IPL : શરૂઆતમાં ટી20 ક્રિકેટને બેટ્સમેનોની રમત કહેવામાં આવતી હતી, ક્રિકેટના જાણકાર પણ આવુ જ માનતા હતા કે આ ફોર્મેટમાં બૉલરો માટે કંઇ જ નથી બચતુ. જોકે, ધીમે ધીમે સમય વીતતો ગયો તેમ તે બૉલરોએ નવી નવી ટેકનિક શોધીને આ ફોર્મેટને બેટિંગ અને બૉલિંગ બન્ને માટે બરાબર કરી દીધુ. આ જ કારણ છે કે બેટ્સમેનોને વધારે મદદ કરનારી ભારતીય પીચો પર પણ બૉલરો એક ટી20 મેચોમાં 4-4 વિકેટો ઝડપી લે છે. IPLમાં સુનીલ નારેન આ મામલામાં ટૉપ પર છે. તે 7 વાર 4 વિકેટ લઇ ચૂક્યો છે. આ મામલામાં ટૉપ-5 માં કયા કયા બૉલરો સામેલ છે, જાણો અહીં........ 

1. સુનીલ નારેન- IPLમાં વેસ્ટ ઇન્ડિઝ સ્પીનર સુનીલ નારેન 7 વાર 4 વિકેટ લઇ ચૂક્યો છે. તેને અત્યાર સુધી IPL ની 134 મેચોમાં 143 વિકેટો ઝડપી છે. 

2. લસિથ મલિંગા - શ્રીલંકાના પૂર્વ ફાસ્ટ બૉલર લસિથ મલિંગ IPL માં 6 વાર 4 વિકેટ ઝડપી ચૂક્યો છે. તે  IPL માં સૌથી વધુ વિકેટ લેનારો બૉલર પણ છે. મલિંગાના નામે 170 વિકેટો નોંધાયેલી છે. 

3. અમિત મિશ્રા - પૂર્વ ભારતીય સ્પીનર અમિત મિશ્રાએ 4 વાર IPL માં 4 વિકેટો ઝડપી છે. IPL માં તે સૌથી વધુ વિકેટો લેનારો ભારતીય બૉલર છે. મિશ્રાના નામે 166 વિકેટો છે. 

4. ક્રિસ મૉરિસ - પૂર્વ દક્ષિણ આફ્રિકન બૉલર પણ IPL માં 4 વાર 4 વિકેટ લઇ ચૂક્યો છે. મૉરિસના નામે IPL માં 95 વિકેટો નોંધાયેલી છે. 

5. કગિસો રબાડા - દક્ષિણ આફ્રિકાનો આ બૉલર IPLની માત્ર 50 મેચોમાં જ 4 વાર 4 વિકેટ લઇ ચૂક્યો છે. રબાડાના નામે કુલ 76 વિકેટો છે. 

 

આ પણ વાંચો....... 

ઘરમાં પ્રવેશતાં જ આપ તણાવ અનુભવો છો? ઘરમાં રાખેલી આ વસ્તુઓ નેગેટિવ ઊર્જા માટે છે જવાબદાર. સર્જે છે ઉદ્વેગ

ગેસ સિલિન્ડર બાદ હવે ઘરેલું PNGની કિંમત વધી, જાણો શું છે નવા ભાવ

પેટ્રોલિયમ ઉત્પાદનો પર ટેક્સ કલેક્શનથી સરકારે 9 મહિનામાં કરી અધધધ કમાણી, જાણો કેટલા લાખ કરોડ રૂપિયા મેળવ્યા

કોર્ટનો મોટો ચુકાદોઃ ધોરણ 10ની વિદ્યાર્થિનીને ભગાડી દુષ્કર્મ ગુજારનાર આરોપીને ફટકારી આજીવન કેદની સજા

હનિમૂન પર જતાં પહેલા ક્યારે ન કરશો આ ભૂલ, નહિ તો પાછળથી જીવનભર પસ્તાવવું પડશે

Surat : 'મેં મા બનનેવાલી થી તબ મુજે પીટા, યે સબ દર્દ લેકર મેં નહીં જી સકતી', હોટેલ રિસેપ્શનિસ્ટે કરી લીધો આપઘાત