Virender Sehwag on Team India Selection: ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર વિરેન્દ્ર સહવાગે આઈપીએલમાં ધુમ મચાવી રહેલા ત્રણ બોલરો ભારતીય ટીમમાં સામેલ કરવાની અપીલ કરી છે. આ બોલર છે અર્શદીપ સિંહ, ઉમરાન મલિક અને આવેશ ખાન. આ ત્રણેય બોલર આઈપીએલ 2022માં કહેર વર્તાવી રહ્યા છે.

સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતા ઉમરાન મલિકે આ સિઝનની 8 મેચમાં 15.93ની સરેરાશ સાથે 15 વિકેટ લીધી છે. એટલે કે, દરેક 15 રન આપ્યા બાદ તેને એક વિકેટ જરૂર મળી છે. આ દરમિયાન તેની ઈકોનોમી રેટ પણ 8થી ઓછી રહી છે. તો બીજી તરફ પંજાબ કિંગ્સનો ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ ભલે 9 મેચમાં 3 જ વિકેટ લઈ શક્યો હોય પરંતુ તે ડેથ ઓવરમાં ટીમ માટે પ્રભાવશાળી બોલર સાબિત થયો છે. આ ઉપરાંત લખનઉ સુપર જાયન્ટસનો આવેશ ખાન 8 મેચમાં 11 વિકેટ લઈને લખનઉ માટે સફળ બોલર સાબિત થયો છે.

આ ત્રણેય બોલર પોતાની ટીમો માટે સારૂ પ્રદર્શન કરી રહ્યા છે. તેના આજ સારા પ્રદર્શનને જોતા એક ઈન્ટરવ્યૂમાં વિરેન્દ્ર સહવાગે કહ્યું, જુનમાં દક્ષિણ આફ્રિકા સામે રમાનારી સિરીઝમાં આ ત્રણેય બોલરને ટીમ ઈન્ડિયા માટે રમવાનો મોકો મળવો જોઈએ. તેનાથી તમને એ ખબર પડશે કે, આ યુવા ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ટીમની સામે કેવી બોલિંગ કરે છે. તેને થોડો અનુભવ પણ મળશે. દક્ષિણ આફ્રિકાની સિરીઝ સામે તમે મુખ્ય બોલર્સને આરામ આપી શકો છો, કારણ કે ઈંગ્લેન્ડ સામે પણ ટીમે ટી-20 સિરીઝ રમવાની છે. એવામાં જે ખેલાડીઓ આઈપીએલમાં સારુ પ્રદર્શન કરી રહ્યા છે તેમને ઘર આંગણાની સિરીઝમાં ચાન્સ આપી શકાય છે.

જીત બાદ Points Tableમાં આ સ્થાન પર પહોંચી લખનઉ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં ગઇરાત્રે રમાયેલી મેચ બાદ પૉઇન્ટ ટેબલમાં એક ટીમના સ્થાનમાં ફેરફાર થયો છે. લખનઉ સુપર જાયન્ટ્સે પંજાબ કિંગ્સને 20 રનથી હરાવીને પૉઇન્ટ ટેબલમાં ત્રીજા નંબરનુ સ્થાન હાંસલ કરી લીધુ છે. આ પહેલા તે ચોથા નંબર પર હતી, બાકી ટીમોના સ્થાનમાં કોઇ ફેરફાર નથી થયો.  

પૉઇન્ટ ટેબલમાં ગુજરાત ટાઇટન્સની ટીમ સતત નંબર વન પર ટકેલી છે. આ ટીમે IPL 2022માં અત્યાર સુધી માત્ર એક જ મેચ ગુમાવી છે. ટીમના ખાતામાં 7 જીતની સાથે 14 પૉઇન્ટ છે. આ ટીમ પ્લેઓફની રેસમાં સૌથી આગળ ચાલી રહી છે. પૉઇન્ટ ટેબલમાં ગુજરાત બાદ રાજસ્થાન રૉયલ્સનો નંબર આવે છે, તે 12 પૉઇન્ટ સાથે બીજા નંબર પર છે. 

IPL 2022 પૉઇન્ટ ટેબલ - 

ક્રમાંક ટીમ મેચ રમી જીત હાર નેટ રનરેટ પૉઇન્ટ
1 GT 8 7 1 0.371 14
2 RR 8 6 2 0.561 12
3 LSG 9 6 3 0.408 12
4 SRH 8 5 3 0.600 10
5 RCB 9 5 4 -0.572 10
6 DC 8 4 4 0.695 8
7 PBKS 9 4 5 -0.470 8
8 KKR 9 3 6 -0.006 6
9 CSK 8 2 6 -0.538 4
10 MI 8 0 8 -1.000 0