KKR સામે પંજાબની હાર થતાં પ્રીતિ ઝિંટાને સલાહ આપવા પહોંચી ગયા જ્યોતિરાદિત્ય સિંધિયા, મળ્યો આવો જવાબ
પ્રીતિ પાસેથી યોગ્ય જવાબ ન મળ્યા બાદ સિંધિયા ટીમના બોલિંગ કોટ વેંકટેશ પ્રસાદ પાસે ગયા અને તેમની સાથે પણ વાતચીત કરી. આ બંને વચ્ચે શું વાત થઈ તેની કોઈ જાણકારી સામે આવી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રીતિએ તેમને જવાબ આપતાં કહ્યું કે, ટોસ બાદ શું ફેંસલો લેવામાં આવશે તેની રણનીતિ ટીમ બનાવે છે. જેમાં તેની કોઈ દખલગીરી નથી હોતી. ક્રિકેટ પ્રેમી સિંધિયાએ કહ્યું કે, જો હું જગ્યાએ હોત તો પ્રથમ બેટિંગ કરત.
સિંધિયા મેચ બાદ પોસ્ટ મેચ પ્રેઝેન્ટેશનમાં હતા અને કાર્યક્રમ પૂરો થયા બાદ પ્રીતિ ઝિંટા સાથે વાત કરી હતી. તેમણે મેચમાં ફેંસલાને લઈ પ્રીતિને સલાહ આપી હતી. અહેવાલ મુજબ સિંધિયાએ કહ્યું કે ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો કરવો જોઈતો હતો.
મેચ સમાપ્ત થયા બાદ ફરી એક વખત પંજાબની કો-ઓનર પ્રીતિ ઝિંટા સમાચારમાં આવી હતી. આ વખતે રાજકારણના દિગ્ગજ ખેલાડી અને મધ્ય પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ જ્યોતિરાદિત્ય સિંધિયા સલાહ આપતા નજરે પડ્યા હતા.
આ જીત બાદ કોલકાતા ફરી એકવખત પોઇન્ટ ટેબલમાં ટોપ ચાર ટીમોમાં સામેલ થઈ ગઈ અને તેની પ્લે ઓફમાં પહોંચવાની આશા જીવંત છે.
મોટા સ્કોરનો પીછો કરતી વખતે પંજાબે સારી શરૂઆત તો કરી પરંતુ 20 ઓવરના અંતે 8 વિકેટ પર 214 રન બનાવી શકી અને મેચમાં હારી ગઈ.
ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં કોલકાતાએ સુનીલ નારાયણના 75 અને કેપ્ટન દિનેશ કાર્તિકના 50 રનની મદદથી 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 245 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો. જે કેકેઆરનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર હતો.
ઈન્દોરઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 11મી સીઝનમાં શનિવારે સાંજે રમાયેલી કોલકાતા નાઈટ રાઈડર્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચેની મેચમાં પંજાબનો 31 રને પરાજય થયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -