ઇન્દોરઃ ન્યૂઝીલેન્ડને 299 રન પર ઓલ આઉટ કર્યા બાદ ભારતે ત્રીજા દિવસના અંતે વિના વિકેટે 18 રન બનાવી લીધા છે. મુરલી વિજય (11) અને ચેતેશ્વર પૂજારા (1) રને રમતમાં છે. 258 રનની લીડ સાથે પોતાની બીજી ઇનિંગ માટે ઉતરેલી ટીમે 276 રનની લીડ બનાવી લીધી છે. ભારતનો ઓપનર બેટ્સમેન ગૌતમ ગંભીરને ખભામાં ઇજા થતા રિટાયર્ડ હટ થયો હતો. આ પહેલા આર.અશ્વિને 6 વિકેટ જ્યારે જાડેજાએ 2 વિકેટ ઝડપી હતી.
આ અગાઉ ગઇકાલે ભારતે 5 વિકેટે 557 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો. લાથમ અને ગુપ્ટિલ વચ્ચે પ્રથમ વિકેટ માટે 118 રનની ભાગીદારી નોઁધાવી ટીમને સારી શરૂઆત અપાવી હતી પરંતુ બાદમાં કોઇ પણ બેટ્સમેન અશ્વિનની બોલિંગનો સામનો કરી શક્યો નહોતો. કેપ્ટન વિલિયમ્સન (8), ટેલર (0), અને રોન્ચી (0) રને આઉટ થઇ જતાં ભારત મજબૂત સ્થિતિમાં આવી ગયું છે.