Bcciએ પોસ્ટ કર્યો ભારતીય ખેલાડીઓનો ફની VIDEO, થઈ રહ્યો છે વાયરલ
નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે છ ડિસેમ્બરથી ચાર મેચની ટેસ્ટ સીરીઝનો પ્રથમ મેચ એડિલેડમાં રમાશે. ત્યારે બીસીસીઆઈએ સોશિયલ મીડિયા પર એક મિનિટનો વીડિયો પોસ્ટ કર્યો છે, જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ વીડિયોમાં રોહિત તેના સાથિઓએ એક સવાલનો જવાબ આપ્યો છે કે- કોણ છે જે ગમે તે જગ્યાએ સુઈ શકે છે? આ સવાલના જવાબમાં આ ખેલાડીઓએ રસપ્રદ જવાબ આપ્યા છે અને ફેન્સ આ વીડિયોને ખૂબ પસંદ પણ કરી રહ્યા છે.
બીસીસીઆઈએ સવાલ જવાબના આ સેશનનો વીડિયો પોસ્ટ કરતાં લખ્યું, કોને સૌથી વધારે ભૂખ લાગી છે?, કોને ફોનની આદત છે?, હેડશોટ ફોટોશૂટ દરમિયાન ટીમ ઇન્ડિયાની અનેક રસપ્રદ વાતો સામે આવી છે.
વીડિયોમાં રોહિત શર્મા, દિનેશ કાર્તિક, લોકેશ રાહુલ, ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહ ‘રેપિડ ફાયર’માં સવાલોનો જવાબ આપતા હતા અને તેનું નામ રાખ્યું હતું- ‘વન મિનટ રેપ વિધ ટીમ ઇન્ડિયા’.
- - - - - - - - - Advertisement - - - - - - - - -