નવી દિલ્હી: વિકેટકીપર-બેટ્સમન ઈશાન કિશન આઈપીએલ પહેલા જબરજસ્ત ફોર્મમાં નજર આવી રહ્યો છે. ઝારખંડ તરફથી રમી રહેલા 20 વર્ષના આ ક્રિકેટરને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં એવું કારનામું કરી બતાવ્યું જે અત્યાર સુધી ટી20 ક્રિકેટમાં કોઈપણ વિકેટ કિપર કેપ્ટન નથી કરી શક્યા. મહેન્દ્રસિંહ ધોની પણ આ કમાલ નથી કરી શક્યા.



ઈશાન કિશને મુલાપાડુ આંધ્રપ્રદેશમાં રમાયેલી સૈયદ મુશ્તાક અલી ટી-20 ટૂર્નામેન્ટમાં સતત બીજી સદી બનાવવાનું કારનામું કર્યું છે. તેની સાથે જ કોઈ ટીમના વિકેટ કિપર અને કેપ્ટન તરીકે ટી20 ક્રિકેટમાં સતત બે સદી બનાવવનારો પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે. બે દિવસ અગાઉ તેણે જમ્મુ-કાશ્મીર વિરુદ્ધ મુલાપાડુમાં જ 55 બોલમાં 100 રનની અણનમ ઇનિંગ રમી હતી.

INDvAUS: આજે પ્રથમ T20, જાણો કેટલા વાગે થશે ટોસ અને કઈ ચેનલ પરથી થશે ટેલિકાસ્ટ


રવિવારે કેપ્ટન ઈશાન કિશને મુલાપાડુ આંધ્રપ્રદેશમાં મણીપુર વિરુદ્ધ સૈયદ મુશ્તાક અલી ટી-20 ટૂર્નામેન્ટમાં 60 બોલમાં 113 રનોની અણનમ તોફાની ઇનિગ રમી હતી. આ દરમિયાન તેણે 5 છગ્ગા અને 12 ચોગ્ગા ફટકાર્યા હતા. તેની સદીની મદદથી ઝારખંડે 20 ઓવરમાં 219/1 રન બનાવ્યા હતા.


ઈશાન કિશન ટી-20માં સતત બે સદી નોંધાવનાર બીજો ભારતીય બેટ્સમેન છે, આ પહેલા દિલ્હીના ઉન્મુક્ત ચંદે 2013માં સતત બે સદી ફટકારી હતી. ટી-20 ઇતિહાસની વાત કરીએ તો ઇશાન કિશન ટી-20માં સતત બે સદી બનાવનાર વિશ્વના આઠમો બેટ્સમેન છે. ઇશાનને આગામી આઈપીએલ માટે મુબંઈ ઇન્ડિયન્સે 6.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

વાંચો: માત્ર 9 રનમાં ઓલ આઉટ થઈ ગઈ ટીમ, 9 ખેલાડી થયા શૂન્યમાં આઉટ

ટેસ્ટ રેન્કિંગમાં ટીમ ઈન્ડિયા કયા નંબર પર છે, સાઉથ આફ્રિકા કેમ સરકી ગયું ત્રીજા નંબરે, જાણો વિગત