IPL 2022: રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર (RCB) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની વચ્ચે રમાયેલી IPL 2022ની 36મી મેચમાં વિરાટ કોહલી ગૉલ્ડન ડક પર આઉટ થઇ ગયો. વળી, RCBના બાકીના બેટ્સમેનોએ પણ નિરાશાજનક પ્રદર્શન કર્યુ અને આખી ટી માત્ર 68 રનો પર જ સમેટાઇ ગઇ. આ મેચમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર (RCB)ને શરમજનક હારનો સામનો કરવો પડ્યો. આ મેચ 23 એપ્રિલે રમાઇ અને આ દિવસઆ આરસીબીએ બીજો લૉએસ્ટ સ્કૉર બનાવ્યો. આવામાં ફેન્સ એવુ બોલી રહ્યાં છે કે 23 એપ્રિલ આરસીબી માટે અનલકી છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા જ્યારે બેંગ્લૉરની ટીમે કોલકત્તા વિરુદ્ધ માત્ર 49 રનો પર જ ઓલઆઉટ થઇ હતી, તે મેચ પણ 23 એપ્રિલના દિવસે જ રમાઇ હતી, પરંતુ અહીં અમે તમને બતાવી રહ્યાં છે કે આ દિવસ આરસીબી માટે બિલકુલ પણ અનલકી નથી.
ખાસ વાત છે કે વર્ષ 2017માં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર (RCB)ની ટીમ જ્યારે માત્ર 49 રનો પર ઓલઆઉટ થઇ ગઇ હતી, તે દિવસે 23 એપ્રિલનો દિવસ હતો, આ આઇપીએલ ઇતિહાસમાં કોઇપણ ટીમનો સૌથી ઓછો સ્કૉર છે.
23 એપ્રિલે જ RCB એ બનાવ્યો હતો મોટો રેકોર્ડ -
વર્ષ 2013માં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર (RCB) એ આઇપીએલમાં સર્વાધિક સ્કૉર 263 રન બનાવ્યા હતા, આ મેચ બેંગ્લૉરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર (RCB) અને પુણે વૉરિઅર્સની વચ્ચે રમાઇ હતી. આ મેચમાં તોફાની બેટ્સમેન ક્રિસ ગેલે નૉટઆઉટ 175 રનોની ઇનિંગ રમી હતી, રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર (RCB)ના 263ના જવાબમાં પુણે વૉરિઅર્સની ટીમ માત્ર 133 રન બનાવી શકી હતી. આ રીતે બેંગ્લૉરે (RCB) 130 રનોના મોટા અંતરથી પુણે વૉરિઅર્સને માત આપી હતી. આરસીબીએ આઇપીએલનો સર્વાધિક સ્કૉર પણ 23 એપ્રિલે જ બનાવ્યો હતો. આરસીબી અને પુણેની વચ્ચે આ મેચ 23 એપ્રિલ 2013 એ રમાઇ હતી.
આ પણ વાંચો..........
CBSEએ અભ્યાસક્રમમાં કર્યો બદલાવ, ઇસ્લામિક સામ્રાજ્ય સહીત અનેક વિષયોને અભ્યાસક્રમમાંથી દૂર કરાયા
PAN Card Apply: આધાર કાર્ડની મદદથી ઈન્સ્ટન્ટ પાન કાર્ડ કેવી રીતે મેળવી શકાય, જાણો સરળ પ્રોસેસ
MUMBAI : એક મંચ પર આવશે વડાપ્રધાન મોદી અને મહારાષ્ટ્ર સીએમ ઉદ્ધવ ઠાકરે
ફ્રિજનું ઠંડુ પાણી પીવો છો ? ઠંડા પાણીથી તમારા આરોગ્યને ખૂબ જ નુકસાન થાય છે