IPL: કોલકત્તાએ રાજસ્થાનને 7 વિકેટે હરાવ્યું, પૉઇન્ટ ટેબલમાં બની નંબર-1 ટીમ
આ જીતની સાથે જ કોલકત્તા પૉઇન્ટ ટેબલમાં ટૉપ પર પહોંચી ગયું અને તેને 5 મેચોમાં 3 જીત અને 2 હાર સાથે 6 પૉઇન્ટ મેળવ્યા છે. સનરાઇઝર્સ હૈદરાબાદ બીજા, કિંગ્સ ઇલેવન પંજાબ ત્રીજા અને ચેન્નાઇ સુપર કિંગ્સ ચોથા સ્થાને છે. રૉયલ ચેલેન્જર્સ બેગ્લૉર સૌથી છેલ્લા નંબર પર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજયપુરઃ સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં કોલકત્તા નાઇટરાઇડર્સને રાજસ્થાન રૉયલ્સને 7 વિકેટે હરાવીને ટૂર્નામેનટ્ની 5 મેચોમાં 3જી જીત નોંધાવી છે. રાજસ્થાન તરફથી મળેલા 161 રનના ટાર્ગેટને કોલકત્તાએ 18.5 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. કેપ્ટન દિનેશ કાર્તિક 42 અને નીતિશ રાણા 35 રન બનાવીને નૉટ આઉટ રહ્યાં હતા. રાણાને મેન ઓફ ધ મેચ અવોર્ડ આપવામાં આવ્યો હતો.
કૃષ્ણપ્પા ગૌતમે 2 વિકેટ લીધી. રાજસ્થાન પહેલા બેટિંગ કરતાં પહેલી ઇનિંગમાં 20 ઓવરમાં આઠ વિકેટે 160 રન બનાવ્યા. ડી શોર્ટે સૌથી વધુ 44 રન અને અજિંક્યે રહાણેએ 36 રન બનાવ્યા હતા. નીતિશ રાણા અને ટૉમ કુરેને 2-2 વિકેટ લીધી હતી.
રાહુલ ત્રિપાઠી 10, બેન સ્ટૉક્સ 14, કૃષ્ણપ્પા ગૌતમ 12, સંજૂ સેમસન 7 અને શ્રેયસ ગોપાલ 0 રન બનાવીને આઉટ થયા હતા. પીયુષ ચાવલા, શિવન માવી અને કુલદીપ યાદવે 1-1 વિકેટ લીધી હતી.
રહાણે અને ડી શોર્ટે પહેલી વિકેટ માટે 54 રનની ભાગીદારી કરી. રહાણે ઇનિંગની ચોથી ઓવરમાં સુનીલ નરેનને સતત ચાર બૉલ પર 4 ચોગ્ગા ફટકાર્યા. ત્યારબાદ રાજસ્થાનની વિકેટ સતત પડતી રહી હતી.
કોલકત્તાના ઓપનર ક્રિસ લિન 0 રન પર કૃષ્ણપ્પા ગૌતમના બૉલ પર બૉલ્ડ થઇ ગયો. લિન બાદ રૉબિન ઉપથ્થા અને સુનિલ નરેને 69 રનનો ભાગીદારી કરી. ઉથપ્પા 48 અને નરેન 35 રન બનાવીને આઉટ થયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -