એડિલેડઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં ચાર વિકેટના નુકસાન પર  117 રન બનાવી લીધા છે. ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી અને મેચના ત્રીજા બોલ પર જ ઇશાંત શર્માએ ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન એરોન ફિંચને ઇશાંત શર્માએ ક્લિન બોલ્ડ કર્યો હતો. ફિંચની વિકેટ પડતા વિરાટ કોહલી ખુશીથી ઝૂમી ઉઠ્યો હતો.

ઇશાંત શર્માએ જે રીતે ફિંચને ક્લિન બોલ્ડ કર્યો તે શાનદાર હતો. પિચ્ડઅપ બોલ પર ફિંચ ડ્રાઇવ કરવા માંગતો હતો પરંતુ પુરી રીતે ચૂકી ગયો હતો અને બે સ્ટંમ્પ ઉખડી ગયા હતા. ચેતેશ્વર પૂજારાની શાનદાર સદી લીધે ભારતે 250 રનનો સમ્માનજનક સ્કોર બનાવામાં સફળતા મેળવી હતી.