કાનપુર: ભારત આજે 500મી ટેસ્ટમેચ રમી રહ્યું છે. ભારતે ન્યૂઝિલેન્ડ સામેની પોતાની પ્રથમ ટેસ્ટ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે દિવસના અંતે 90 ઓવરમાં 9 વિકેટના નુકશાન પર 291 રન બનાવ્યા હતા. આ અગાઉ મુરલી વિજય 65 રન અને પૂજારા 62 રન બનાવી આઉટ થયા હતા.
ભારતની પ્રથમ વિકેટ લોકેશ રાહુલના સ્વરૂપમાં પડી હતી. રાહુલ 32 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ ચેતેશ્વર પૂજારા 62 રન બનાવી આઉટ થયો હતો. વિરાટ કોહલી પણ વધુ કાંઇ કરી શક્યો નહોતો અને 9 રન પર આઉટ થયો હતો.