Tata Punch EV Winner: IPL 2024ની ફાઈનલ ગઇરાત્રે, 26 મે, રવિવારની સાંજે ચેન્નાઈમાં રમાઈ, આ ફાઈનલ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ટક્કર જામ અને અંતે કોલકાતા ચેમ્પિયન બન્યુ. શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં KKRએ આ સિઝન જીતી લીધી છે. ટ્રોફી મેળવવાની સાથે KKRને કેટલાક એવોર્ડ પણ આપવામાં આવ્યા હતા. ઇલેક્ટ્રિક સ્ટ્રાઈકર ઓફ ધ યરના નામની પણ જાહેરાત કરવામાં આવી હતી.
આઇપીએલની સ્પૉન્સર- ટાટા મૉટર્સ
ટાટા મૉટર્સ IPLની સ્પૉન્સર કંપની છે. કંપનીએ વર્ષ 2018 થી તેની સ્પૉન્સરશિપ જર્ની શરૂ કરી છે. આ IPL 2024 માં રમાયેલી તમામ મેચોમાં તમે ટાટા પંચ EV કારને સ્ટેડિયમમાં ઉભી રાખેલી જોઈ હશે. કાર મેન્યૂફેક્ચરિંગ કંપની ટાટા મૉટર્સ દર વર્ષે IPL માટે તેની એક કાર પસંદ કરે છે. જ્યારે ટાટાએ આ સિઝન માટે પંચ EV પસંદ કરી હતી.
કોણે મળી Tata Punch EV ?
ટાટા આઈપીએલ 2024 ના એવોર્ડ સમારોહમાં જુદીજુદી કેટેગરીમાં ઘણી પ્રાઈઝ-મની આપવામાં આવી હતી. આખી સિઝનમાં સૌથી વધુ સ્ટ્રાઈક રેટ બનાવનાર ખેલાડીને ઈલેક્ટ્રિક સ્ટ્રાઈકર ઑફ ધ યરનો ખિતાબ આપવામાં આવ્યો હતો, જેમાં વિજેતાને ઈનામ તરીકે આ ટાટા ઇલેક્ટ્રિક કાર આપવામાં આવી હતી. દિલ્હી કેપિટલ્સના ખેલાડી ફ્રેઝર મેકગર્ગે આ કાર જીતી છે. આ સિઝનમાં ફ્રેઝર મેકગરે 234.04ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે.
ટાટા પંચ ઇવી (Tata Punch EV)
ટાટા મોટર્સની આ એક શાનદાર ઇલેક્ટ્રિક કાર છે. આ કારમાં ડિજિટલ ડેશબોર્ડ આપવામાં આવ્યું છે. આ કારમાં સ્માર્ટ ડિજિટલ સ્ટીયરિંગ વ્હીલ પણ છે. ટાટાની આ કારમાં તમે તમારા મૂડ પ્રમાણે લાઇટ પણ બદલી શકો છો. આ કારમાં ફ્રન્ટ સ્ટોરેજ એરિયાની સાથે એક્સ્ટ્રા સ્ટોરેજની સુવિધા છે. આ કારના 20 વેરિઅન્ટ ભારતીય બજારમાં ઉપલબ્ધ છે.
બેસ્ટ પાવરટ્રેન અને દમદાર કિંમત
ટાટાની આ લાંબી રેન્જની ઇલેક્ટ્રિક કાર છે. તેમાં 35 kWh બેટરી છે, જેના કારણે આ કાર સિંગલ ચાર્જિંગમાં 421 કિલોમીટરનું અંતર કાપી શકે છે. ટાટાની આ કારમાં 90 kWનો પાવર છે અને તે 190 Nmનો ટોર્ક જનરેટ કરે છે. પંચ EVમાં ફાસ્ટ ચાર્જિંગની સુવિધા પણ આપવામાં આવી છે. આ કાર લગભગ 56 મિનિટમાં ફુલ ચાર્જ થઈ શકે છે. ટાટાની આ કાર 9.5 સેકન્ડમાં 0 થી 100 kmphની સ્પીડ પકડી શકે છે. Tata Punch EVની એક્સ-શોરૂમ કિંમત 10,98,999 રૂપિયાથી શરૂ થાય છે.