ભારતમાં જન્મેલો આ ખેલાડી હવે ભારત સામે બતાવશે પોતાનો દમ, ટી-20માં મળ્યો મોકો, જોણો કોણ છે?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆયરલેન્ડની ટીમઃ- ગેરી વિલ્સન (કેપ્ટન), એન્ડ્યૂ બિલબિર્ની, પીટર ચેજ, જોર્જ ડાકરેલ, જોશુલા લિટલ, એન્ડી મેકબ્રાયન, વિલિયમ પોર્ટરફિલ્ડ, સ્ટૂઅર્ટ પાયંટર, બાયડ રેન્કિંગ, જેમ્સ શેનન સિમી સિંહ, પૉલ સ્ટર્લિંગ અને સ્ટૂઅર્ટ થૉમ્પ્સન.
આયરલેન્ડે ભારત વિરુદ્ધ એકમાત્ર ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ ઇંગ્લેન્ડમાં 2009 વર્લ્ડ ટી-20 દરમિયાન રમી હતી. ભારતે આ મેચ 4.3 ઓવર બાકી રહેતા આઠ વિકેટે જીતી લીધી હતી. ઝહીર ખાને આ મેચમાં 19 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી.
પંજાબના ખરડ જિલ્લામાં બથલાના ગામમાં જન્મેલા સિમીએ આઠ વનડે જ્યારે છ ટી-20 વિકેટ ઝડપી છે. ભારત વિરુદ્ધ રમાનારી મેચો માટે ટીમમાં જોશુલા લિટન અને એન્ડી મેકબ્રાઇનની પણ વાપસી થઇ છે.
સિમી સિંહે ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ ડેબ્યૂ કર્યુ હતું, પણ આ મેચ ઉપરાંત તેને કોઇ અન્ય મોટી ટીમ વિરુદ્ધ રમવાનો મોકો ન હતો મળ્યો. તે અત્યાર સુધી સાત વનડે અને ચાર ટી-20 મેચો રમી ચૂક્યો છે.
નવી દિલ્હીઃ આયરલેન્ડે ભારત વિરુદ્ધ બે ટી-20 આંતરરાષ્ટ્રીય મેચો માટે ગેરી વિલ્સનની આગેવાનીમાં 14 સભ્યોવાળી ટીમની જાહેરાત કરી દીધી છે જેમાં પંજાબમાં જન્મેલા ઓફ સ્પિનર સિમરનજિત ‘સિમી’ સિંહને પણ જગ્યા મળી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -