ઈંગ્લેન્ડના આ દિગ્ગજ ક્રિકેટરે કહ્યું ક્રિકેટને અલવિદા
આ દિગ્ગજ બેટ્સમેને પોતાના 36.5 લાખ ફોલોઅર્સને ટ્વિટ કરી કહ્યું કે ક્રિકેટને હવે અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. મને જણાવવામાં આવ્યું છે કે, મે પોતાના પ્રોફેશનલ કેરિયરમાં 30 હજારથી વધુ રન બનાવ્યાં છે. જેમાં 152 અડધી સદી અને 68 સદી સામેલ છે. હવે આગળ વધવાનો સમય આવી ગયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપીટરસન આઈપીએલમાં દિલ્લી ડેરડેવિલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેગલુરુ ટીમો તરફથી પણ રમી ચૂક્યો છે.
પીટરસન 2014 બાદ દુનિયાભરમાં વિભિન્ન ક્લબ ટીમો તરફથી રમી ચૂક્યો છે. દક્ષિણ આફ્રિકામાં જન્મેલો પીટરસન હાલ પાકિસ્તાન સુપર લીગમાં ક્વેટા ગ્લેડિએડર્સ તરફથી રમી રહ્યો છે. તેણે ગુરુવારે ઈસ્લામાંબાદ યૂનાઈટેડ વિરુદ્ધ પોતાની અંતિમ મેચમાં માત્ર સાત રન બનાવ્યાં હતા.
પીટરસને 2005માં લોડ્રુસમાં ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યૂ કર્યા બાદ ઈંગ્લેન્ડ માટે 104 ટેસ્ટ રમ્યો હતો. જેમાં 8181 રન બનાવ્યાં છે સાથે 23 સદી અને 35 અડધી સદી સામેલ છે. પીટરસને 136 વનડેમાં નવ શતક અને 25 અડધી સદીની મદદથી 4500 રન બનાવ્યા છે.
લંડન: ઈંગ્લેડના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન કેવિન પીટરસને શનિવારે પોતાના ક્રિકેટ કેરિયરને અલવિદા કહીં દીધું છે. 37 વર્ષીય પીટરસને સોશલ મીડિયા તેની જાહેરાત કરી છે. વર્ષ 2008-09માં થોડા સમય માટે ઈંગ્લેન્ડની ડીમનું સુકાન સંભાળનારા પીટરસને 2014માં જણાવ્યું હતું કે તે હવે રાષ્ટ્રીય ટીમનો ભાગ નહીં રહે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -