IPL 2022 - હાલમાં ભારતમાં દુનિયાની સૌથી ટૂર્નામેન્ટ ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝન રમાઇ રહી છે. આ ટૂર્નામેન્ટમાં યુવાઓની સાથે સીનિયર ખેલાડીઓ પણ રમી રહ્યાં છે, પરંતુ આ વખતે સીનિયર ખેલાડીઓની બોલબાલા વધી ગઇ છે. બેટિંગ, બૉલિંગ અને ફિલ્ડિંગ ત્રણેય સીનિયર ખેલાડીઓ આઇપીએલમાં તરખાટ મચાવી રહ્યાં છે, આને ધ્યાનમાં રાખતા માની શકાય છે કેટલાક ક્રિકેટરો એવા છે જેને આગામી ટી20 વર્લ્ડકપમાં ભારતીય ટીમમાં જગ્યા મળી શકે છે. જુઓ આ લિસ્ટમાં કોણ છે સૌથી ઉપર.......... 


ભારતીય સીનિયરોનો આઇપીએલ 2022માં તરખાટ - 


1. યુઝવેન્દ્ર ચહલ -
યુઝવેન્દ્ર ચહલે આ વખતે કમબેક કરતાં શાનદાર પ્રદર્શન કર્યુ છે, ગયા વર્ષે ટી-20 વર્લ્ડ કપમાંથી બહાર થયેલા ભારતીય ટીમના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલને પસંદગીકારોએ તેને પસંદ ના કરતા આકરો જવાબ આપ્યો તેને અત્યાર સુધી રાજસ્થાન રૉયલ્સની 6 મેચોમાં તે 17 વિકેટ લઇ ચૂક્યો છે અને પર્પલ કેપની યાદીમાં સૌથી ઉપર છે. 


2. ઉમેશ યાદવ -
હાલમાં લગભગ ટીમની બહાર થઇ ચૂકેલા ભારતીય ટીમના ફાસ્ટ બોલર ઉમેશ યાદવે આ વખતે તરખાટ મચાવ્યો છે. તેને 7 મેચમાં 10 વિકેટ લીધી છે. એક મેચમાં તેમણે 4 ઓવરમાં 23 રન આપીને ચાર વિકેટ પણ લીધી હતી.


3. દિનેશ કાર્તિક - 
વનડે વર્લ્ડકપ બાદ બહાર થઇ ગયેલા દિનેશ કાર્તિકે જબરદસ્ત કમબેક કર્યુ છે. આઈપીએલ 2022માં સૌથી સારો બેટ્સમેનની બની ગયો છે. તેને આ વખતે ઘણી મેચ વિનિંગ ઈનિંગ રમી છે. આરસીબીએ તેને 5 કરોડ રૂપિયામાં તેની ટીમમાં સામેલ કર્યો હતો અને 7 ઈનિંગમાં દિનેશ અત્યાર સુધી 210 રન બનાવી ચૂક્યા છે. 


4. કુલદીપ યાદવ - 
આ વખતે કુલદીપ યાદવ પણ આઈપીએલ 2022માં સારી બોલિંગ કરી રહ્યો છે. તેને છ મેચોમાં 13 વિકેટ લીધી છે. જો કે, આ ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સતત એન્ટ્રી મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે. 


5. રોબિન ઉથપ્પા -
ઉથપ્પાએ આ વખતે સીએસકે માટે સારુ પ્રદર્શન કર્યુ છે. તેને અત્યાર સુધી સાત મેચમાં તેઓ 227 રન બનાવી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે સીએસકેએ મેગા ઑપ્શનમાં 2 કરોડ રૂપિયામાં તેમને પાછા પોતાની ટીમમાં સામેલ કર્યા હતા.