SRH vs RR: સનરાઈઝર્સ હૈદરાબાદે રાજસ્થાનને 44 રને હરાવ્યું, ઈશાન કિશનની વિસ્ફોટક સદી

IPL 2025ની બીજી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાશે.

gujarati.abplive.com Last Updated: 23 Mar 2025 07:33 PM
SRH vs RR IPL 2025: હૈદરાબાદે રાજસ્થાનને 44 રને હરાવ્યું

IPL 2025ની બીજી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 44 રને હરાવ્યું હતું. હૈદરાબાદ માટે ઈશાન કિશને સદી ફટકારી હતી. જ્યારે હર્ષલ પટેલ અને સિમરજીત સિંહે બે-બે વિકેટ લીધી હતી.


પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 286 રન બનાવ્યા હતા. આ દરમિયાન ઈશાન કિશને અણનમ સદી ફટકારી હતી. તેણે 47 બોલમાં 106 રન બનાવ્યા હતા. ઈશાન કિશને 11 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. ટ્રેવિસ હેડે 67 રનની ઇનિંગ રમી હતી. ક્લાસને 34 રન બનાવ્યા હતા.


રાજસ્થાન તરફથી સંજુ સેમસને 66 રનની શાનદાર ઇનિંગ રમી હતી. 37 બોલનો સામનો કરીને તેણે 7 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. ધ્રુવ જુરેલે 35 બોલમાં 70 રન બનાવ્યા હતા. તેણે 5 ફોર અને 6 સિક્સર ફટકારી હતી.

SRH vs RR Live Score: રાજસ્થાન તરફથી હેટમાયર-દુબે બેટિંગ કરી રહ્યા છે

રાજસ્થાન રોયલ્સે 15 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 169 રન બનાવ્યા છે. શિમરોન હેટમાયર 7 રન બનાવીને રમી રહ્યો છે. શુભમ દુબે 1 રન બનાવીને રમી રહ્યો છે.


રાજસ્થાનને જીતવા માટે 30 બોલમાં 118 રનની જરૂર છે.

SRH vs RR Live Score: રાજસ્થાનને જીતવા માટે 126 રનની જરૂર છે

રાજસ્થાન રોયલ્સે સંજુ સેમસન બાદ ધુવ જુરેલની વિકેટ ગુમાવી છે. રાજસ્થાનની ટીમને જીતવા માટે 34 બોલમાં 126  રનની જરુર  છે. ધ્રુવ જુરેલ 35 બોલમાં 70 રન બનાવી આઉટ થયો. 

SRH vs RR Live Score: રાજસ્થાનને જીતવા માટે 162 રનની જરૂર છે

રાજસ્થાન રોયલ્સે 12 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 125 રન બનાવ્યા છે. સંજુ સેમસન 54 રન બનાવીને રમી રહ્યો છે. ધ્રુવ જુરેલ 49 રન બનાવીને રમી રહ્યો છે. આ બંને ખેલાડીઓ વચ્ચે 75 રનની ભાગીદારી છે.


રાજસ્થાનને જીતવા માટે 48 બોલમાં 162 રનની જરૂર છે.

SRH vs RR Live Score: રાજસ્થાન માટે સંજુની અડધી સદી

સંજુ સેમસને શાનદાર પ્રદર્શન કર્યું અને અડધી સદી ફટકારી છે. તે 26 બોલમાં 50 રન બનાવીને રમી રહ્યો છે. સેમસને 6 ફોર અને 3 સિક્સર ફટકારી છે. ધ્રુવ જુરેલ 46 રન બનાવીને રમી રહ્યો છે.


રાજસ્થાને 10 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 118 રન બનાવ્યા છે.

SRH vs RR Live Score: રાજસ્થાન માટે સંજુ-ધ્રુવનું શાનદાર પ્રદર્શન

રાજસ્થાન રોયલ્સ માટે સંજુ અને ધ્રુવ શાનદાર બેટિંગ કરી રહ્યા છે. ટીમે 6 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 77 રન બનાવી લીધા છે. સંજુ 33 રન અને ધ્રુવ 22 રન સાથે રમી રહ્યો છે. 

