Women IPL Auction 2023: ગુજરાતની ટીમમાં હરનીલ અને સ્નેહ રાણાની એન્ટ્રી, જુઓ ફુલ સ્કોડ
WPL Auction 2023: મહિલા પ્રીમિયર લીગની પ્રથમ આવૃત્તિમાં કુલ 5 ફ્રેન્ચાઈઝી ભાગ લેવા જઈ રહી છે, જેમાં કુલ 22 મેચો રમાશે. પ્રથમ એડિશનમાં દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, અમદાવાદ અને લખનઉની ટીમો રમતી જોવા મળશે.
ડંકલી, મેઘના, મૂની, ગાર્ડનર, હરલીન દેઓલ, ડોટીન, અન્નાબેલ, સ્નેહ રાણા, વેરહેમ, માનસી, હેમલતા, મોનિકા પટેલ, તનુજા કંવર, સુષ્મા વર્મા, હર્લી ગાલા, અશ્વની કુમારી, પારુણિકા સિસોદિયા, શબનમ શકીલ
દક્ષિણ આફ્રિકાની ઓલરાઉન્ડર મારિજાન કેપની બેઝ પ્રાઇસ 40 લાખ રૂપિયા હતી. તેને દિલ્હી કેપિટલ્સે રૂ. 1.50 કરોડમાં કરારબદ્ધ કરી.
મહિલા IPL ઓક્શન LIVE: સ્નેહ રાણાની બેઝ પ્રાઈસ 50 લાખ રૂપિયા હતી. તેને ગુજરાત જાયન્ટ્સે 75 લાખ રૂપિયામાં ખરીદી.
મહિલા IPL ઓક્શન LIVE: શિખા પાંડેની બેઝ પ્રાઈસ 40 લાખ રૂપિયા હતી. તેને દિલ્હી કેપિટલ્સે 60 લાખ રૂપિયામાં ખરીદી.
રાજેશ્વરી ગાયકવાડને યુપી વોરિયર્સે 40 લાખ રૂપિયામાં કરારબદ્ધ કરી છે. ભારતીય બોલર પૂનમ યાદ અનસોલ્ડ રહી, તેની બેઝ પ્રાઇઝ 30 લાખ હતી. આ સિવાય ઈનોકા રનવીરા, સરાહ ગ્લેન અને અનાલા કિંગ પણ અનસોલ્ડ રહ્યા.
30 લાખની બેઝ પ્રાઇઝ ધરાવતા બર્નાડિઝ બેઝુઈડેનહાઉટ, સુષમા વર્મા, શમિલાયા કોનેલ અનસોલ્ડ રહ્યા છે.
મહિલા આઈપીએલ હરાજી 2023 લાઈવઃ એલિસા હીલીને યુપી વોરિયર્સે 70 લાખ રૂપિયામાં ખરીદી. તેની બેઝ પ્રાઇસ 50 લાખ રૂપિયા હતી.
વિમેન્સ આઈપીએલની હરાજી ચાલી રહી છે. જેમાં રિચા ઘોષને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 1.90 કરોડ રૂપિયામાં ખરીદીને મોટો દાવ લગાવ્યો છે.
30 લાખની બેઝ પ્રાઇઝ ધરાવતાં અનુષ્કા સંજીવની અને તાનિયા ભાટિયા અનસોલ્ડ રહ્યા છે.
WPL ઓક્શન 2023 LIVE: યસ્તિકા ભાટિયાને મુંબઈ ઈન્ડિયન્સે 1.50 કરોડ રૂપિયામાં ખરીદી છે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.
ભારતની સર્વશ્રેષ્ઠ ખેલાડી શેફાલી વર્માને ખરીદવા માટે ઘણી ટીમોમાં હોડ જામી હતી. પરંતુ અંતે દિલ્હી કેપિટલ્સે બાજી મારી હતી. શેફાલીની બેઝ પ્રાઇ 50 લાખ રૂપિયા હતી. દિલ્હીએ તેને 2 કરોડ રૂપિયામાં કરારબદ્ધ કરી.
મેગ લેનિંગની બેઝ પ્રાઇઝ 50 લાખ રૂપિયા હતી. તેને દિલ્હી કેપિટલ્સે રૂ. 1.10 કરોડમાં ખરીદી હતી. સુઝી બેટ્સ અને લૌરા વૂલફાર્ટને કોઈ ખરીદદાર ન મળ્યાં.
ભારતીય ખેલાડી જેમિમા રોડ્રિગ્સની બેઝ પ્રાઇઝ 50 લાખ રૂપિયા હતી. તેને દિલ્હી કેપિટલ્સે રૂ. 2.20 કરોડમાં ખરીદી.
ઈંગ્લેન્ડની ખેલાડી સોફિયા ડંકલીની બેઝ પ્રાઇઝ 30 લાખ રૂપિયા હતી. તેને ગુજરાત જાયન્ટ્સે 60 લાખ રૂપિયામાં ખરીદી હતી.
ન્યૂઝીલેન્ડની ખેલાડી એમિલિયા કેરની બેઝ પ્રાઇસ 40 લાખ રૂપિયા હતી. તેને મુંબઈ ઈન્ડિયન્સે 1 કરોડ રૂપિયામાં કરારબદ્ધ કરી.
બેથ મૂનીની મૂળ કિંમત 40 લાખ રૂપિયા હતી. તેને ગુજરાત જાયન્ટ્સે 2 કરોડ રૂપિયામાં કરારબદ્ધ કરી.
Natalie Sciver ની બેસ પ્રાઇઝ 50 લાખ રૂપિયા હતી. તેને મુંબઈ ઈન્ડિયન્સે 3.20 કરોડ રૂપિયામાં ખરીદી.
ભારતીય બોલર રેણુ સિંહને તેની બેઝ પ્રાઇઝ કરતાં ત્રણ ગણી રકમ મળી છે. રેણુ સિંહની 50 લાખ બેઝ પ્રાઇઝની સામે તેને આરસીબીએ 1.50 કરોડમાં કરારબદ્ધ કરી છે.
ભારતની મહિલા ક્રિકેટર દીપ્તિ શર્મા પણ પ્રથમ હરાજીમાં કરોડપતિ થઈ છે. 50 લાખની બેઝ પ્રાઇઝ ધરાવતી દીપ્તિ શર્માને UP Warriorz એ 2.60 કરોડમાં ખરીદી હતી.
ઓસ્ટ્રેલિયાની ઓલરાઉન્ડર એલિસ પેરીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ રૂપિયા 1.70 કરોડમાં કરારબદ્ધ કરી હતી.
ઇંગ્લેન્ડની ઓલરાઉન્ડર સોફી એક્લેસ્ટોનની રૂપિયા 50 લાખની બેઝ પ્રાઇસ હતી. તેણીને UP Warriorz ને 1.8 કરોડ રૂપિયામાં કરારબદ્ધ કરી.
વિમેન્સ આઈપીએલની પ્રથમ સિઝન માટે આજે હરાજી યોજાઈ રહી છે. ગુજરાત ટાઈટન્સે ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર Ashleigh Gardnerને રૂપિયા 3.20 કરોડમાં કરારબદ્ધ કરી છે.
વિમેન્સ આઈપીએલમાં બીજી હરાજી હરમન પ્રીત કૌરની થઈ. તેને રૂપિયા 1.8 કરોડમાં મુંબઈ ઈન્ડિયન્સે કરારબદ્ધ કરી.
વિમેન્સ આઈપીએલની હરાજી શરૂ થઈ ગઈ છે. સૌથી પહેલા સ્મૃતિ મંધાના પર બોલી લાગી છે. તેની બેઝ પ્રાઇઝ 50 લાખ રૂપિયા છે. Royal Challengers Bangalore એ તેને 3.40 કરોડમાં કરારબદ્ધ કરી.
મહિલા આઈપીએલ માટે આજે ઐતિહાસિક દિવસ છે. આજે હરાજી પહેલા વિમેન્સ આઈપીએલનો લોગો રિલીઝ કરવામાં આવ્યો હતો.
વિમેન્સ પ્રીમિયર લીગ માટે હરાજી શરૂ થવાની છે. આ માટે તમામ ફ્રેન્ચાઇઝી તૈયાર છે. આ હરાજીમાં ફ્રેન્ચાઈઝીના મેન્ટર અને મેનેજમેન્ટ સાથે જોડાયેલા લોકો પણ હાજર રહેશે.
વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનની હરાજીમાં, જોકે ઘણી ભારતીય ખેલાડીઓને તગડી રકમ મળી શકે છે. તેમાં ઓપનર શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાના, કેપ્ટન હરમનપ્રીત કૌર અને ઝડપી બોલર રેણુકા સિંહ સામેલ છે. પરંતુ સ્મૃતિ મંધાનાને હરાજીમાં સૌથી વધુ કિંમત મળી શકે છે.
WPLની પ્રથમ સિઝનમાં 5 ટીમો હશે. આવી સ્થિતિમાં આ વખતે હરાજીમાં આ પાંચ ટીમોની ફ્રેન્ચાઈઝી પોતપોતાની ટીમ પસંદ કરશે. દરેક ફ્રેન્ચાઈઝી પોતાની ટીમમાં 15 થી 18 ખેલાડીઓ રાખી શકે છે. આવી સ્થિતિમાં ઓછામાં ઓછા 75 અને વધુમાં વધુ 90 ખેલાડીઓની હરાજી થશે. દરેક ફ્રેન્ચાઇઝી તેની ટીમમાં વધુમાં વધુ 6 વિદેશી ખેલાડીઓ ખરીદી શકે છે
ભારતીય ક્રિકેટ બોર્ડે મહિલા પ્રીમિયર લીગની હરાજી માટે મહિલા હરાજી કરનારની પસંદગી કરી છે. મહિલા IPLની પ્રથમ સિઝનની હરાજીમાં મલાઈકા અડવાણી હરાજી કરનાર હશે. મલાઈકા અડવાણી વિશે વાત કરીએ તો, તે મુંબઈની રહેવાસી છે અને આર્ટ કલેક્ટર કન્સલ્ટન્ટ સાથે ઈન્ડિયા કન્સલ્ટન્ટ્સ ફર્મમાં ભાગીદાર તરીકે પણ કામ કરે છે.
વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનની હરાજીમાં ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયાના ઘણા ખેલાડીઓનો દબદબો રહેશે. ટીમો હરાજીમાં આ 5 ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ માટે કોઈપણ રકમ ચૂકવવા માટે તૈયાર હશે.
- એલિસ પેરી
- એશલી ગાર્ડનર
- મેગન શુટ
- બેથ મૂની
- એલિસા હીલી
દરેક ફ્રેન્ચાઇઝીના પર્સમાં હરાજી માટે 12-12 કરોડ રૂપિયા હશે. એટલે કે કુલ 60 કરોડ રૂપિયા દાવ પર લાગશે. દરેક ફ્રેન્ચાઈઝી માટે હરાજીમાં ઓછામાં ઓછા 9-9 કરોડ રૂપિયા ખર્ચવા ફરજિયાત છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે હરાજી દરમિયાન તમામ ફ્રેન્ચાઇઝીઓના પર્સ સંપૂર્ણપણે ખાલી થઈ શકે છે. આ હરાજીમાં 24 ખેલાડીઓની મૂળ કિંમત 50 લાખ રૂપિયા છે. તે જ સમયે, 30 ખેલાડીઓની મૂળ કિંમત 40 લાખ રૂપિયા રાખવામાં આવી છે. આ પછી 30, 20 અને 10 લાખની બેઝ પ્રાઈઝ ધરાવતા ખેલાડીઓ પણ છે.
