KKR vs DC: આઇપીએલ 2022માં રવિવારે ડબલ હેડર મેચો રમાશે. પહેલી મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR) અને દિલ્હી કેપિટલ્સ (DC)ની વચ્ચે ટક્કર થશે. કોલકત્તાની ટીમ આ વખતે સારી લયમાં દેખાઇ રહી છે, અને ચારમાંથી ત્રણ મેચ જીતીને પૉઇન્ટ ટેબલમાં ટૉપ પર છે. તો બીજી તરફ દિલ્હી કેપિટલ્સની ટીમ છેલ્લી બે મેચો ગુમાવી ચૂકી છે, અને બે પૉઇન્ટ સાથે પૉઇન્ટ ટેબલમાં સાતમા નંબર પર છે.
આમ તો અય્યરની કેપ્ટનશીપ વાળી કોલકત્તાની ટીમ આ વખતે પુરેપુરા જોશમાં રમી રહી તો, તો બીજી બાજુ ઋષભ પંતની આગેવાની વાળી દિલ્હી આ વખતે લયમાં આવવા માટે પુરેપુરી રીતે સક્ષમ ટીમ છે. જાણો આ મેચ આજે ક્યારે ને કેટલા વાગ્યાથી જોઇ શકાશે.....
અહીંથી જોઇ શકાશે મેચનુ લાઇવ ટેલિકાસ્ટ -
કોલકત્તા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રવિવારે બપોરે 3:00 વાગ્યાથી શરૂ થશે. મેચ મુંબઇના બ્રેબોર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
જો તમે કોલકત્તા અને દિલ્હી વચ્ચેની મેચને જોવા માંગતા હોય તો તમે આનુ લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સની ચેનલો પરથી જોઇ શકો છો, એટલે કે મેચનુ સીધુ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે, સ્ટાર સ્પોર્ટ્સ ભારતમાં આઇપીએલ 2022 નુ ઓફિશિયલ બ્રૉડકાસ્ટર છે. આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ 1, સ્ટાર સ્પોર્ટ્સ 3 અને સ્ટાર ગૉલ્ડ 2 ચેનલો પર જોઇ શકાશે.
ક્રિકેટ ફેન્સ મેચનુ ઓનલાઇન સ્ટ્રીમિંગ Disney+ Hotstar એપ પર જોઇ શકે છે, પરંતુ આ એપ પર મેચ જોવા માટે દર્શકોને સબ્સક્રિપ્શનની જરૂર પડશે, તમે મેચનો લાઇવ સ્કૉર અને લેટેસ્ટ અપડેટ માટે https://gujarati.abplive.com સાથે જોડાયેલા રહો.
બન્નેની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
કોલકત્તા નાઇટ રાઇડર્સ ટીમ -
અંજિક્યે રહાણે, વેંકેટેશ અય્યર, શ્રેયસ અય્યર (કેપ્ટન), સેમ બિલિંગ્સ (વિકેટકીપર), નીતિશ રાણા, આંદ્રે રસેલ, સુનીલ નારેન, પેટ કમિન્સ, ઉમેશ યાદવ, રસિખ સલામ, વરુણ ચક્રવર્તી.
દિલ્હી કેપિટલ્સ ટીમ -
પૃથ્વી શૉ, ડેવિડ વોર્નર, રૉવમેન પૉવેલ, ઋષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), સરફરાજ ખાન, લલિત યાદવ, અક્ષર પટેલ, શાર્દૂલ ઠાકુર, કુલદીપ યાદવ, મુસ્તફિઝૂર રહેમાન, એનરિક નૉર્ટર્ઝે.