ધોની અને કુલદીપની 'જુગલબંદી'એ બનાવ્યા આ બે-બે રેકોર્ડ, જાણો રેકોર્ડ વિશે
માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં વિકેટ પાછળ મહેન્દ્ર સિંહ ધોની અને પોતાની 11મી ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં ઉતરેલા કુલદીપ યાદવે જબરદસ્ત 'જુગલબંદી' બતાવી, તેમને એકસાથે બે-બે રેકોર્ડ બનાવી દીધી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકુલદીપ યાદવનો વર્લ્ડ રેકોર્ડઃ- આની સાથે જ ટીમ20 ઇન્ટરનેશનલમાં કુલદીપ યાદવે સતત બે બૉલ પર બે બેટ્સમેનોને શૂન્ય રને સ્ટમ્પ કરાવવા વાળો પહેલો બૉલર બની ગયો, એટલે વિકેટ કિપર અને બૉલરની આ 'જુંગલબંદી'થી રેકોર્ડ બની ગયો.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાએ પહેલી ટી20 મેચમાં ઇંગ્લીશ ટીમને 8 વિકેટે માત આપી દીધી, કેએલ રાહુલના શતકની સામે ઇંગ્લેન્ડની ટીમ શકી નહીં અને પહેલી ટી20માં ભારતે શાનદાર જીત મેળવી લીધી હતી. જોકે આ મેચની સાથે જ ધોની અને કુલદીપ યાદવની જુગલબંદીએ એકસાથે બે-બે રેકોર્ડ બનાવ્યા છે.
ધોનીનો વર્લ્ડ રેકોર્ડઃ- એટલું જ નહીં, કુલદીપ યાદવની ઓવરમાં બે સ્ટમ્પ કરીને ધોનીએ પણ મોટી ઉપલબ્ધી હાંસલ કરી લીધી. હવે તે ટી20 ઇન્ટરનેશનલમાં સર્વાધિક સ્ટમ્પ કરનારાના લિસ્ટમાં નંબર-1 પર આવી ગયો છે. ધોનીએ 33 સ્ટમ્પ કરીને પાકિસ્તાની વિકેટ કીપર કામરાન અકમલ (32 સ્ટમ્પ)નો રેકોર્ડ તોડી દીધો હતો.
પોતાની બૉલિંગનો કમાલ બતાવતા 'જાદુગર' કુલદીપ યાદવની કેરિયરની બેસ્ટ (5/24) બૉલિંગ સામે અંગ્રેજોએ ઘૂંટણા ટેકવી દીધા હતા. ઇંગ્લીશ ટીમ 159 રન બનાવી શકી હતી અને ભારતે 8 વિકેટે આ મેચને જીતી લીધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -