નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગે અનિલ કુંબલેને મુખ્ય પસંદગીકાર બનાવવાની ભલામણ કરી છે. સેહવાગે કહ્યું કે પૂર્વ કેપ્ટનની ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધારવાની ખૂબી તેને મુખ્ય પસંદગીકારનો પ્રબળ દાવેદાર બનાવે છે. સેહવાગે તેની સાથે જ આ કામ માટે સેલેરી વધારવાની પણ વાત કરી.


વીરેન્દ્ર સેહવાગે કહ્યું હતું કે અનિલ કુંબલને ખેલાડીઓમાં જોશ અને આત્મવિશ્વાસ ભરતા આવડે છે. કુંબલે ચીફ સિલેક્ટર પદે યોગ્ય દાવેદાર છે. તે સચિન, ગાંગુલી અને દ્રવિડ જેવા દિગ્ગજો સાથે રહ્યા છે અને કોચ તરીકે યુવા ખેલાડીઓ સાથે પણ સમય પસાર કર્યો છે. જોકે સેહવાગે એમ પણ કહ્યું હતું કે મને નથી લાગતું કે તે ચીફ સિલેક્ટર બનશે કારણ કે સેલેરી ઘણી ઓછી છે. જો બીસીસીઆઈ ચીફ સિલેક્ટરની સેલેરી વધારે તો ઘણા ખેલાડી આ પદ મેળવવા ઇચ્છુક રહેશે.

સેહવાને જ્યારે પુછવામાં આવ્યું કે તેને ચીફ સિલેક્ટર બનવું ગમશે તો તેમણે કહ્યું તે તેને બંધન પસંદ નથી. હું કોલમ લખું છું, ટીવી ઉપર આવું છું. જ્યારે એક સિલેક્ટર તરીકે મારા ઉપર બંધન રહેશે. ટીમ ઇન્ડિયાના કોચ પદ માટે અરજી ન કરવાના સવાલ પર સેહવાગે કહ્યું હતું કે 2017માં બીસીસીઆઈ સચિવ ડોં એમ વી શ્રીધરે કોચ પદની અરજી કરવા કહ્યું હતું અને તેથી કરી હતી. આ વખતે કોઈએ ના કહ્યું તો અરજી કરી નથી.