MI-W vs DC-W Match Prediction: વૂમન્સ પ્રીમિયર લીગ પોતાના છેલ્લા સ્ટેજ પર પહોંચી ગયુ છે. ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ આજે (26 જુલાઇ, રવિવારે) મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સની વચ્ચે સાંજે 7:30 વાગે બેબ્રૉન સ્ટેડિયમ, મુંબઇમાં રમાશે. બન્ને ટીમો WPL ની પહેલો ખિતાબ જીતવા માટે કોઇ કસર છોડશે નહીં. જાણો આજે કોણ મારશે બાજી....  


ટૂર્નામેન્ટમાં કેવો રહ્યો બન્ને સફર -
ટૂર્નામેન્ટની લીગ મેચોમાં તમામ ટીમો એકબીજા સામે 2-2 મેચ રમી ચૂકી છે. આવામાં હરમન પ્રીત કૌરની આગેવાની વાળી મુંબઇ ઇન્ડિયન્સ અને મેગ લેનિંગની કેપ્ટનશીપ વાળી દિલ્હી કપિટલ્સ આમને સામને આવી છે. મુંબઇ વિરુદ્ધ દિલ્હીની પહેલી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે 8 વિકેટથી જીત પોતાના નામે કરી હતી. વળી, બીજી ટક્કરમાં દિલ્હી કેપિટલ્સે 9 વિકેટથી બાજી મારી હતી. લીગ મેચોમાં બન્નેની મેચો જોતા કોઇ એકને વિજેતા કહેવુ આસાન નથી. આવામાં ફાઇનલ મેચમાં જોરદાર ટક્કર જોવા મળી શકે છે. 


આવી હોઇ શકે છે બન્ને ટીમોની પ્લેઇંગ ઇલેવન - 
ખિતાબી મેચો માટે બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવનની વાત કરીએ તો મેગ લેનિંગની કેપ્ટનશીપ વાળી દિલ્હી કેપિટલ્સે ટૂર્નામેન્ટ શાનદાર પ્રદર્શન કર્યુ છે. આવામાં દિલ્હી પોતાની છેલ્લી પ્લેઇંગ ઇલેવન કૉમ્બિનેશનને યથાવત રાખવા માંગશે. વળી, મુંબઇ ઇન્ડિયન્સની વાત કરીએ તો તેને પોતાની છેલ્લી મેચ (એલિમિનેટર)માં યૂપી વૉરિયર્સને 72 રનોથી હાર આપી હતી. આવામાં પોતાની તે જ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરવાનું પસંદ કરશે. 


આજની ફાઇનલ મેચ માટે બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન - 


દિલ્હી કેપિટલ્સની સંભવિત ટીમ - 
મેગ લેનિંગ (કેપ્ટન), શેફાલી વર્મા, એલિસ કેમ્સે, જેમિમા રૉડ્રિગ્ઝ, મારિજાને કેપ, તાનિયા ભાટિયા (વિકેટકીપર), જેસ જોનાસેન, રાધા યાદવ, અરુંધતિ રેડ્ડી, શિખા પાન્ડે, પૂનમ યાદવ.


મુંબઇ ઇન્ડિયન્સની સંભવિત ટીમ - 
હરમન પ્રીત કૌર (કેપ્ટન), હેલે મેથ્યૂઝ, યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), નેટ સિવર બ્રન્ટ, મેલી કેર, પૂજા વસ્ત્રાકર, ઇસ્સી વૉન્ગ, અમનજોત કૌર, હુમેરા કાજી, જિન્તિમાની કલિતા, સાયકા ઇશાક.