નવી દિલ્હીઃ આઈપીએલના 52માં મેચમાં શુક્રવારે રાત્રે કોલકાતા નાઈટ રાઈડર્સે મેજબાન કિંગ્સ ઈલેવન પંજાબને હરાવ્યું હતું. મોહાલીમાં રમાયેલ આ મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબે 7 વિકેટ હાર મળી જેની સાથે જ પ્લેઓફમાં પહોંચવામાં શક્યતા ઓછી થઈ ગઈ છે જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સ માટે હજુ પણ પ્લેઓફમાં જવાની આશા છે. આ મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબે સન્માનજનક સ્કોર બનાવ્યો હતો પરંતુ કોલકાતાએ શાનદાર બેટિંગ કરીને જીત મેળવી અને તેનું સૌથી મોટું શ્રેય જાય છે કેકેઆરના યુવા ઓપનર શુબમન ગિલને.


ગિલે 49 બૉલમાં 5 ચોક્કા અને બે છક્કાની મદદથી 65 રન નોંધાવ્યા હતા. આ મેચમાં ગિલે એક મહત્ત્તવપૂર્ણ રેકર્ડ પોતાના નામે કરી લીધો છે.



19 વર્ષ અને 238 દિવસની ઉંમરના ગિલે આઈપીએલમાં 6 ફિફ્ટી મારી છે અને 20 વર્ષની ઉંમરે આ સિદ્ધી મેળવનાર આઈપીએલના ઇતિહાસનો પ્રથમ ખેલાડી છે. તેમણે 2018ના ડેબ્યૂ સીઝનમાં અને આ સીઝનમાં ત્રણ ફિફ્ટી મારી અને પોતાની બેટિંગનો પાવર દર્શાવ્યો છે. આઈપીએલના ઇતિહાસમાં 20 ઉંમર ખેલાડીએ 3 ફિફ્ટી મારી હતી.