IND vs SA: ટીમ ઈન્ડિયાનો જ ખેલાડી બનશે મેન ઓફ ધ સીરિઝ, જાણો કોની વચ્ચે છે ટક્કર
નવી દિલ્હીઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે છ વન ડે મેચની સીરિઝમાં અત્યાર સુધી ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. જેના કારણે ટીમ ઈન્ડિયા 26 વર્ષમાં પ્રથમ વખત સાઉથ આફ્રિકામાં વન ડે સીરિઝ જીતવામાં સફળ રહી છે. શ્રેણીની છેલ્લી મેચ શુક્રવારના રોજ રમાશે. વન ડે સીરિઝમાં અત્યાર સુધી ભારતીય ટીમ કરેલા પ્રદર્શનના કારણે મેન ઓફ ધ સીરિઝનો એવોર્ડ કોઈ એક ભારતીયના ખાતામાં આવશે તે નક્કી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટેસ્ટ સીરિઝમાં બંને ટીમમાંથી સૌથી વધારે રન બનાવનારા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ વન-ડે સીરિઝમાં પણ બેટથી ધમાલ કરી છે. વન ડે સીરિઝની અત્યાર સુધીની 5 મેચમાં ધમાકેદાર બેટિંગ કરતાં કોહલીએ 143ની એવરેજથી 429 રન બનાવ્યાં હતાં. સાઉથ આફ્રિકામાં તેમની જ જમીન પર એક વનડે સીરિઝમાં 400થી વધુ રન કરનારો વિરાટ કહોલી પ્રથમ બેટ્સમેન છે. વિરાટ કોહલી આ સીરિઝમાં અત્યાર સુધી 35 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકારી ચૂક્યો છે. આટલું જ નહીં આ દરમિયાન તેણે 2 સેન્ચ્યુરી અને એક અડધી સદી પણ લગાવી છે.
રન બનાવવાના મામલે શિખર ધવન બીજા સ્થાન પર છે. ગબ્બરે આ સીરિઝમાં એક વખત નોટ આઉટ રહીને સુધીમાં 76.25ની એવરેજથી 305 રન બનાવ્યાં છે. આમ શિખર ધવન પણ શ્રેણીમાં 300થી વધારે રન બનાવી ચુક્યો છે. આ દરમિયાન તેણે 45 ચોગ્ગા અને 2 સિક્સર ફટકારી છે.
આ ચારેય ભારતીય ક્રિકેટરની આસપાસ કોઇપણ આફ્રિકન ખેલાડી નથી. તેથી ઉપરોક્ત ચારમાંથી ભારતનો જ એક ખેલાડી મેન ઓફ ધ સીરિઝનો અવોર્ડ જીતી શકે છે.
ચાઇનામેન કુલદીપ યાદવ પાંચ મેચમાં 16 વિકેટ ઝડપી ચૂક્યો છે. તેથી તે પણ મેન ઓફ ધ સીરિઝનો પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.
યુઝવેન્દ્ર ચહલ પણ પાંચ મેચમાં 14 વિકેટ લેવામાં સફળ રહ્યો છે. પિંક વન-ડેને બાદ કરતાં ચારેય મેચમાં આફ્રિકાના બેટ્સમેનો ભારતના બંને સ્પિનરોનો સામનો કરી શક્યા નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -