Mahela Jayawardene Mumbai Indians: IPL 2025 પહેલા મુંબઈ ઈન્ડિયન્સે એક મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. ટીમે ફરી એકવાર મહેલા જયવર્ધનેને મોટી જવાબદારી સોંપી છે. જયવર્ધનેને મુખ્ય કૉચ બનાવવામાં આવ્યા છે. તે ટીમમાં માર્ક બાઉચરનું સ્થાન લેશે. જયવર્ધનેના અત્યાર સુધી મુંબઈ સાથે સારા સંબંધો રહ્યા છે. તેણે 2017 થી 2022 સુધી ટીમના મુખ્ય કૉચની ભૂમિકા ભજવી છે. જયવર્ધનેને ફરી એકવાર એ જ જવાબદારી સાથે પરત ફર્યો છે.


માર્ક બાઉચર 2023 અને 2024માં મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કૉચ હતા. પરંતુ હવે જયવર્ધને તેનું સ્થાન લેશે. કૉચ તરીકે જયવર્ધનેનો રેકોર્ડ સારો છે. જયવર્ધનેની હાજરીમાં મુંબઈએ ત્રણ ટાઇટલ જીત્યા હતા. ટીમે 2017, 2019 અને 2020માં આઈપીએલનો ખિતાબ જીત્યો હતો. મુંબઈ અત્યાર સુધીમાં પાંચ વખત ટાઈટલ જીત્યું છે. મુંબઈએ 2022માં જયવર્ધનેને મહત્વની જવાબદારી સોંપી હતી. તેમને ક્રિકેટના ગ્લૉબલ હેડ બનાવવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન, તેણે વિમેન્સ પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સને પણ મદદ કરી. તે MLC અને MIE માટે પણ મદદરૂપ સાબિત થયો.






મુંબઇ ઇન્ડિયન્સ માટે ખરાબ રહી ગઇ સિઝન -
IPL 2024 મુંબઈ માટે ખૂબ જ ખરાબ હતું. ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના સ્થાને હતી. મુંબઈએ આ સિઝનમાં કુલ 14 મેચ રમી અને માત્ર 4 મેચ જીતી. MIને 10 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈમાં ઘણા મોટા ખેલાડીઓ હતા. પરંતુ તેમ છતાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.


કેપ્ટનશીપ થયો હતો વિવાદ - 
મુંબઈ માટે ગઇ સિઝન ઘણી રીતે સારી રહી ન હતી. તેની શરૂઆત કેપ્ટનશિપથી થઈ હતી. ટીમે રોહિત શર્માને પદ પરથી હટાવી દીધો હતો. રોહિત મુંબઈનો સફળ કેપ્ટન રહ્યો છે. પરંતુ તેમને કોઈ માહિતી આપ્યા વગર જ પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. રોહિતની જગ્યાએ હાર્દિક પંડ્યાને કમાન સોંપવામાં આવી હતી. હાર્દિક તે સમયે પોતાના અંગત જીવનને લઈને પણ ચિંતિત હતો. તે તેની પત્ની સાથે અલગ થઈ ગયો છે. આથી તેની અસર તેના પરફોર્મન્સ પર પણ જોવા મળી હતી. રોહિત-પંડ્યાના ચાહકો સોશિયલ મીડિયા પર ટકરાયા હતા.


આ પણ વાંચો


Mumbai Indians: ભારતને બનાવ્યું T20 વર્લ્ડ કપ ચેમ્પિયન, હવે મુંબઈ ઈન્ડિયન્સમાં લીધી એન્ટ્રી? જાણો કોણ છે આ દિગ્ગજ