SRH vs RR Live Score: રાજસ્થાનને ત્રીજો ફટકો લાગ્યો, રાણા આઉટ

રાજસ્થાન રોયલ્સની ત્રીજી વિકેટ પડી છે. નીતિશ રાણા માત્ર 11 રન બનાવીને આઉટ થયો હતો. મોહમ્મદ શમીએ તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. 

SRH vs RR Live Score: સંજુ-યશસ્વી રાજસ્થાન માટે ઓપનિંગ કરી રહ્યા છે

રાજસ્થાન રોયલ્સને પહાડ જેવું લક્ષ્યાંક મળ્યું છે. સંજુ સેમસન અને યશસ્વી જયસ્વાલ ટીમ માટે ઓપનિંગ કરવા આવ્યા છે. હૈદરાબાદે પ્રથમ ઓવર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને સોંપી છે.

SRH vs RR Live Score: હૈદરાબાદે રાજસ્થાનને જીતવા આપ્યો 287 રનનો ટાર્ગેટ

ઈશાન કિશનની અણનમ સદી અને ટ્રેવિસ હેડની અડધી સદીના આધારે સનરાઈઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સ સામે જીતવા માટે 287 રનનો ટાર્ગેટ આપ્યો છે. આ મેચમાં ઈશાન કિશને વિસ્ફોટક ઈનિંગ રમી હતી. રાજસ્થાન તરફથી દેશપાંડેએ 3 વિકેટ ઝડપી હતી. 

SRH vs RR Live Score: ઈશાન કિશનની સદી

હૈદરાબાદે 19  ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 273  રન બનાવ્યા છે. ઈશાન કિશને શાનદાર ઈનિંગ રમતા વિસ્ફોટક સદી ફટકારી છે. માત્ર 45 બોલમાં ઈશાન કિશને સદી ફટકારી છે. આ સીઝનની પ્રથમ સદી ઈશાન કિશને ફટકારતા મેદાન પર જોરદાર માહોલ જોવા મળી રહ્યો છે.

SRH vs RR Live Score: હૈદરાબાદનો સ્કોર 250 રનને પાર 

હૈદરાબાદે 18 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 256  રન બનાવ્યા છે. ઈશાન કિશન 86 રન બનાવીને રમી રહ્યો છે. હેનરિક ક્લાસેન પણ વિસ્ફોટક ઈનિંગ રમી રહ્યો છે. 

SRH vs RR Live Score: હૈદરાબાદે 16 ઓવરમાં 219 રન બનાવ્યા 

હૈદરાબાદે 16 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 219 રન બનાવ્યા છે. ઈશાન કિશન 80 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 9 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા છે. હેનરિક ક્લાસેન 6 રન બનાવીને રમી રહ્યો છે.

SRH vs RR Live Score: હૈદરાબાદને ત્રીજો ફટકો, નીતિશ રેડ્ડી આઉટ

સનરાઇઝર્સ હૈદરાબાદની ત્રીજી વિકેટ પડી. નીતિશ કુમાર રેડ્ડી 15 બોલમાં 30 રન બનાવીને આઉટ થયો હતો. તેને તિક્ષણાએ આઉટ કર્યો હતો.


હૈદરાબાદે 14.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 202 રન બનાવ્યા છે. ઈશાન કિશન 70 રન બનાવીને રમી રહ્યો છે.

SRH vs RR Live Score: ઈશાને તબાહી મચાવી, વિસ્ફોટક અડધી સદી ફટકારી

ઈશાન કિશને વિસ્ફોટક બેટિંગ કરતા અડધી સદી ફટકારી છે. તેણે જોફ્રા આર્ચરની ખરાબ રીતે ધોલાઈ કરી છે. ઈશાન કિશન 28 બોલમાં 59 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 6 ફોર અને 3 સિક્સર ફટકારી છે. નીતિશ રેડ્ડી 19 રન બનાવીને રમી રહ્યો છે.

SRH vs RR Live Score: હૈદરાબાદ તરફથી રેડ્ડી-ઈશાન બેટિંગ કરી રહ્યા છે

સનરાઇઝર્સ હૈદરાબાદે 11 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 147 રન બનાવ્યા છે. ઈશાન કિશન 15 રન બનાવીને રમી રહ્યો છે. નીતિશ કુમાર રેડ્ડી 15 રન બનાવીને રમી રહ્યો છે.

SRH vs RR Live Score: હૈદરાબાદને મોટો ફટકો, હેડ આઉટ

સનરાઇઝર્સ હૈદરાબાદની મોટી વિકેટ પડી. ટ્રેવિસ હેડ વિસ્ફોટક ઇનિંગ બાદ આઉટ થયો હતો. તેણે 31 બોલનો સામનો કરીને 67 રન બનાવ્યા હતા. હેડની ઇનિંગમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. તુષાર દેશપાંડેએ તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો.


હવે નીતિશ કુમાર રેડ્ડી બેટિંગ કરવા આવ્યા છે. ઈશાન કિશન 33 રન બનાવીને રમી રહ્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદે 9.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 130 રન બનાવ્યા છે.  

SRH vs RR Live Score: હેડે વિસ્ફોટક અડધી સદી ફટકારી 

ટ્રેવિસ હેડે વિસ્ફોટક બેટિંગ કરતા પોતાની અડધી સદી પૂરી કરી છે. તે 24 બોલમાં 56 રન બનાવીને રમી રહ્યો છે. હેડે 7 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા છે. ઈશાન કિશન 31 રન બનાવીને રમી રહ્યો છે.


હૈદરાબાદે 8 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 115 રન બનાવ્યા છે.

SRH vs RR Live Score: SRH 7 ઓવરમાં 106/1

સનરાઇઝર્સ હૈદરાબાદનો સ્કોર 7 ઓવરમાં એક વિકેટના નુકસાને 106 રન છે. ઈશાન કિશન 29 રન અને ટ્રેવિસ હેડ 49 રન સાથે રમી રહ્યા છે. બંને ખૂબ જ આક્રમક રીતે બેટિંગ કરી રહ્યા છે. ટીમનો સ્કોર 100 રનને પાર પહોંચી ગયો છે. 

SRH vs RR Live Score: SRH 5 ઓવરમાં 78/1

સનરાઇઝર્સ હૈદરાબાદનો સ્કોર 5 ઓવરમાં એક વિકેટના નુકસાને 78 રન છે. ઈશાન કિશન 10 રન અને ટ્રેવિસ હેડ 41 રન સાથે રમી રહ્યા છે.

SRH vs RR Live Score: SRH 4 ઓવરમાં 55/1

સનરાઇઝર્સ હૈદરાબાદનો સ્કોર 4 ઓવરમાં એક વિકેટના નુકસાને 55 રન છે. મહિષ તિક્ષણાની ઓવરમાં 2 ચોગ્ગા સહિત 10 રન આવ્યા હતા. હાલમાં ઈશાન કિશન 10 રન અને ટ્રેવિસ હેડ 19 રન સાથે રમી રહ્યા છે.

SRH vs RR Live Score: હૈદરાબાદને પહેલો ઝટકો લાગ્યો 

હૈદરાબાદની પહેલી વિકેટ અભિષેક શર્માના રૂપમાં પડી હતી. તે 11 બોલમાં 24 રન બનાવીને આઉટ થયો હતો. અભિષેકને તિક્ષણાએ આઉટ કર્યો હતો.

SRH vs RR Live Score: સનરાઇઝર્સ હૈદરાબાદની પ્લેઇંગ ઇલેવન

સનરાઈઝર્સ હૈદરાબાદની પ્લેઈંગ ઈલેવન: ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઈશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અનિકેત વર્મા, અભિનવ મનોહર, પેટ કમિન્સ (કેપ્ટન), સિમરજીત સિંહ, હર્ષલ પટેલ, મોહમ્મદ શમી. 

SRH vs RR Live Score: રાજસ્થાન રોયલ્સની પ્લેઈંગ ઈલેવન

રાજસ્થાન રોયલ્સની પ્લેઈંગ ઈલેવન: યશસ્વી જયસ્વાલ, શુભમ દુબે, નીતીશ રાણા, રિયાન પરાગ (કેપ્ટન), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિમરોન હેટમાયર, જોફ્રા આર્ચર, મહેશ તિક્ષણા, તુષાર દેશપાંડે, સંદીપ શર્મા, ફઝલહક ફારૂકી. 

SRH vs RR Live Score: રાજસ્થાને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો 

રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ રિયાન પરાગની કેપ્ટનશીપમાં રમી રહી છે. સનરાઇઝર્સ હૈદરાબાદના ખેલાડીઓ પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરશે. 

બ્રેકગ્રાઉન્ડ

IPL 2025 Live Score, SRH vs RR: IPL 2025ની બીજી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાશે. SRH ગત સિઝનમાં ફાઇનલમાં પહોંચી હતી. પરંતુ અહીં તેને કોલકાતા નાઈટ રાઈડર્સે હાર આપી હતી. હૈદરાબાદની ટીમ આ વખતે પણ ઘણી મજબૂત છે. બીજી તરફ રાજસ્થાન રોયલ્સ નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરશે. ટીમે રિયાન પરાગને જવાબદારી સોંપી છે.


હૈદરાબાદનો અત્યાર સુધીનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. જો પ્લેઈંગ ઈલેવનની વાત કરીએ તો અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડ ઓપનિંગ માટે આવી શકે છે. ઈશાન કિશનને ત્રીજા નંબર પર બેટિંગ કરવાની તક આપી શકે છે. નીતિશ રેડ્ડી અદભૂત ખેલાડી છે. તે પ્લેઈંગ ઈલેવનમાં પણ જોડાઈ શકે છે. હેનરિક ક્લાસેન અને પેટ કમિન્સનું સ્થાન લગભગ નિશ્ચિત છે. હર્ષલ પટેલ, મોહમ્મદ શમી અને એડમ ઝમ્પાને પણ મેદાનમાં ઉતરવાની તક મળી શકે છે.


રાજસ્થાનની ટીમ રિયાન પરાગની કેપ્ટનશીપમાં રમશે. રિયાનને પ્રથમ ત્રણ મેચ માટે કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ પછી કમાન સંજુ સેમસનના હાથમાં રહેશે. યશસ્વી ટીમ માટે સેમસન સાથે ઓપનિંગ કરવા આવી શકે છે. પ્લેઈંગ ઈલેવનમાં નીતિશ રાણા અને શિમરોન હેટમાયરનું સ્થાન લગભગ નિશ્ચિત છે. શુભમ દુબે અને ધ્રુવ જુરેલ પણ મેદાનમાં ઉતરી શકે છે. જુરેલને વિકેટકીપિંગ માટે તક મળી શકે છે.


હૈદરાબાદની ટીમ હોમ ગ્રાઉન્ડ પર રમશે. તેને આનો લાભ મળી શકે છે. જોકે આ સ્પર્ધા તેના માટે આસાન નહીં હોય. રાજસ્થાન તરફથી જોરદાર  ટક્કર મળી શકે છે.


સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ માટે સંભવિત 12 ખેલાડીઓ -


સનરાઈઝર્સ હૈદરાબાદ: અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન, નીતિશ રેડ્ડી, હેનરિક ક્લાસેન, અભિનવ મનોહર, સચિન બેબી/અનિકેત વર્મા, પેટ કમિન્સ, હર્ષલ પટેલ, એડમ ઝમ્પા, મોહમ્મદ શમી, રાહુલ ચહર/જયદેવ ઉનડકટ.


રાજસ્થાન રોયલ્સ: યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન, નીતિશ રાણા, રિયાન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, શુભમ દુબે, વાનિન્દુ હસરંગા, જોફ્રા આર્ચર, તુષાર દેશપાંડે, સંદીપ શર્મા, ફઝલહક ફારૂકી. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.