નવી દિલ્હી:  ભારતીય ટીમે ન્યૂઝિલેન્ડમાં શાનદાર પ્રદર્શન કરતા ઈતિહાસ રચ્યો હતો. પાંચ મેચની ટી20 સિરીઝમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝિલેન્ડનો વ્હાઈટ વોશ કર્યો. ટીમ ઈન્ડિયાના બેટ્સમેન અને વિકેટકીપર કેએલ રાહુલએ આ સિરીઝ દરમિયાન ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું. કેએલ રાહુલે પ્લેયર ઓફ ધ સિરીઝનો ખિતાબ જીતી લીધો.

મહેન્દ્રસિંહ ધોની ની ગણના ભારતના મહાન વિકેટકીપર તરીકે થાય છે, પરંતુ તે પણ ક્યારેય વિકેટકીપર તરીકે ટી-૨૦ શ્રેણીમાં પ્લેયર ઓફ ધ સિરીઝનો ખિતાબ જીતી શક્યો નથી. કેએલ રાહુલે પોતાની પ્રથમ જ ઈન્ટરનેશનલ ટી-20માં પોતાના શાનદાર પ્રદર્શન કરી પ્લેયર ઓફ ધ સિરીઝનો ખિતાબ જીતી લીધો.

કુલ ૨૨૪ રન બનાવ્યા, બે અર્ધસદી પણ સામેલ છે. આ ઉપરાંત તેણે વિકેટની પાછળ ચાર શિકાર કર્યા, જેમાં ત્રણ કેચ અને એક સ્ટમ્પિંગ સામેલ છે. રાહુલે આ સમગ્ર શ્રેણી દરમિયાન બેવડી જવાબદારી શાનદાર રીતે સંભાળીને ભારતની જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.

કેએલ રાહુલે ન્યૂઝિલેન્ડ વિરૂદ્ધ સિરીઝમાં 224 રન બનાવ્યા હતા, જેમાં બે અડધી સદી સામેલ છે. કેએલ રાહુલ પ્રથમ ટી20માં 56 રન,બીજી ટી20માં 57,ત્રીજી મેચમાં 27, ચોથી મેચમાં 39 અને અંતિમ ટી20માં 45 રનની ઈનિંગ રમી હતી. આ માટે તેને મેન ઓફ ધ સિરીઝ પુરસ્કાર મળ્યો છે.