિયન પ્રીમિયર લીગની 15મી સીઝનમાં ટીમો વચ્ચે જોરદાર ટક્કર થઈ રહી છે. આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઈટન્સની ટીમ સામ-સામે હશે. થોડી વારમાં આ મેચ મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે. આ પેહલાં જાણો આ મેચની બેસ્ટ ડ્રીમ ઈલેવન કઈ હોઈ શકે છે.


પિચ રિપોર્ટ શું કહે છેઃ
આજની આ મેચ ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે. ડીવાય પાટિલ સ્ટેડિયમની પિચ પર બોલરને ઘણો ઉછાળ મળતો હોય છે. આ પિચ બોલર અને બેટ્સમેન બંને માટે સારી છે. મેચ રાત્રે રમાશે જેના કારણે ઝાકળ મહત્વની ભૂમિકા ભજવશે. આ પિચ પર રમાયેલી અત્યાર સુધીની મેચોમાં 60 ટકા મેચો ટાર્ગેટનો પીછો કરનાર ટીમોએ જીતી છે. જેના કારણે જે ટીમ ટોસ જીતશે તે પહેલાં બોલિંગ કરવાનું જ પસંદ કરશે.


સનરાઈઝર્સ હૈદરાબાદની સંભવિત પ્લેઈંગ ઈલેવનઃ અભિષેક શર્મા, કેન વિલિયમ્સન (કેપ્ટન), રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ, નિકોલસ પૂરન, શશાંક સિંહ, વોશિંગટન સુંદર, ભુવનેશ્વર કુમાર, માર્કો જાનસેન, ટી નટરાજન, ઉમરાન મલિક/કાર્તિક ત્યાગી.


ગુજરાત ટાઈટન્સની સંભવિત પ્લેઈંગ ઈલેવનઃ શુભમન ગિલ, મેથ્યુ વેડ (વિકેટકીપર), સાંઈ સુદર્શન, હાર્દિક પંડ્યા (કેપ્ટન), ડેવિડ મિલર, રાહુલ તેવતિયા, અભિનવ મનોહર, રાશિદ ખાન, લોકી ફર્ગ્યુસન, મોહમ્મદ શમી અને દર્શન નાલકાંડે.


હૈદરાબાદ vs ગુજરાતની બેસ્ટ ડ્રીમ ઈલેવનઃ
વિકેટ કીપર - નિકોલસ પૂરન
બેટ્સમેન - શુભમન ગિલ, રાહુલ ત્રિપાઠી (કેપ્ટન), સાઈ સુદર્શન અને એડન માર્કરમ
ઓલરાઉન્ડર - અભિષેક શર્મા, હાર્દિક પંડ્યા અને વોશિંગટન સુંદર
બોલર - મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર અને રાશિદ ખાન


આ પણ વાંચોઃ


ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફરી શકે છે આ ધાકડ ખેલાડી, નિવૃત્તિનો નિર્ણય પરત લે તેવા સંકેત


IPL 2022: દિલ્હી અને કોલકાતા વચ્ચેની મેચમાં આ મિસ્ટ્રી ગર્લે લૂટી મહેફિલ, લોકોએ આપી આવી પ્રતિક્રિયા


યુઝવેન્દ્ર ચહલના આરોપ બાદ મુંબઈ ઈન્ડિયન્સના આ પૂર્વ ખેલાડીની મુશ્કેલી વધશે