માત્ર 18 મેચોમાં જ કુલદીપે કર્યો આ ખાસ કમાલ, આ મામલે બની ગયો દુનિયાનો નંબર-1 બૉલર, જાણો વિગતે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઓવલમાં ભારતને 92 રનથી જીત મળી અને આની સાથે જ તેમને પાંચ વનડે મેચોની સીરીઝમાં 2-0થી લીડ મેળવી લીધી છે. 325 રનનો લક્ષ્ય લઇને ઉતરેલી કીવી ટીમને 234 રન પર સમેટી લેવામાં કુલદીપ યાદવે મુખ્ય ભૂમિકા નિભાવી, આ સાથે જ કુલદીપ યાદવના નામે એક ખાસ રેકોર્ડ નોંધાઇ ગયો છે.
ઉલ્લેખનીય છે કે, પાંચમી વાર કુલદીપે વનડે ક્રિકેટમાં એશિયાની બહાર ચાર કે તેનાથી વધુ વિકેટ ઝડપી છે, અને અનિલ કુંબલેની બરાબરી કરી લીધી છે. જોકે, કુંબલે એ આ આંકડો 94 વનડેમાં જ્યારે કુલદીપે માત્ર 18 મેચોમાં જ પાર પાડ્યો છે.
કુલદીય યાદવે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ નેપિયર વનડેમાં 4/39 નો આંકડો નોંધાવ્યો, બાદમાં ઓવલ વનડેમાં પણ પોતાની ઘાતક બૉલિંગનો સ્પેલ ચાલુ રાખતા 4/45 નો દમ બતાવ્યો હતો. કુલદીપ આ સાથે જ ન્યૂઝીલેન્ડમાં સતત બે વાર ચાર-ચાર વિકેટ લેનારો દુનિયાનો પહેલો લેફ્ટ આર્મ સ્પિનર બની ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -