નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર યુજવેન્દ્ર ચહલે પોતાની સાથે ભૂતકાળમાં બનેલી એક ભયાનક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો, તેને કહ્યું હતુ કે તે વર્ષ આઇપીએલ 2011માં મુંબઇ ઇન્ડિયન્સમાં હતો તે સમયે સાથી ક્રિકેટરે તેનુ શારીરિક શોષણ અને કાળી કરતૂતો કરી હતી. દારુના નશામાં તેને બિલ્ડિંગ પરથી લટકાવી દીધો હતો, આખી રાત હાથ પગ બાંધીને રૂમમાં પુરી દીધો હતો. હવે આ ઘટના પડઘા વધુ પડવા લાગ્યા છે, અને ક્રિકેટરોના નામ પણ સામે આવ્યા છે. આમાં કિવી ક્રિકેટર જેમ્સ ફ્રેન્કલિન અને કાંગારુ ક્રિકેટર એન્ડ્ર્યૂ સાયમન્ડસનુ નામ સામેલ છે. 


યુઝવેન્દ્ર ચહલ પર 2013ની સાલમાં બેંગલુરુમાં IPL મેચ પછી શારીરિક ઉત્પીડનનો ભોગ બન્યો હતો જ્યારે નશામાં એક ખેલાડીએ હોટેલના 15મા માળેથી લટકાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. 


આ વર્ષની શરૂઆતમાં RCB પોડકાસ્ટમાં ચહલે 2011ની એક ઘટનાને યાદ કરી જ્યારે તેને મુંબઈ ઈન્ડિયન્સ ટીમના સાથી જેમ્સ ફ્રેન્કલિન અને ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર એન્ડ્ર્યુ સાયમન્ડ્સે તે વર્ષની ચેમ્પિયન્સ લીગની ફાઈનલ પછી ટેપ વડે તેનું મોં બંધ કરી દીધું હતું.


ચહલે કહ્યું કે આ 2011ની ઘટના છે જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે ચેમ્પિયન્સ લીગ જીતી હતી. અમે ચેન્નાઈમાં હતા. તેણે (સાયમન્ડ્સ) ખૂબ ‘ફ્રૂટ જ્યુસ’ પીધું. તેણે અને જેમ્સ ફ્રેન્કલીને મારા હાથ-પગ બાંધી દીધા હતા અને કહ્યું હતું કે હવે તું ખોલીને બતાવ. તે એટલો નશામાં હતો કે તેમણે મારા મોં પર ટેપ ચીપકાવી દીધી અને પાર્ટી દરમિયાન તેઓ મારા વિશે સંપૂર્ણપણે ભૂલી ગયા હતા.


ચહલે કહ્યું કે તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. સવારે કોઈ રૂમ સાફ કરવા આવ્યો અને તેણે મને જોયો. તેણે બીજા કેટલાક લોકોને બોલાવ્યા અને મને મુક્ત કરાવ્યો. ઇએસપીએનક્રીક ઇન્ફોના મતે ડરહામે એક નિવેદનમાં કહ્યું, “અમને 2011ની એક ઘટના વિશે જાણવા મળ્યું છે જેમાં અમારા કોચિંગ સ્ટાફના એક સભ્યનું નામ આપવામાં આવ્યું છે. અમારા કર્મચારીઓને લગતી કોઈપણ સમસ્યાઓના કિસ્સામાં, કલબ તથ્યોની ખાતરી કરવા માટે સંબંધિત પક્ષકારો સાથે વ્યક્તિગત રીતે વાત કરશે.


ફ્રેન્કલિન 2011 થી 2013 સુધી મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતો. તેને 2019ની શરૂઆતમાં ઇંગ્લિશ કાઉન્ટી ટીમ ડરહામના કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. ફ્રેન્કલિનનું પૂરું નામ જેમ્સ એડવર્ડ ચાર્લ્સ ફ્રેન્કલિન છે. 7 નવેમ્બર 1980 ના રોજ વેલિંગ્ટન, ન્યુઝીલેન્ડમાં જન્મેલા આ ક્રિકેટર ડાબા હાથનો મધ્યમ ઝડપી બોલર હતો, જેણે બોલ સ્વિંગમાં નિપુણતા મેળવી હતી. બોલની સાથે તે પાવર હિટિંગ માટે પણ જાણીતો હતો. બેટ્સમેન તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર ફ્રેન્કલીને 2004માં બાંગ્લાદેશ સામે હેટ્રિક લીધી હતી. ટેસ્ટ ક્રિકેટમાં આવું કરનાર તે માત્ર બીજો કિવી ખેલાડી છે. જો ડરહામનું માનીએ તો તે ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર સાથે ફ્રેન્કલિન પર લગાવવામાં આવેલા શારીરિક ઉત્પીડનના આરોપો વિશે વાત કરશે.


આ પણ વાંચો....... 


દેવધર રોપવે અકસ્માતઃ 'જીવતા રહેવા માટે અમે પેશાબ પીવા તૈયાર હતા', આર્મીના જવાન આવ્યા તો લાગ્યું ભગવાન આવ્યા....


આ રાજ્યમાં મોંઘવારીનો બેવડો માર, CNGના ભાવમાં 5 રૂપિયાનો વધારો, PNG પણ 4.50 રૂપિયા મોંઘો


Gemology: આ રત્ન છે ખૂબ જ ચમત્કારી, ધારણ કરવાથી બદલી જાય છે કિસ્મત, જાણો ધારણ કરવાની યોગ્ય વિધિ


Vastu Tips: ઘરની આ દિશામાં હોય છે ધનના દેવતા કુબેરનો વાસ, આ વાતોનું ધ્યાન રાખવાથી બની રહે છે કૃપા


Edible Oil: સસ્તું થયું ખાદ્યતેલ, સરસવ અને મગફળીના તેલના ભાવ ઘટ્યા, જાણો એક લીટરની કિંમત


આ વર્ષે ચોમાસુ કેવું રહેશે ? ખાનગી એજન્સી સ્કાયમેટે કરી મોટી આગાહી, જાણો વિગતે