CSK vs SRH: આઇપીએલ 2022ની પોતાની પહેલી જીત નોંધાવ્યા બાદ સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમસને આનંદ વ્યક્ત કર્યો છે. કેન વિલિયમસને કહ્યું કે, ટીમની રમતના દરેક પાસામાં સુધારો કરવા ઇચ્છુ છુ. તેને કહ્યું કે લક્ષ્ય પ્રતિસ્પર્ધી હતુ, પરંતુ વિશેષ રીતે અભિષેક શર્મા અને રાહુલ ત્રિપાઠીએ શનિવારે ચેન્નાઇ સુપર કિંગ્સની વિરુદ્ધ મેચ જીતવી આસાન બનાવી દીધી. 


મેચમાં અભિષેક શર્મા (75 રન) ની શાનદાર ઇનિંગ અને રાહુલ ત્રિપાઠી (અણનમ 39) ની રમ્યો, અને ડીવાય પાટીલ સ્ટેડિયમમાં ગત ચેમ્પિયન ચેન્નાઇ સુપર કિંગ્સ સામે આઠ વિકેટે જીત મેળવવામાં મદદ કરી. 


વિલિયમસને કહ્યું કે તમે જે પણ મેચ રમો છો, તે કઠીન હોય છે, અમે સુધારો કરવા માંગીએ છીએ, જોકે આ અમારી પહેલી જીત છે, અમારે હજુ ઘણુબધુ ઠીક કરવાનુ છે. જે અમે ગઇ મેચમાં બરાબર કર્યુ હતુ. શાંત રહેવુ અને કામ કરતા રહેવુ. આપણે સ્માર્ટ ક્રિકેટ રમવા પર ધ્યાન કેન્દ્રિત કરવુ પડશે.  


વિલિયમસન અને અભિષેક શર્માએ પોતાની શાનદાર બેટિંગથી 155 રનોના લક્ષ્યનો પીછો કરવા એકદમ આસાન બનાવી દીધો હતો. આ જીત સાથે જ હૈદારબાદે ટૂર્નામેન્ટમાં પહેલી જીતી હાંસલ કરી છે.


આ પણ વાંચો.......... 


10 વર્ષ બાદ રામનવમી પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, ખરીદી માટે છે શુભ અવસર


ગ્રીન વેજિટેબલ્સની સાથે આ ફૂડ ખાઇને સરળતાથી ઉતારો વજન


ફ્રિજનું ઠંડુ પાણી પીવો છો ? તો તમને થઈ શકે છે આ ગંભીર સમસ્યા, જાણો


18+ને કોરોનાની રસીના બૂસ્ટર ડોઝની જાહેરાત બાદ કોવિશિલ્ડ અને કોવેક્સિનની કિંમતમાં મોટો ઘટાડો, જાણો નવા ભાવ


Gujarat Corona Cases: ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી વધારો થયો, જાણો ક્યાં નોંધાયા સૌથી વધુ કેસ ?


Pakistan Political Crisis: અડધી રાત્રે પડી ઇમરાન સરકાર, અવિશ્વાસ પ્રસ્તાવના પક્ષમાં પડ્યા 174 મત, PTIના સાંસદોએ કર્યો બહિષ્કાર