આ હરાજીમાં ઓલરાઉન્ડરોની સંખ્યા સૌથી વધુ છે. ભારતના 127 ઓલરાઉન્ડર અને 73 વિદેશથી આ હરાજીમાં ભાગ લેશે. આ પછી બોલરોનો નંબર આવે છે. ભારતના 51 બોલરો અને વિદેશના 42 બોલરોને હરાજી માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. બેટ્સમેનોમાં ભારતના 42 ખેલાડીઓ અને વિદેશના 29 ખેલાડીઓ અને વિકેટકીપર્સમાં ભારતના 26 અને વિદેશના 19 ખેલાડીઓનું નામ હરાજીની યાદીમાં છે.
ભારતીય ખેલાડીઓમાં હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, દીપ્તિ શર્મા અને રેણુકા સિંહ પર પૈસાનો ભારે વરસાદ થઈ શકે છે. બીજી તરફ, વિદેશી ખેલાડીઓમાં, તાહિલા મેકગ્રા, સોફી ડિવાઇન, એલિસા હીલી, એલિસ પેરી, નેટ શિવર, હેલી મેથ્યુઝ, શબનિમ ઈસ્માઈલ, બેથ મૂની અને સોફી એક્લેસ્ટોન જેવા અનુભવી ખેલાડીઓની બોલી કરોડોમાં જઈ શકે છે.
બ્રેકગ્રાઉન્ડ
WPL Auction 2023 LIVE Updates: વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)માં ખેલાડીઓની હરાજી પ્રક્રિયામાં વધુ સમય બાકી નથી. લાંબા સમયથી મહિલા IPLની રાહ જોઈ રહેલા ફેન્સને BCCIએ ખુશખબર આપી હતી. આજે મહિલા IPL એટલે કે મહિલા પ્રીમિયર લીગની હરાજી થશે. તે જ સમયે, આ લીગ 4 માર્ચથી 26 માર્ચ સુધી રમાશે. મહિલા IPL હરાજીનું લાઇવ પ્રસારણ વાયાકોમ 18 નેટવર્ક પર કરવામાં આવશે, જેની જાહેરાત પહેલા જ કરવામાં આવી છે.
મહિલા પ્રીમિયર લીગની પ્રથમ આવૃત્તિમાં કુલ 5 ફ્રેન્ચાઈઝી ભાગ લેવા જઈ રહી છે, જેમાં કુલ 22 મેચો રમાશે. પ્રથમ એડિશનમાં દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, અમદાવાદ અને લખનઉની ટીમો રમતી જોવા મળશે. વિમેન્સ પ્રીમિયર લીગ માટે ખેલાડીઓની હરાજી પ્રક્રિયા મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં આવેલા જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં બપોરે 2:30 વાગ્યે યોજાશે.
હરાજીની પ્રક્રિયામાં ભાગ લેવા માટે કુલ 1525 ખેલાડીઓએ તેમના નામ નોંધાવ્યા હતા, ત્યારબાદ 409 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. આમાંથી, જ્યાં 202 ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરી ચૂક્યા છે, ત્યાં 199 ખેલાડીઓ એવા છે જેમણે એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. તમામ ફ્રેન્ચાઈઝીઓને 12 કરોડ રૂપિયાની પર્સ વેલ્યુ આપવામાં આવી છે, જેમાં તેણે પોતાની ટીમમાં વધુમાં વધુ 18 ખેલાડીઓને સામેલ કરવા પડશે.
મહિલા પ્રીમિયર લીગની હરાજી ક્યાં યોજાઈ રહી છે?
વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝન માટે ખેલાડીઓની હરાજી પ્રક્રિયા 13 ફેબ્રુઆરીએ મુંબઈમાં યોજાશે.
કયા સમયે ખેલાડીઓની હરાજી પ્રક્રિયા શરૂ થશે?
મહિલા પ્રીમિયર લીગની હરાજી ભારતીય સમય અનુસાર બપોરે 2.30 વાગ્યે શરૂ થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -