મહેન્દ્રસિંહ ધોની ટેક્સ ચૂકવવામાં પણ નંબર-1, બનાવ્યો આ રેકોર્ડ
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ક્રિકેટ મેદાનની બહાર પણ એક રેકોર્ડ બનાવ્યો છે. આ રેકોર્ડ સૌથી વધારે ટેક્સ ભરવાનો છે. ધોનીએ નાણાંકીય વર્ષ 2017-18માં 12.17 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો છે. આ ટેક્સ બિહાર અને ઝારખંડ વિસ્તારમાં સૌથી વધારે છે. આઈટી હેડક્વાર્ટર (બિહાર અને ઝારખંડ)ના જોઈન્ટ કમિશ્નર નિશા અરોને આ વાતની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, ધોનીએ નાણાંકીય વર્ષ 2017-18માં બિહાર ઝારખંડ ક્ષેત્રમાં સૌથી વધારે ટેક્સ જમા કરાવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પહેલા 2016-2017ના નાણાંકીય વર્ષમાં 37 વર્ષના ધોનીએ 10.93 કરોડ રૂપિયા ટેક્સ જમા કરાવ્યો હતો. ધોની 2013-14માં પણ આ ક્ષેત્રમાં સૌથી વધારે ટેક્સ ચૂકવનારો વ્યક્તિ હતો. ફોર્બ્સ અનુસાર વર્ષ 2015માં કેપ્ટનની કુલ નેટવર્થ 111 મિલિયન ડોલર (અંદાજે 765 કરોડ રૂપિયા) હતી. એ વર્ષે ધોનીએ અંદાજે 217 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તેમાં 24 કરોડ રૂપિયા જેટલો તેનો પગાર હતો અને બાકીની રકમ જાહેરાતથી મળી હતી.
જણાવીએ કે ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તી લઈ લીધી છે અને તે ટેસ્ટ અને વનડે ટીમની કેપ્ટનશીપ પણ છોડી ચૂક્યો છે. આ વખતે તેની કેપ્ટનશીપમાં ચેન્નઈ સુપર કિંગ્સે ફરીથી આઈપીએલ જીતી હતી. ધોની ક્રિકેટ રમવા ઉપરાંત અન્ય રમત સાથે પણ જોડાયેલ છે. ઇન્ડિયન સુપર લીગમાં તેની ફુટબોલની એક ટીમ છે અને હોકી ઇન્ડિયા લીગમાં પણ તે રાંચી ટીમના સહ માલિક છે.
તેની સાથે જ તેણે 2017માં પોતાની કપડાની બ્રાન્ડ સેવન પણ શરૂ કરી હતી. હવે તે રાંચીમાં એક ફાઈવ સ્ટાર હોટલ બનાવવા માગે છે, તેના માટે તેણે રાજ્ય સરકાર પાસે મંજૂરી માગી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -