કાનપુર: ન્યુઝીલેંડ વિરુદ્ધ પહેલી ટેસ્ટ મેચના ઠીક પહેલા ટીમ ઈંડિયાને મોટો ફટકો લાગ્યો છે. ટીમના ઝડપી બોલર ઈશાંત શર્મા ચિકનગુનિયાનો શિકાર બન્યો છે. જેના કારણે હવે ટીમ ઈંડિયાને હવે પોતાની 500મી ટેસ્ટ મેચ તેના વગર રમવી પડશે.
ટીમના કોચ અનિલ કુંબલેએ કહ્યું કે, ઈશાંતની જગ્યા પર કોઈ બીજા ખેલાડીને ટીમમાં સમાવેશ કરવામાં આવશે નહીં. ભારતીય ટીમમાં ઝડપી બોલરના રૂપમાં મોહમ્મદ શમ્મી, ભુવનેશ્વર કુમાર અને ઉમેશ યાદવ ટીમમાં છે. ટીમ ઈંડિયાના નિયમિત સભ્ય રહેલા ઈશાંતે ભારત માટે અત્યાર સુધી 72 ટેસ્ટ મેચ રમી છે અને તેને 209 વિકેટ ઝડપી છે. હાલમાંજ વેસ્ટઈંડિઝ વિરુદ્ધ રમાયેલી ટેસ્ટમાં તેને 8 વિકેટ ઝડપી હતી.
ટીમ ઈંડિયા: વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, ચેતેશ્વર પુજારા, કેએલ રાહુલ, મુરલી વિજય, રોહિત શર્મા, આર અશ્વિન, રિદ્ધિમાન સાહા, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, શિખર ધવન, અમિત મિશ્રા, રવિંદ્ર જાડેજા અને ઉમેશ યાદવ